બાળકની તાકાત પાછળ છે માતાઓની હિંમત, કોરોના સામેની લડતમાં માતાની હિમ્મત ભજવી રહી છે મોટો ભાગ, જુઓ માતા-સંતાનની સુંદર તસ્વીરો

બાળકની તાકાત પાછળ છે માતાઓની હિંમત – કોરોના સામેની લડતમાં માતાની હિમ્મત ભજવી રહી છે મોટો ભાગ – જુઓ માતા-સંતાનની સુંદર તસ્વીરો

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીથી લાખો લોકો સંક્રમીત થઈ ગયા છે. અને હજારો લોકો મૃત્યુને ભેટ્યા છે. પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વણસી રહી છે. અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે જ્યાં સુધી કોરોના વાયરસની રસી કે દવા નહીં શોધાય ત્યાં સુધી સમગ્ર વિશ્વએ આ વાયરસ સાથે જ જીવવું પડશે.

image source

તમારા સાંભળવામાં એવા ઘણા બધા કિસ્સા આવ્યા હશે કે ઘણી બધી ગર્ભવતિ મહિલાઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ છે. જો કે જન્મનાર બાળકમાંથી કેટલાકને સંક્રમણ થાય છે તો કેટલાકને સંક્રમણ નથી થતું. ચીનના વુહાનમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે ઝામા પિડ્યાટ્રિક્સના અહેવાલ પ્રમાણે વુહાનમાં 33 બાળકોને સંક્રમીત માતાઓએ જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જો કે તેમની સારવાર કરાવ્યા બાદ તેમાંના બે બાળકો માત્ર છ જ દિવસમાં સાજા થઈ ગયા હતા.

તમને એ તો યાદ જ હશે કે કોરોના વાયરસનું જન્મ સ્થળ વુહાન છે. માટે જ આ બાબત અહીં ટાંકવી જરૂરી લાગી. બીજી બાજુ આવા સમયે માતાઓ અત્યંત મજબૂત પૂરવાર થઈ રહી છે. અને આ માતાઓ જ પોતાના સંતાનોની હિંમત્તનું કરાણ બની છે. તમે અહીં દર્શાવેલી કેટલીક તસ્વીરો જોશો તો તમને ચોક્કસ આ હિમતવાન માતાઓ પર ગર્વ થયા વગર નહીં રહે. તો ચાલો માતાની શક્તિનો પરિચય આપતી આ તસ્વીરો પર એક નજર નાખી લઈએ.

image source

આ તસ્વીર ઇન્ડોનેશિયામાં લેવામાં આવી હતી. ત્યાંના જાવા શહેરમાં રહેતી મહિલાની આ તસ્વીર છે, જેને પહેલી એપ્રિલે લેવામાં આવી હતી. તમે જોઈ શકો છો કે 35 વર્ષિય માતા યુકા તેના માત્ર 12 દિવસના પુત્રને ખોળામાં લઈને બેઠી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ડોનેશિયમાં 13700 લોકો કોરોનાથી સંક્રમીત છે અને 950 લોકો મૃત્યુ પામ્યા છે.

આ તસ્વીર છે ભારતના શ્રીનગરની. એક માતા પોતાનો 14 દિવસનો ક્વોરેન્ટાઇન સમય પુરો કરીને 6 એપ્રિલે બહાર આવી શકી હતી. અને કોરોનાથી બચવા માટે તેણીએ માસ્ક અને ગ્લવ્ઝ પણ પહેર્યા છે. જે તેણે પોતાના બાળકની સુરક્ષા માટે પહેર્યા હતા. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કાશ્મીરમાં કોરોનાના 823 કેસ નોંધાઈ ચુક્યા છે અને 9 લોકો મૃત્યુ પામ્યા છે.

image source

આ તસ્વીર છે બ્રીટેનની. અહીં પણ ભારતની જેમ લાંબા સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. અને અહીંની જેમ ત્યાં પણ વાળ વધી જવાની સમસ્યા છે. અને લોકો ઘરમાં જ બાળકોના વાળ કાપી રહ્યા છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે એક માતા પોતાના બાળકના વાળ કાપી રહી છે. વિશ્વમાં કોરોના વાયરસની સૌથી વધારે ખરાબ અસર થઈ હોય તેવા દેશમાં બ્રીટેનનો પણ સમાવેશ થાય છે. અહીં અત્યાર સુધીમાં 2.15 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમીત છે જ્યારે મૃત્યુઆંક 31 હજાર કરતાં પણ ઉંચો છે.

image source

આ તસ્વીર વિયેતનામના હનોઈ શહેરની છે. તમે જોઈ શકો છો તેમ માતાએ પોતાના બાળકને ખોળામાં લીધું છે. બાળકને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે એક સુરક્ષા આપતા શીલ્ડથી પેક કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અહીં અત્યાર સુધીમાં કોરોનાના 288 કેસ નોંધાયા છે અને કોરના વાયરસથી અહીં કોઈનું પણ મૃત્યુ નથી નીપજ્યું.

image source

આ તસ્વીર છે ફિલિપાઇન્સના મનીલા શહેરની. અહીં પણ અન્ય દેશોની જેમ બેઘર લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તસ્વીર પણ તેમાંના જ એક શેલ્ટર હોમમાં રહેતા માતા અને તેના સંતાનની છે. અહીં માતા તેના નાનકડા વહાલ સોયા સંતાનને ફીડીંગ કરાવી રહી છે. ફિલિપાઇન્સમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 10,000 કરતાં પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 700 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં મૃત્યુઆંક ખૂબ જ ઉંચો છે.

image source

આ તસ્વીર છે થાઈલેન્ડના બેંગકોકની. અહીં પણ કોરોના વાયરસનો કહેર છે, જો કે સંક્રમીત લોકોની સંખ્યા ઘણી ઓછી છે. અહીં 3 હજાર લોકો સંક્રમીત છે જ્યારે 56 લોકોના મૃત્યુ થયા છે. અહીં અન્ય દેશોની વિપરીત જીવન સામાન્યતા તરફ આગળ વધી રહ્યું છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે બાળકીએ પોતાની માતાનો હાથ ચુસ્ત રીતે પકડી રાખ્યો છે. ખરેખર માતાનું સાનિધ્ય વિશ્વમાં સૌથી સુરક્ષિત છે.

image source

આ તસ્વીર છે ફિલિસ્તિનની. કોરોના વાયરસથી બચવા માટે માસ્કનો ઉપયોગ ઘણા બધા દેશોમાં ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યાં અહીં માસ્ક ન મળતા એક માતાએ શાકભાજીના પાંદડામાંથી માસ્ક બનાવીને બાળકોને પહેરાવ્યું છે. ફિલિસ્તિનના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં અહીં કોરોના સંક્રમીતોની સંખ્યા 400 જેટલી જ છે જ્યારે ચાર લોકોના મૃત્યુ થયા છે.

image source

આ તસ્વીર છે બ્રાઝિલની. બ્રાઝિલની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે. કહેવાય છે કે અહીં મૃત દેહો રસ્તે રઝળી રહ્યા હતા. અને સરકારી તંત્ર દ્વારા મૃત દેહોનું યોગ્ય વ્યવસ્થાપન પણ કરવામાં નહોતું આવ્યું. કોરોના વાયરસના ફેલાવાના કારણે ત્યાંની સરકારે ગરીબો તેમજ ઘર વગરના લોકો માટે આશ્રય સ્થળો બનાવ્યા છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો તેમજ કોઈ પાંજરામાં પુરાયેલા પ્રાણી જેવી સ્થિતિ માણસની આજે થઈ રહી છે. માતાની સાથે બેઠેલું આ નાનકડું બાળક આતુર નજરે બહાર જોઈ રહ્યું છે. બ્રાઝીલમાં 1.56 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે. અને મૃત્યુઆંક 10,656 સુધી પહોંચી ગયો છે.

image source

આ તસ્વીર છે લેબનોનના સિડોન શહેરની. અહીં એક પુત્ર પોતાની માતાને માસ્ક પહેરાવી રહ્યો છે. એક રીતે જોવા જઈએ તો તે પોતાની માતાને માસ્ક પહેરાવીને તેણીની કોરોનાથી સુરક્ષાની ખાતરી કરી રહ્યો છે. લેબનોનમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમીતોના 800 કેસ નોંધાયા છે અને સામે 26 લોકોના મૃત્યુ થયા છે.

image source

આ છે આપણા ભારતના કોલકાતાની તસ્વીર. અહીં એક માતા બાકડા પર બેઠી છે સાથે તેની બે દિકરીઓ પણ બેઠી છે. માતા પહેલાં પોતાના બાળકોને ખવડાવી રહી છે. અને ત્યાર બાદ જ પોતે ખાય છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કોરના વાયરસના કારણે રાખવામાં આવેલા લોકડાઉનની સૌથી ખરાબ અસર ભારતના મજૂર વર્ગને થઈ છે. તેમની પાસે પૈસા નથી ઘર નથી અને માટે જ તેઓ પોતાના વતન પાછા જવા તડપી રહ્યા છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે મોટી દીકરી પણ નાની બહેનને સ્નેહથી ખવડાવી રહી છે.

આ બધી જ તસ્વીરો દર્શાવે છે કે માતા ગમે તેવા કપરા સંજોગોમાં બાળકને હિંમત આપી રહી છે. સાંત્વના આપી રહી છે,સધિયારો આપી રહી છે. ખરેખર માતા વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ