દૂધની થેલીને તમે ક્યાંક ખોટી રીતે તો નથી ખોલી રહ્યા ને?

દૂધની થેલીને તમે ક્યાંક ખોટી રીતે તો નથી ખોલી રહ્યા ને?

આપણે રોજેરોજ દુધની થેલી ખોલીએ છીએ. સાથે સાથે પ્રદૂષણ ખૂબ વધી ગયું છે એની બૂમો પણ પાડીએ છીએ. ખરું ને?

image source

સરકાર પ્લાસ્ટિક પર બૅન મૂકવાની ગુલબાંગો પોકારી રહી છે પણ, તમે જાણો છો કે તમે આ દૂધની પ્લાસ્ટિકની થેલી ખોટી રીતે કાપીને પ્રદૂષણ ખૂબ વધારી રહ્યા છો?

જી હા! આપણે જ્યારે ત્રિકોણ આકારનો નાનો ટુકડો દૂધની થેલી માથી કાપીએ છીએ ત્યારે તેનું “રિ-સાયક્લીંગ” થવું અશક્ય બની જાય છે. આટલા નાના પ્લાસ્ટિકના ટુકડાનું રિસાયક્લિંગ શક્ય નથી તેમ એક્સપર્ટસનું કહેવું છે.

image source

તેને બદલે જો આપણે આ રીતે દૂધની થેલીમાં કાપો મૂકીએ તો એ ટુકડો છૂટો નહીં પડે અને આપણે પ્રદૂષણમાં સહભાગી નહીં બનીએ. વિચારો કે ખાલી અમૂલ ડેરી રોજનું ૧ કરોડ લીટર કરતા પણ વધુ દૂધ વેચે છે. એટલે કે 2 કરોડ પાઊચ! – રોજ આ 2 કરોડ પ્લાસ્ટિકના ટુકડા રિસાયકલ થયા વિનાના પ્રદૂષણ ફેલાવે છે. આવી તો કેટલીયે ડેરીઓ છે ભારતમાં અને વિશ્વમાં!

image source

આ આંકડા તો હજી ફક્ત દૂધની થેલીના જ છે આની સાથે છાસ, દહીં અને બીજા અનેક પદાર્થ જે આવીરીતે થેલીમાં મળે છે એ દરેક થેલી કે પેકેટને આ રીતે આપણે ખોલી શકીએ.

image source

આવો, વિશ્વને પ્રદૂષણમુક્ત બનાવવામાં સહકાર આપીએ. અને હા, દૂધ ઢોળાયા વિના સરસ કાઢી શકાય છે તથા આ ઊપાયમાં તમારે એકેય પૈસો પણ ખરચવાનો નથી! તમને જાણીને નવાઈ લાગશે પણ જે નાનો ટુકડો તમે કચરાની ડોલમાં નાખી દેતા હશો એ રિસાયકલ નથી થતું એ તો તમે હવે જાણી જ ગયા હશો પણ એ નેનો ટુકડો એ અનેક પક્ષીઓ અને પ્રાણીઓના પેટમાં તેમના બીજા કચરા સાથે જતો રહે છે.

આમ આ પ્લાસ્ટિકનો એક નાનકડો ટુકડો એ અનેક પક્ષીઓ અને પ્રાણીઓ અને માછલીઓ માટે પણ પ્રાણઘાતક બની શકે છે. તો આવો આપણે આજથી નક્કી કરીએ કે જયારે પણ દૂધ, છાસ, દહીં કે પછી કોઈપણ પ્લાસ્ટિકનું પેકેટ ખોલીશુ તો તેનો આવો કોઈ નાનો ટુકડો નહિ કરીએ અને તેને અહીંયા બતાવ્યા પ્રમાણે કટ કરીને પેકેટથી જોડાયેલો રહે એમ રાખીશું.

image source

ચાલો, દેશને બચાવીએ, પ્રકૃતિ બચાવીએ, આ પોસ્ટને બને તેટલી વધુ શેર કરીએ અને એક સારા નાગરિક બનીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ