જાણો PM મોદી દ્વારા ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાનો આગ્રહ કેમ કરવામાં આવે છે..

જાણો શા માટે આરોગ્ય સેતુ એપ ડાઉલલોડ કરવી જરૂરી છે ? શા માટે પી.એમ મોદી દ્વારા તેને ડાઉનલોડ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

image source

જો તમે હજુ સુધી ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ ન કરી હોય તો આજે જ કરી લો

જો તમે ટીવી જોતા હશો કે કોઈને ફોન કરતા હશો કે પછી તમારા ફોન પર બેંક દ્વારા કોઈ મેસેજ આવતો હશે તો તમે નોંધ લીધી હશે કે ટીવીના સ્ક્રીન પર એક સૂચના વારંવાર હીન્દીમાં આવતી હોય છે કે કોરોનાની બિમારી સામે લડવા માટે આરોગ્સ સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ, કેટલીકવાર તમારી બેંક દ્વારા પણ તમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાના મેસેજ આવે છે. જો તમને કૂતુહલ થતું હોય કે તમારે શા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ તો આજે અમે તેના માટે એક વિસ્તૃત જાણકારી લાવ્યા છે જે તમારે વાંચવી જ જોઈએ અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરવી જોઈએ.

image source

જો કે ઘણા લોકો એવા પણ છે જે આ એપ્લિકેશનને ડાઉનલોડ તો કરે છે પણ તેમને તે ન ગમી હોવાથી તેને અનઇન્સ્ટોલ પણ કરી દે છે. પણ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ એપ્લિકેશનને ડાઉન લોડ કરવાનો આગ્રહ કરી રહ્યા છે તો તેની પાછળ ચોક્કસ કોઈ નક્કર કારણ જવાબદાર હોવું જોઈએ. તો ચાલો જાણીએ તેને શા માટે ડાઉનલોડ કરવી જોઈએ તે વિષે.

સૌ પ્રથમ તો આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમને તમારા હાલના સ્વાસ્થ્યને લગતા કેટલાક પ્રશ્નો પુછવામાં આવે છે જેમ કે શું તમને ઉધરસ આવે છે ? શું તમને તાવ આવે છે ? શું તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે ? કેટલાક લોકો તેના જવાબ આપે છે કેટલાક નથી આપતા. તમને જો તેવી કોઈ તકલીફ ન હોય તો તમારે નામાં જવાબ આપવો અને હોય તો હકીકતો જણાવવી જોઈએ.

image source

નામાં જવાબ આપ્યા બાદ તમે ગ્રીન ઝોનમાં દેખાશો. અને ત્યારે તમને એવું લાગશે કે એપ્લિકેશન નક્કામી છે. પણ તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશન તમને તમારું બ્લૂ ટૂથ અને લોકેશન ઓન રાખવાની પરમીશન માગે છે જેને તમારે હંમેશા ઓન રાખવું.

જ્યારે પણ તમે કોઈ કારણસર બહાર જાઓ છો કે જ્યાં વધારે લોકો ભેગા થયા હોય ત્યારે આ એપ્લીકેશન બ્લૂ ટૂથથી આસપાસના મોબાઈલમાંથી મેસેજ લેતી રહે છે.

image source

જ્યારે તમે બહાર કોઈ અજાણી વ્યક્તિની બાજુમાં ઉભા છો ત્યારે તમે ગ્રીન ઝોનમાં હશો અને જો તમારી બાજુ વાળી વ્યક્તિ નોર્મલ હશે તો તે પણ ગ્રીન ઝોનમાં દેખાશે.પણ તે જ વ્યક્તિ જો 11-12 દિવસ બાદ કોરોના પોઝીટીવના લક્ષણો ધરાવતી જોવા મળે તો આરોગ્ય સેતુ એપ્લિકેશન તરત જ તમને એલર્ટ કરી દેશે અને તમારો ગ્રીન રંગ બદલાઈને ઓરેન્જ એટલે કે નારંગી રંગનો થઈ જશે.

આ એપ્લિકેશન કહેશે કે તમે 11 દિવસ પહેલાં જ્યાં બહાર શાક કે દૂધ લેવા ગયા હતા અને તે વખતે જે વ્યક્તિ તમારી નજીક હતી તે હાલ કોરોના પોઝિટિવ છે. એટલે કે અગિયાર દિવસ પહેલાં તે વ્યક્તિ્નું સંક્રમણ છુપાયેલું હતું પણ હાલ તેનું સંક્રપણ સ્પષ્ટ દેખાવા લાગ્યું છે.

image source

હવે તમારે પણ તમારી તપાસ તરત કરાવવી જોઈએ. આ એપ્લિકેશન તમારા સહીત તે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિ કે જેણે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તેમને જણાવી દેશે કે તમે ડ઼ેન્જર ઝોનમાં છો. તરત તપાસ કરાવો.

image source

આમ તે બધાની લોકેશન ઓન હોવાથી તે બધાની હલચલ જાણી શકાય છે.અને આ રીતે કોરોનાથી લડવામાં ખૂબ જ સરળતા રહે છે. માટે જ તમારે આ એપ્લિકેશન ચોક્કસ ડાઉનલોડ કરવી જોઈએ. વડા પ્રધાને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરાવવા માટે વારંવાર આગ્રહ કર્યો હોવાથી આ એપ્લિકેશન નિરર્થક તો હોઈ જ ન શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ