મુકેશ અંબાણી એટલે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ – જાણો તેમની તકલીફ વિશે…

ભારતવર્ષનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ એટલે કોણ? – બધાને જવાબ ખબર જ છે. – મુકેશ અંબાણી. તમને એમ હશે કે ધીરુભાઈ અંબાણીના આ સુપુત્રને જીવનમાં કોઈ તકલીફ જ નહીં પડતી હોય, ખરું ને? પણ ના! તમે અહીં ભૂલ કરી રહ્યા છો. વાંચો તેમને તાજેતરમાં નવરાત્રિમાં જ પડેલી એક તકલીફ વિશેઃ

image source

તેઓ પોતાના ભવ્ય એન્ટિલિયા નામના બંગલોમાં ૧૮મા માળે સૂવે છે. સવાર સવારમાં જાગીને તે બ્રશ કરવા અને ટોઈલેટ કરવા સીડી ઉતરીને ૧૭મા માળે જાય છે. ૧૩મા માળને અપશુકનિયાળ માનીને ત્યાં ફક્ત સ્વીમીંગપુલ અને જીમ રાખેલ છે. કોઈ રહેતું નથી. આ ૧૩મા માળે તેઓ કસરત કરવા અને પુલમાં નહાવા જાય છે.

image source

ઓફિસે જવા તૈયાર થવા માટે અલાયદા ૧૧મા માળના વૉર્ડરોબ્સમાં કપડા ગોતીને ૨૦મા માળે તૈયાર થવા જાય છે. ટેરેસ ઉપર આવેલા ઓપન સ્કાય કિચનમાં નાસ્તો કરીને ૧૦મા માળે આવેલી પોતાની બેગ લઈ ૧૬મા માળે આવીને નીતાભાભીને પ્રેમપૂર્ણ બાય-બાય કહે છે. પહેલા માળે બાળકો ને “સી-યુ” કહીને તે પોતાની સેલ્ફ ડ્રાઈવ મર્સીડીઝ કે જે બેઝમેન્ટ-૨ માં પાર્ક કરેલી છે ત્યાં પહોંચે છે. ખિસ્સામાં હાથ નાંખતા જ ખ્યાલ આવે છે કે ચાવી ક્યાંક રહી ગઈ છે.

image source

પણ ક્યાં? – ક્યા માળે? – બધા નોકરચાકરને ફોન કર્યા પણ ચાવી ના જ મળી. આમાં ને આમાં ટાઈમ ઘણો પસાર થઈ ગયો. પછી કંટાળીને ડ્રાઈવરને બોલાવીને હોન્ડા સિટીમાં ઓફિસે ગયા. પછી ખબર પડી કે ચાવી ધોવા નાખેલા પેન્ટના ડાબા ખિસ્સામાં હતી કે જે વોશિંગમશીનમાં કપડા ધોવાતી વખતે થયેલા ખખડાટમાં નીતાભાભીને મળી આવી હતી. હા, નીતા ભાભી મુકેશભાઈના કપડા ખૂબ પ્રેમપૂર્ણ રીતે જાતે જ ધોવે છે. ખરેખર! ખોટું નથી કહેતા!

image source

પણ, દુર્ભાગ્યે આ વાત બીજા દિવસે ખબર પડી. એ પહેલા તો રાતે ઘરઘરાટી વાળા અવાજ સાથે અમેરિકાથી સુપર સોનિક જેટ પ્લેન મર્સિડીઝની ચાવી આપવા પધારી ચૂક્યું હતું – મુકેશભાઈનો ફોન જાય પછી મર્સિડીઝ વાળા કંઈ બાકી રાખે!

image source

આના કરતા તો આપણું ૨ બૅડરૂમ – હૉલ – કીચન વાળું ઘર સારું કે નહીં?

– હાસ્યલેખ (આ લેખમાં દર્શાવેલી વાતો ફક્ત હાસ્ય ઉત્પન્ન કરવા માટે જ છે!)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ