નજર – ખરેખર ભૂલ નજરની જ છે… તમે શું માનો છો મિત્રો…

“નજર”

“હું રંગે શ્યામ છું. છતાં પણ તમે મારી સાથે કેમ લગ્ન કરવા માંગો છો.” છોકરીએ પોતાના મંગેતરને પૂછ્યું.

“લે, એમ તો હું પણ શરીરમાં ભારે છું, છતાંય તું મારી સાથે લગ્ન કરવા માંગે છે.” મંગેતરે ત્વરીત ઉત્તર આપ્યો.


“પણ, મને તો તમે ક્યારેય શરીરમાં ભારે નથી લાગ્યા.” છોકરીએ વિનમ્રતાપૂર્વક કહ્યું.

છોકરો મુસ્કુરાયો અને તેણે ઉત્તર આપ્યો, “બસ કંઈક તે જ નજરે મને પણ તું ક્યારેય શ્યામ નથી લાગી.” આટલું સાંભળતા જ છોકરીને તેના જીવનસાથીને લઈને મનમાં મૂંઝવતા દરેક શબ્દોનો જવાબ મળી ગયો.


આજ તો ભૂલ થાય છે નજરથી.

નજરથી આપણે શરીર, રંગ, કદ, આકાર અને સુંદરતા આવું ઘણું બધું જોઈએ છે. પરંતુ શું આ જ નજરથી સઁસ્કાર, સ્વભાવ, ભણતર વગેરે ના જોઈ શકીયે?


હા, કોઈએ બેખુબ કહ્યું છે કે નજર નહીં પણ, નજરીયો બદલો.બસ એકવાર પ્રેમનો આવો નજરીયો અપનાવી તો જુઓ. કોઈનું શરીર ખુબસુરત લાગે કે ના લાગે તમારી ઝીંદગી અચૂકપણે ખુબસુરત થઇ જશે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ