શાહરુખની બેગમ થઈ 49 ની, ગૌરી ખાનની પરિવાર સાથેની આ તસ્વીરો જોઈ તમે પણ માનશો તેણીને સુપર મોમ!

બોલીવૂડ બાદશાહ શાહરુખની બેગમ થઈ 49 ની ! ગૌરી ખાનની પરિવાર સાથેની આ તસ્વીરો જોઈ તમે પણ માનશો તેણીને સુપર મોમ !

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન આજે 49ની થવા જઈ રહી છે. તેણીને પેજ થ્રી પર બોલીવૂડની ફર્સ્ટ લેડી કહીને પણ સંબોધવામાં આવે છે. શાહરુખ તો એક સફળ અભિનેતા તેમજ ફિલ્મ પ્રોડ્યુસર છે જ પણ ગૌરીએ પણ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. તેણી આજે દેશની ઉચ્ચ કક્ષાની ઇન્ટિરિયર ડિઝાઈનર છે.

image source

ગૌરી ખાન શાહરુખના પ્રેમમાં પોતાની કિશોરાવસ્થામાં પડી હતી. એટલે કે તેણી ત્યારે માત્ર 14 જ વર્ષની હતી. અને શાહરુખ હતો 18 વર્ષનો. શાહરુખ ગૌરીને એક પાર્ટી દરમિયાન મળ્યો હતો. અને બસ પહેલી જ નજરમાં શાહરુખ તેના પ્રેમમાં પડ્યો હતો. આ વાતનો ઉલ્લેખ જાણીતી ફિલ્મ ક્રીટીક તેમજ બોલીવૂડ જર્નાલિસ્ટ અનુપમા ચોપ્રાએ પોતાના પુસ્તક કીંગ ઓફ બોલીવૂડઃ શાહરુખ ખાન એન્ડ ધ સીડક્ટીવ વર્લ્ડ ઓફ ઇન્ડિયન સિનેમામાં કર્યો હતો.

image source

શાહરુખ અને ગૌરીની પહેલી મુલાકાત ઘણી રોમેંટીક હતી. તેમણે પોતાની પહેલી મુલાકાત પુલ નજીક કોકાકોલા પિતા પિતા પસાર કરી હતી. શાહરુખના શર્માળ સ્વભાવના કારણે તેને પોતાના પ્રેમને વ્યક્ત કરતાં ઘણી વાર લાગી. પણ તેને ગૌરી પહેલી જ નજરમાં ગમી ગઈ હોવાથી તે વારંવાર એવી પાર્ટીમાં જવા લાગ્યો જ્યાં ગૌરી પણ આવતી હોય. અને એક વખતે હીમ્મત કરીને તેણે ગૌરીનો ફોન નંબર મેળવી લીધો અને ધીમે ધીમે તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. જુવાનીની કુમળી વયમાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા.

image source

હવે લગ્નની વાત થવાની હતી. પણ શાહરુખ ખાન મુસ્લિમ કુટુંબમાંથી આવતો હોવાથી ગૌરીના કુટુંબીજનોએ તેનો ઘણો વિરોધ કર્યો. બન્નેએ ગૌરીના કુટુંબને મનાવવાનો ખુબ પ્રયાસ કર્યો અને છેવટે તેમના પ્રેમની જીત થઈ અને થોડા વર્ષોની રીલેશનશીપ બાદ તેમણે લગ્ન કરી લીધા. તેમણે હીન્દુ વિધીથી 1991માં લગ્ન કર્યા હતા.

image source

લગ્નના તરત જ બાદ તે બન્ને મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. કારણ કે શાહરુખ ખાન પહેલેથી જ એક્ટિંગમાં પોતાની કારકીર્દી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દિવસો તેમના સંઘર્ષના દિવસો રહ્યા હતા. પણ એકબીજાના મજબુત સાથે તેમણે આ કપરો સમય પણ પસાર કરી લીધો. લગ્નના સાત વર્ષ બાદ તેમને ત્યાં દીકરાનો જન્મ થયો જેનું નામ તેમણે આર્યન રાખ્યું. જે આજે પોતાની વીસી વટાવી ચુક્યો છે અને શાહરુખ ખાનની જેમ તેનો પણ એક અલગ ચાહક વર્ગ છે.

 

View this post on Instagram

 

A post shared by 🔱ѕнaн rυĸн ĸнan🔱® 210k🔒🔐 (@shahrukh._.khan_) on

આર્યનના જન્મના ત્રણ વર્ષ બાદ તેમને ત્યાં દીકરીનું અવતરણ થયું જેનું નામ તેમણે સુહાના રાખ્યું. આજે સોશિયલ મિડિયા પર સુહાના અવારનવાર ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના ફેશનેબલ લૂકના કારણે. સુહાના પણ પોતાના પિતાની જેમ એક્ટિંગમાં પોતાની કારકીર્દી ઘડવા માગે છે. તેણીએ તાજેતરમાં એક શોર્ટ ફિલ્મ પણ શૂટ કરી હતી. અને હાલ તે ડાન્સ પણ શીખી રહી છે.

image source

સુહાનાના જન્મના લગભગ 13 વર્ષ બાદ શાહરુખ અને ગૌરીના ત્રીજા સંતાન અબ્રામનો જન્મ થયો. તૈમુર અલી ખાનની જેમ અબ્રામ પણ પાપારાઝીનો માનીતો છે. અબ્રામનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. આજે તેમનું કુટુંબ એક સંપુર્ણ કુટુંબ છે.

થોડા સમય પહેલાં વોગ મેગેઝિન માટે ગૌરીએ એક ઇન્ટર્વ્યુ આપ્યો હતો અને સાથે સાથે પોતાના આલિશાન ઘર ‘મન્નત’ની પણ સેર કરાવી હતી. ગૌરી ખાને પોતે જ મન્નતના ઇન્ટિરિયરને પોતાના પ્રેમ તેમજ કૂનેહથી સજાવ્યું છે.

image source

તેણીએ આ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાન વિષે કંઈક આમ કહ્યું હતું, “તે એક ઉત્તમોત્તમ પતિ અને પિતા છે. આનાથી વિશેષ હું કંઈ માંગી જ ન શકું. હું હંમેશા કહેતી રહું છું કે હું નસીબદાર છું કે મને જીવનસાથી તરીકે શાહરુખ ખાન મળ્યો. જો કે હું મારા તેના તેમજ મારા કુટુંબ પ્રત્યેના પ્રેમને ખુબ જ અંગત રાખવા માગું છું, મન્નતની અંદર જ રાખવા માગું છું.”

તેણી જણાવે છે કે શાહરુખ ખાનને તેણી તે જે છે તેના માટે પસંદ કરે છે. એક સ્ટારની વાઈફ હોવાથી તેની કેટલીક નકારાત્મક અસરો પણ હોઈ શકે છે જેને તેણી હંમેશા અવગણે છે અને માત્ર હકારાત્મક બાબતોની જ નોંધ લે છે. તેણીની પત્ની તરીકે મને તેની પાસેથી હંમેશા હકારાત્મકતા જ મળી છે જો થોડું ઘણું કંઈ નેગેટીવ હોય તો પણ હું તેનો ઉલ્લેખ કરવા માગતી નથી કારણ કે તે મારા માટે મહત્ત્વનું નથી.

image source

શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝિરો બોક્ષ ઓફિસ પર નિષ્ફળ નિવડી હતી. અને ત્યાર બાદ શાહરુખ ખાને નિર્ણય લીધો હતો કે તે થોડો વખત કોઈ જ ફિલ્મ કરવા નથી માગતો તેના સંદર્ભમાં પ્રશ્ન પુછતાં ગૌરી ખાને કંઈક રમુજી જવાબ આપ્યો હતો, “મારા ખ્યાલથી આ જરૂરી હતું. તેના હાલના જીવનમાં જો કંઈ પણ સૌથી વધારે જરૂરી હોય તો તે એ હતું કે તે પોતાના કામમાં થોડો વિસામો લે.

હું ખુશ છું કે તે ઘરે છે અને અમે સાથે પ્રવાસ કરીએ છીએ. અને સાથે સાથે તે અબ્રામની પણ સારી કાળજી લઈ રહ્યો છે. અને હું તેના આ નિર્ણયને લઈને ઘણી ઉત્સાહિત છે, ખાસ કરીને અબ્રામ પાસે જો હું ન હોવ તો તે તો તેની સાથે હશે જ તેની મને ઘણી રાહત છે. આ શાહરુખનો ઉત્તમ આઈડીયા છે, જો કે મને ખાતરી છે કે તે ફરી પાછો ટુંક જ સમયમા ફિલ્મો કરવાની શરૂ કરી દેશે !”

image source

હાલ ગૌરીની ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકેની કેરિયર પણ તેની પિક પર છે. બોલીવૂડના લગભગ બધા જ સિતારાઓ પોતાના ઘર કે પછી વેનિટી વેનનના ઇન્ટિરિયર માટે ગૌરી પર જ પ્રથમ પસંદગી ઉતારે છે. તાજેતરમાં જ એક બિઝનેસ મેગેઝિનના કવર પર તેણીની તસ્વીર આવી હતી જેને શાહરુખે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

ત્રણ દિવસ પહેલાં શાહરુખે પોતાના ઇન્સ્ટા અકાઉટ પર બિઝનેસ વર્લ્ડ મેગેઝિનના કવર પેજ પરની પત્ની ગૌરીની તસ્વીર શેયર કરતાં કંઈક આમ કેપ્શન લખ્યું હતું, “હવે મને ખબર છે કે મારામાં આન્તરપ્રિન્યોરશીપ સૂજ ક્યાંથી આવી હશે ! આ અદ્ભુત બિઝનેસ લેડી પાસેથી ઘણા બધા ધંધીકીય દાવપેચ શીખવાની જરૂર છે !”

image source

ગૌરી પણ પોતાના ઇન્ટિરિયર ડીઝાઈનીંગની સાથે સાથે સોશિયલ મિડિયા પર પણ ઘણી એક્ટીવ છે. તેણી અવારનવાર પોતાની વ્યવસાય સંબંધી, બાળકો સંબંધી, પતિ સંબંધી તેમજ મિત્રો સંબંધી તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે.

શાહરુખ અને ગૌરીના લગ્નને 28 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. આ 28 વર્ષોમાં તેમના દેખાવમા ઘણો બધો ફરક આવી ગયો છે અને સાથે સાથે તેમના સંબંધો પણ વધારે અને વધારે મજબુત બનતા ગયા છે. તેમની 28 વર્ષ પહેલાની તસ્વીરો અને અત્યારની તસ્વીરોમાં પણ ઘણો ફરક આવી ગયો છે. તમને જણાવી દઈએ કે ગૌરી ખાન લગ્ન પહેલા ગૌરી છિબ્બર હતી.

image source

ગૌરી ખાને ઇન્ટિરિયર ડિઝાઈનીમાં પ્રવેશ કર્યો તે પહેલાંથી તેણી રેડ ચીલીઝ એન્ટરેનમેન્ટની કો ઓનર પણ છે. પણ 2012માં તેણીએ ઇન્ટિરિયર ડીઝાઈનર તરીકેની પોતાની કારકીર્દીની શરૂઆત કરી. મુંબઈના પોશ વિસ્તાર એવા જુહુમાં ગૌરી પોતાના ભવ્ય ઇન્ટીરિયર ડિઝાઈન સ્ટુડિયો પણ ધરાવે છે. જાણીતા ફિલ્મ અભિનેતા રનબીર કપૂર, આલિયા ભટ્ટ, રિતિક રોશન વિગેરેએ તેણી પાસે જ પોતાના ઘર કે પછી વેનિટી વેનનું ઇન્ટિરિયર ડીઝાઈન કરાવ્યું છે.

image source

આજના તેના બર્થડે નિમિતે તેના ઘણા બધા હેત્ચ્છુઓએ તેણીને સોશિયલ મિડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે, જેમાં રિતિકની પત્ની સુઝેન ખાન કે જેણી ગૌરીની નજીકની મિત્ર છે તેણે પણ શુભકામનાઓ પાઠવી છે. તેણીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર ગૌરી સાથેની તસ્વીર શેયર કરતાં ગૌરીને જન્મદિવસની ખુબ બધી શુભકામનાઓ આપી છે.

image source

તો વળી કરણ જોહરે પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર ગૌરીની તસ્વીર શેયર કરીને તેણીને જન્મ દિવસની લાગણીસભર શુભકામનાઓ પાઠવી છે. તમને જણાવી દઈએ કે કરણના માત્ર શાહરુખ ખાન સાથે જ નહીં પણ ગૌરી ખાન સાથે પણ ગાઢ સંબંધો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ