જાણી લો નીતા અંબાણી તેમના બાળકોને બાળપણમાં કેટલી પોકેટ મની આપતા હતા..

બાળપણમાં ઇશા – આકાશ – અનંતને મળતી હતી આટલી પૉકેટ મની – નીતા અંબાણીએ કર્યો ખુલાસો

image source

આપણે માતાપિતા તરફથી શાળામાં વાપરવા મળતી પૉકેટ મનીની વાત કરીએ તો બધાની સ્ટોરી અલગ અલગ હોય છે કેટલાકની ઘણી રસપ્રદ પણ હોય છે. કેટલાક પોતાની પૉકેટ મનીથી દોસ્તોને પાર્ટી કરાવતા હોય છે તો કેટલાક પોતાની પૉકેટ મની બચાવીને તેને ભેગી કરીને પોતાનું ગમતું રમકડું કે ગેમ લાવતા હોય છે.

કોઈને પાંચ રૂપિયાની તો કોઈને પચ્ચાસ રૂપિયાની પૉકેટ મની પણ મળતી હોય છે. પણ વાત જ્યારે અંબાણી કુટુંબના બાળકોના પૉકેટ મનીની આવે ત્યારે આપણને સીધો એજ વિચાર આવે કે તેમને વળી પૉકેટ મનીની શી જરૂર તેમને જે માંગે તે મળી જતું હશે. પણ તમને જણાવી દઈએ કે નિતા અંબાણીએ પોતાના બાળકોનો ઉછેર પણ સામાન્ય ભારતીય બાળકોની જેમ જ કર્યો છે.

image source

શું તમને અંદાજો છે કે ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બાળપણમાં કેટલી પૉકેટ મની મળતી હશે ? તો તમને જણાવી દઈ કે આ વાત નીતા અંબાણીએ જ એક ઇન્ટર્વ્યૂમાં જણાવી હતી.

કેટલી હતી તેમની પૉકેટ મની?

નીતા અંબાણીએ પોતે જ એક ઇન્ટર્વ્યૂમાં પોતે પોતાના બાળકોને કેટલા રૂપિયા પૉકેટ મની પેટે આપતા હતા તે જણાવ્યું હતું. તેણીએ તે વખેત જણાવ્યું હતું કે તે ઇશા, આકાશ અને અનંતને દીવસના માત્ર પાચ રૂપિયા જ પૉકેટ મની પેટે આપતા હતા. આ વિષે નીતા અંબાણી આગળ જણાવે છે કે, આમ કરવા પાછળ પણ એક કારણ હતું. કારણ કે તેણી ઇચ્છતી હતી કે તેના બાળકો એક નોર્મલ જીવન જીવે અને બાળપણથી જ તેમને પૈસાનું મહત્ત્વ સમજાય. પછી ભલે તે દેશના ધનાડ્ય પરિવારમાંથી જ કેમ ન હોય, તેમને પૈસાનું મહત્ત્વ તો સમજાવું જ જોઈએ.

image source

પણ આ વાતનો અસંતોષ લઈને એક દિવસ નીતા અંબાણીનો સૌથી નાનો દીકરો એટલે કે અનંત અંબાણી તેમની પાસે પહોંચી ગયો. કે મમ્મી હવે આજથી મને 10 રૂપિયા આપવાનું શરૂ કરો કારણ કે શાળામાં બધા મને ચીડવે છે કે અંબાણી છે કે ભિખારી ! આના જવાબમાં મુકેશ અને નીતા અંબાણી પાસે કોઈ જ જવાબ નહોતો અને છેવટે તેમણે પોતાના સંતાનોની પૉકેટ મની વધારવી જ પડી.

image source

થોડા સમય પહેલાં ઇશા અંબાણી અને આકાશ અંબાણીની એક નાનપણની તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. જેમાં ઇશા અને આકાશ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ખોળામાં બેઠેલા જોઈ શકાય છે. તમને જણાવી દઈ કે આકાશ અને ઇશા બન્ને આઈવીએફ દ્વારા જન્મેલા જોડિયા ભાઈ બહેન છે. તેમનો જન્મ 1991માં થયો હતો. અને ત્યાર બાદ અનંત અંબાણીનો જન્મ નોર્મલ રીતે થયો હતો.

અંબાણી કુટુંબ એક સંયુક્ત કુટુંબ

image source

તમે સુરજ બરજાતિયાની હમ સાથ સાથ હૈ ફિલ્મ ચોક્કસ જોઈ હશે. જ્યારે આપણે આવું કોઈ કુટુંબ પરદા પર જોઈએ ત્યારે આપણને તે સ્વપ્ન જેવું લાગે પણ અંબાણી કુટુંબ પણ આ પ્રકારનું જ એક કુટુંબ છે. આજે ભલે ધીરુભાઈ અંબાણી હયાત ન હોય પણ તેમણે પોતાનું કુટુંબ હંમેશા બાંધીને રાખ્યું છે. તેમને પોતાના દરેક દોહીત્ર-દોહીત્રી પર ભારે સ્નેહ હતો. પણ આ બધામાં સૌથી વધારે સ્નેહ તેમને તેમની એક માત્ર દોહીત્રી ઇશા અંબાણી માટે હતો.

દાદાની લાડલી હતી ઇશા અંબાણી

image source

આ વાત વિષે ઇશાના દાદી અને ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેને જ ઇશાની સગાઈ દરમિયાન ખુલાસો કર્યો હતો. તેમણે તે વખતે જણાવ્યું હતું કે જ્યાં સુધી ધીરુભાઈ અંબાણી સવારે ઉઠીને સીધો જ ઇશાનો ચહેરો ન જુઓ ત્યાં સુધી તેમનો દીવસ શરૂ નહોતો થતો. ધીરુભાઈ અંબાણી ક્યારેય ઇશાને જોયા વગર ચા નહોતા પીતા કારણ કે ઇશા અમારા બન્નેની હંમેશથી લાડકી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

કોકીલાબેન પોતાની લાડકી દોહીત્રી ઇશા પર ખૂબ પ્રેમ વરસતાવતા હોય તેવો એક વિડિયો પણ થોડા સમય પહેલાં સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ