દેશના સૌથી મોંઘા ઘરોની આ તસવીરો જોઇને તમને પણ લાગશે નવાઇ

દેશના સૌથી મોંઘા ઘરો – તમારી કલ્પના પણ કામ નહીં કરે તેટલા મોંઘા છે આ મકાનો

image source

દેશના 138 લોકો બિલિયોનેર એટલે કે અબજોપતિ છે. અને તે કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી કે આ અબજોપતિ લોકો એક શાનદાર – ભવ્યાતિભવ્ય લાઇફસ્ટાઈલ જીવી રહ્યા હોય અને દેશના સૌથી મોંઘા ઘરોમાં રહેતા હોય. મુકેશ અંબાણીના એન્ટિલિયાથી માંડીને રવી રુઈઆના ભવ્ય બંગલો સુધી આજે અમે તે સૌથી મોંઘા ઘરો વિષે જણાવીશું જે ભારતમાં આવેલા છે.

અબોડ – અનિલ અંબાણી

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપનીનું ભલે દેવાળુ નીકળી ગયું હોય પણ તેમના ઘરની ગણતરી આજે પણ દેશના સૌથી મોંઘા ઘરોમાં કરવામાં આવે છે. આ બિલ્ડિંગ 16000 સ્ક્વેર ફીટમાં પથરાયેલું છે. તે 70 મીટરની એટલે કે લગભઘ 210 ફૂટની ઉંચાઈ ધરાવે છે. તેને એક હેલીપેડ પણ છે અને એક નવું નક્કોર હેલીકોપ્ટર પણ આ ઉપરાંત બિલ્ડિંગમાં દરેક આધુનિક એમેનિટિઝ છે. આ ઘરની કીંમત 5000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

જે.કે હાઉસ – ગૌતમ સિંઘાનિયા

image source

દેશના જાણીતા બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયાનું ઘર પણ મુંબઈમાં આવેલું છે. જેને લોકો જે.કે હાઉસ તરીકે ઓળખે છે. આ મકાનની કીંમત 6000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. અને એન્ટિલિયા બાદ દેશનું આ બીજું ઉંચામાં ઉંચુ પ્રાઇવેટ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ 16000 સ્ક્વેર ફીટમાં પથરાયેલું છે. જેમાં ઘરના સભ્યોને રહેવા માટે તેમજ ઓફિસ માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી છે આ ઉપરાંત માત્ર પાંચ માળ તો ખાલી કાર પાર્ક કરવા માટે જ ફાળવવામાં આવ્યા છે. ગૌતમ સિંઘાનિયાના આ ભવ્ય ઘરમાં, સ્પા, બે પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ્સ, એક જીમ એક રિક્રિએશનલ એરિયાનો સમાવેશ થાય છે અને તેમનું પોતાનું હેલીપેડ તો ખરું જ.

જાતિયા હાઉસ – કુમાર મંગલમ બીરલા

image source

આ બંગલો 30000 સ્ક્વેર ફીટમાં પથરાયેલો છે. તે એક અત્યંત લક્ઝરીયસ બંગલો છે. તે હરિયાળી વચ્ચે આવેલો છે. આ બંગલામાં 20 બેડરૂમ્સ આવેલા છે જેની સીલીંગ બર્મા ટેકવૂડમાંથી બનાવવામાં આવી છે. આ બંગલામાં એક વિશાળ બેઠકખંડ પણ છે. અને એક વિશાળ ગાર્ડન છે જે એક નાનકડા તળાવ પાસે આવેલું છે. કે.એમ બીરલાએ આ ઘર 2015માં 425 કરોડમાં ખરીદ્યું હતું.

રિટાયરમેન્ટ હોમ – રતન ટાટા

image source

રતન ટાટાનું આ ઘર અરબી સમુદ્રના કિનારે આવેલું છે, તે મુંબઈના કોલાબા ખાતે આવેલું છે. તે અત્યંત લક્ઝરિયરસ છે. આ બંગલો 15000 સ્ક્વેર ફીટ પર ફેલાયેલો છે. જે સાત માળનો છે જેના ટોપ ફ્લોર પર એક ઇનફીનીટી પૂલ પણ છે. આ બંગલામાં 10 કારો પાર્ક થઈ શકે તેટલું મોટું પાર્કિંગ છે, એક મિડિયા રૂમ પણ છે, એક સનડેસ્ક, લોન્જ અને બીજો એક સ્વિમિંગ પૂલ છે.

જિન્દાલ હાઉસ – સજ્જન જિન્દાલ

image source

આ ત્રણ માળનો સમુદ્રના કિનારે આવેલો બંગલો સજ્જન જિન્દાલ દ્વારા 400 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. એક વખતે આ રીયલ એસ્ટેટ ડીલને સૌથી મોટી ડીલ કહેવાતી હતી. જિન્દાલનું આ ઘર નેપિન સી રોડ પર આવેલું છે. આ બંગલો પહેલાં બેલ્જીયન કોન્સુલેટ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. તે વખતે તેની કીંમત 125 કરોડની હતી. જે 300 કરોડ રૂપિયા વધી ગઈ હતી જેને રીયલ એસ્ટેટ વર્લ્ડમાં એક સૌથી મોટો ઉછાળો ગણવામાં આવે છે.

રુઈઆ હાઉસ – રવી રુઈઆ

image source

એસ્સાર ગૃપના રવી રુઇયા તેમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ માટે જાણીતા છે. એસ્સાર ગૃપનું કામકાજ 20 દેશો તેમજ પાંચ ખંડોમાં પથરાયેલું છે. રવી રુઈઆ દિલ્લીના સેન્ટરમાં એક વિશાળ બંગલો ધરાવે છે જે 2.24 એકરમાં ફેલાયેલો છે. અને તેમની આવી તો સમગ્ર દેશમાં ઘણી પ્રોપર્ટી છે. પણ તેમાંથી આ બંગલો સૌથી વધારે મોંઘો છે જેની કીંમત 100 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

જિન્દાલ હાઉસ – નવીન જિન્દાલ

image source

નવીન જિન્દાલનું આ ઘર દિલ્લી ખાતે આવેલું છે. જેની કીંમત 120-150 કરોડ રૂપિયા છે. આ બંગલો લીફી લુટ્યેન્સ બંગલો ઝોનમાં આવેલો છે. દિલ્લીની આ જગ્યા દેશની સૌથી મોંઘી જગ્યાઓમાંની એક છે.

એન્ટિલિયા – મુકેશ અંબાણી

image source

આ ઘર વિષે દેશનો બચ્ચો બચ્ચો જાણતો હશે તેમાં કોઈ જ શંકા નથી. આ લિસ્ટમાં આ ઘરનો સમાવેશ કરવો જ પડે તેના વગર આ યાદિ અધુરી રહી જાય. એન્ટિલિયા શિકાગો સ્થિત આર્કિટેક્ટ્સ પર્કિન્સ અને વિલ દ્વારા ડીઝાઈન કરવામાં આવેલું છે, અને તેનું નિર્માણ ઓસ્ટ્રેલિયા સ્થિત કન્સ્ટ્રક્શન કંપની લેગ્ટન હોલ્ડીંગ્સ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ બન્ને એ મળીને એક માસ્ટરપીસ તૈયાર કર્યો છે.

image source

એન્ટિલિયા 27 માળની બિલ્ડિંગ છે તે દરેક પ્રકારની આધુનિક એમેનિટિઝથી સજ્જ છે – તેમાં એક સલોન, એક નાનું મૂવી થિયેટર, આઇસ ક્રીમ પાર્લરનો પણ સમાવેશ થાય છે. સ્વિમિંગ પુલ, જીમ વિષે તો તમે જાણતા જ હશો. એન્ટિલિયા બનાવવા પાછળ મુકેશ અંબાણીએ રૂપિયા 10,000 કરોડ ખર્ચવા પડ્યા છે. અને આ કિંમત સાથે તે દેશના સૌથી મોંઘા મકાનોની યાદીમાં તો પ્રથમ સ્થાન ધરાવે જ છે પણ વિશ્વના સૌથી એક્સપેન્સિવ મકાનોની યાદીમાં પણ તેનો સમાવેશ થાય છે.

સ્કાય હાઉસ – વિજય માલ્યા

image source

વિજય માલ્યા તો જો કે દેવાળુ ફૂંકીને બ્રીટેન ભાગી ગયા છે. પણ તેમનું આ વિશાળકાય પેન્ટહાઉસ આ યાદીમાં સ્થાન ધરાવે છે. વિજડય માલ્યાનું આ પેન્ટહાઉસ 40,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલું છે. જે 35 માળની ઉંચી બિલ્ડિંગ પર આવેલું છે. આ હાઉસ 360 ડીગ્રી વ્યૂ ધરાવે છે અને તેનો એક ઇનફીનીટ પૂલ પણ છે. માલ્યાના આ ઘરને તમે પેન્ટહાઉસ ભાગ્યે જ કહી શકો કારણ કે તે એક વીલા જેવું લાગે છે, તે સુંદર ગાર્ડનથી ઘેરાયેલું છે. અને આ ઘરની એક નહીં પણ બે પ્રાઇવેટ લીફ્ટ છે, જે સીધી જ ક્યાંય રોકાયા વગર માલિયાના પેન્ટહાઉસમાં લઈ જાય છે.

મન્નત – શાહ રુખ ખાન

image source

મન્નત તેના માલિકના કારણે લોકોમાં ઘણું પોપ્યુલર છે. અને તેનો માલિક છે શાહ રુખ ખાન. ઘણા બધા લોકો આ ઘર આગળથી પસાર થાય ત્યારે એક સેલ્ફી લેવાનું તો ચોક્કસ યાદ રાખે છે. જો કે ઘણા બધા લોકોને તેની અંદરનો નજારો ક્યારેય જોવા નથી મળ્યો. શાહરુખના આ બંગલાની કીંમત 200 કરોડ આંકવામાં આવે છે. શાહરુખના આ બંગલામાંથી અરેબિયન સિનું સુંદર દ્રશ્ય પણ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ