આ દાદા ભલે રસ્તા પર 50 પૈસાની ગોળી વેંચતા હોય, પણ જીવ એટલો ઉદાર છે કે ના પૂછો વાત

સંતરાની ગોળી વેચતા આ દાદા નાનપણમાં તેમની પાસેથી ગોળી ખરીદનાર દીકરીને લગ્નમાં આપે છે સાડીની ભેટ

image source

આ દાદા ભલે રસ્તા પર 50 પૈસાની ગોળી વેચતા હોય પણ દરિયા દીલી કોઈ બાદશાહને પણ શરમાવે તેવી છે

આજે ઘણા લોકો પોતાની શક્તિ પ્રમાણે નાનુ-મોટું દાન કરતા જ હોય છે, તે પછી અનાથ આશ્રમમાં કરતા હોય, હોસ્પિટલમાં કરતા હોય કે મંદીરોમાં કરતા હોય. પણ ઘણીવાર આપણે જોતા હોઈએ છે કે કેટલાક લોકો પોતાની આવકની સરખામણીમાં ક્યાંક ઓછું દાન કરતા હોય છે અથવા તો જરા પણ નથી કરતાં, અને કોઈનું મન એટલું વિશાળ હોય છે કે તેઓ પરોપકારી બની જાય છે, જાણે બીજા માટે જ જીવતા હોય છે તેમ પોતાની કમાણીની મોટાભાગની રકમ દાનમાં આપી દેતા હોય છે.

image source

આજની આપણી વાત પણ એક એવા જ દરિયાદીલ દાનવીરની છે. તેઓ નથી તો કોઈ મોટા વેપારી કે નથી તો કોઈ માટો ઉદ્યોગપતિ, તેઓ વર્ષોથી નારંગીની ગોળીઓ વેચવાનો વ્યવસાય ફુટપાથ પર બેસીને કરે છે. હા, એ જ નારંગીની ગોળી કે જેને મોઢામાં નાખતાં જ આપણને આપણું બાળપણ, આપણા શાળાના દિવસો અને દોસ્તાર – બહેનપણીઓ યાદ આવી જતા હોય છે.

image source

એ જ નારંગીની ગોળીઓ કે જેનો આકાર પણ સંતરાની પેશીઓ જેવો હોય છે તેનું જ નાનકડું વેચાણ આ કાકા વર્ષોથી કરે છે. તેમનું નામ છે મૂળચંદ્ર સોની. તેમની ઉંમર અત્યારે 91 વર્ષની થઈ ગઈ છે. તે મધ્ય પ્રદેશના જાણીતા શહેર ગ્વાલિયરમાં રહે છે. તેમણે દાયકાઓ પહેલાં નારંગીની ગોળીઓ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. આજે પણ લોકોને આ ગોળી ચટકારા લેતી કરી મૂકે છે.

image source

મૂળચંદ્ર સોની નામના આ દાદા નાનપણમાં પોતાની પાસેથી ગોળી ખરીદનાર કન્યાઓના લગ્નમાં અચૂક હાજરી આપે છે અને માત્ર હાજરી જ નથી આપતા પણ તેમને લગ્નની ભેટરૂપે એક સાડી પણ ખરીદીને આપે છે. તેઓ ગ્વાલીયરના બાલાબાઈ માર્કેટમાં રહે છે. તેઓ એક અત્યંત સાદું જીવન જીવે છે અને પોતાની કમાણીમાંનો મોટો ભાગ તેઓ પોતાના આ ઉમદા કામમાં વાપરે છે. તેમણે ભલે મોટા વેપારીઓની જેમ લાખો રૂપિયા ન કમાવ્યા હોય પણ તેમણે ખૂબ પ્રેમ વહેંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ