SBIની આ ગાઇડલાઇનને કરો ફોલો, ક્યારે તમારા રૂપિયાની કોઇ નહિં કરી શકે ચોરી અને સાથે પાસવર્ડ રહેેશે સુરક્ષિત

એસબીઆઇએ ગ્રાહકોને સલાહ આપી, કહ્યું – આ રીતે તમારો પાસવર્ડ યુનિક રાખો

બિઝનેસ ડેસ્ક: ટેસ્લાના માલિક એલોન મસ્ક અને તેનો નવજાત પુત્ર આજકાલ ચર્ચાઓમાં છે. એનું કારણ મસ્કના પુત્રનું અનોખું નામ X Æ A-12 Musk છે. જો કે આ વિચિત્ર નામને લઈને સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને આ કારણે અઢળક મીમ્સ પણ બન્યા હતા. જો કે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) સુરક્ષાને લઈને વપરાશકર્તાઓને એક મોટો સંદેશ આપ્યો છે.

image source

એસબીઆઇએ એક ટ્વીટ દ્વારા તેના ગ્રાહકોને આ નામની જેમ જ ઇન્ટરનેટ બેંકિંગના પાસવર્ડને પણ વિચિત્ર રાખવા જણાવ્યું છે. ઉપરાંત, એ પણ ધ્યાન રાખો કે એમાં પરિવારના સભ્યોનું નામ ન હોય, કારણ કે એના કારણે તમારા એકાઉન્ટની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

image source

એસબીઆઇએ ટ્વિટમાં કહ્યું, “અમે અમારા પાસવર્ડને મજબૂત બનાવવાનું અને બાળકનું નામ અનોખું રાખવનું પસંદ કરીએ છીએ.” એમાં એલોન મસ્કના બાળકનું નામ X Æ A-12 Musk પાસવર્ડ તરીકે બતાવવામાં આવ્યું છે. સ્ટેટ બેંકે કહ્યું, “પાસવર્ડ અપડેટ કરવા માટે તમને યાદ અપાવી દઈએ અને ત્યાં તમારા પરિવારના સભ્યોનું નામ ન રાખો.”

image source

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કના ઘરે નાનું મહેમાન આવ્યું છે. એલોન મસ્કની પ્રેમિકા અને કેનેડિયન સિંગર ગ્રીમ્સે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે, પણ આ ખુશખબર સોશિયલ મીડિયા યુઝર્સ માટે આશ્ચર્યજનક ખબર ત્યારે બની ગઈ છે, જ્યારે એલોન મસ્કે ટ્વિટર પર પોતાના બાળકનું નામ ટ્વિટ કર્યું છે. ઇલેક્ટ્રિક ગાડી બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપનીના સીઈઓએ પોતાના બાળકની તસ્વીર શેર કરીને એનું નામ ‘X Æ A-12’ જણાવ્યું.

Source – Punjab kesri

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ