12.05.2020 – ટૈરો રાશિફળ : કારર્કિદીને નવી દિશા મળશે, ધૈર્યથી કામ કરશો તો સમસ્યાઓથી મુક્તિ મળશે…

ટૈરો રાશિફળ : કારર્કિદીને નવી દિશા મળશે, ધૈર્યથી કામ કરશો તો સમસ્યાઓથી મુક્તિ મળશે…

મેષ – The Tower

તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈ હાંસલ કરવાની તક મેળવશો. તમે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ઈચ્છા આજે પૂરી થશે. જે લોકો રોકાણ કરવામાં રસ ધરાવે છે તેમના માટે આજે જોખમ લેવાનો દિવસ છે. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે તમારે બધા કામ જાતે કરવાના છે.

વૃષભ – Eight of Swords

આજે તમે તમારી જાતને એક અલગ પરિસ્થિતિમાં મુકાયેલી પામશો. તમે તમારા આસપાસના વાતાવરણથી પણ થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો. પરંતુ આ સમયે ધૈર્યથી કામ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે મહેનત કરી રહ્યા છો તેના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે છે તેમ અનુભવશો. નવી જવાબદારી મળશે જે તમને ભવિષ્યમાં લાભ કરશે.

મિથુન – Ten of Pentacles

આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. તમારા કામમાં સતત ધ્યાન અને એકાગ્રતા જાળવવા સલાહ આપવામાં આવે છે. તમારે કેટલીક બાબતો પર સતત દેખરેખ રાખવી પડી શકે છે. તેના કારણે કેટલાક રોજિંદા કાર્યો પર પણ અસર થઈ શકે છે. જો તમે લાંબા સમયથી તણાવમાં છો અથવા અસ્વસ્થ છો તો તેના વિશે સંબંધિત લોકો સાથે વાત કરી મન હળવું કરી શકશો.

કર્ક – Seven of Wands

તમારા માટે તમારા ઘરના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આજનો દિવસ છે. તમારા પારિવારિક જીવનમાં કેટલીક બાબતોના કારણે હોબાળો થવાના સંકેત મળી રહ્યા છે. જો કે તે તમારા માટે હાનિકારક નહીં હોય. કામ અને પારિવારિક જીવન વચ્ચે સંઘર્ષ થશે. યોજના પ્રમાણે જ બધું થાય તેવી અપેક્ષા રાખશો નહીં. આજે કોઈ મહત્વની બાબતે નિર્ણય લેશો નહીં

સિંહ – Five of Cups

આજનો દિવસ તમારા માટે અપેક્ષાઓ અને સકારાત્મક ઊર્જાથી ભરેલો હોઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ મૈત્રીપૂર્ણ અને આરામદાયક હોવાનું જણાય છે. આજે તમે આખો દિવસ સરસ મૂડમાં રહેશો. દિનચર્યા ઠીક રહેશે અને તમે આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશો. સામાજિક બાબતોમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે.

કન્યા – The Fool

આજે તમારાથી થોડી ભુલો થઈ શકે છે. તમારા ખોટા નિર્ણયો અથવા વર્તનથી વસ્તુઓ વધુ ખરાબ થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે તમારા નિર્ણયોની સમીક્ષા કરો. તમે તમારા ઘર અને ઓફિસ માટે વસ્તુઓ ખરીદી શકો છો. દિવસ તમારા માટે સારો રહેશે. તમને કેટલીક સારી તકો મળી શકે છે.

તુલા- The High Priestess

આજે તમારા લક્ષ્ય અને જીવનની મહત્વાકાંક્ષાઓની સમીક્ષા કરવાનો સમય છે. દિવસ તમારા માટે ખૂબ રસપ્રદ અને સફળ બની શકે છે. તમારા માટે સમય અનુકૂળ અને આરામદાયક રહેશે. આજનો દિવસ તમારા માટે દરેક રીતે અનુકૂળ છે. તમારી આસપાસના લોકો પણ તમારી સાથે ખૂબ જ સરળતાથી વર્તન કરશે.

વૃશ્ચિક – Judgement

આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ આગળ વધવાનો દિવસ બની શકે છે. જો કે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ સારો સમય નથી. અન્ય લોકો તમારા મંતવ્યો અથવા અધિકારોને પડકાર શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ અથવા અધિકારી તમારા મંતવ્યોનો વિરોધ કરી શકે છે.

ધન – Two of Cups

આજનો દિવસ તમારા માટે ઉત્તમ અને સફળ દિવસ બની શકે છે. કેટલાક કામની સ્થિતિમાં તમે જવાબદારીઓથી છૂટકારો મેળવી શકો છો. તમે તમારા શોખને પૂરા કરવા અથવા કુટુંબ સાથે સમય પસાર કરી શકશો. તમે દિવસને ખૂબ આનંદથી પસાર કરશો. તમને પ્રિય હોય તેવી કેટલીક વસ્તુઓ બની શકે છે. તેનો લાભ લેવો.

મકર – Two of Swords

આજનો દિવસ કલ્પનામાં રાચવા માટેનો છે. તમે તમારા માટે ઘણી યોજનાઓ બનાવશો. કારકિર્દી અને કુટુંબ બંનેને સાથે રાખવાના વિચારો તમારા મગજમાં આવી શકે છે. તમે તમારા માટે કોઈ કામ કરવાનું વિચારશો.

કુંભ – Four of Wands

આજનો દિવસ તમારા માટે તણાવ અને જવાબદારીઓથી ભરેલો હોઈ શકે છે. તમારે આજે કોઈ મહત્વના નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. તમારે ઘર અને ઓફિસ બંનેમાં એક સાથે કામ કરવું પડી શકે છે. તમારે તમારી છબી સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

મીન- The Tower

આજનો દિવસ તમારા માટે કુટુંબ અને કામકાજમાં કેટલીક સમસ્યા લાવનાર સાબિત થશે. તમારા પરિવારના સભ્યો અથવા પ્રિયજનો તમારી પાસેથી વધુ સમય માંગી શકે છે, પરંતુ તમારા પર વધારે કામ કરવાનું દબાણ પણ આવી શકે છે. થાક અને તાણને લીધે તમને કામ કરવાનું મન થશે નહીં. જો શક્ય હોય તો કામને ટાળવાને બદલે તેને જવાબદારી સાથે પૂર્ણ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ