જોઇ લો વિશ્વના 4 ખતરનાક બ્રિજની તસવીરો..

તમે વિશ્વના અજબ અજબ રસ્તાઓ, અજબ ગજબ જગ્યાઓ, અજબ ગજબ જીવો વિશે તો સાંભળ્યું હશે પણ જો તમે વિશ્વના અજબ ગજબ અને ખતરનાક બ્રિજ વિશે જાણવા ઉત્સુક હોય તો અહીં પ્રકાશિત થયેલી માહિતી તમને જરૂર ગમશે.

image source

વિશ્વમાં એવા અનેક બ્રિજ આવેલા છે જે પોતાની ખાસ વિશેષતા ધરાવે છે. કોઈ બ્રિજની ઊંચાઈને કારણે, કોઈ બ્રિજ આસપાસના વિસ્તારને કારણે તો વળી કોઈ બ્રિજ પોતાની અલગ જ બનાવટને કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આવા જ અમુક સામાન્યથી જરા હટ કે બ્રિજ વિશે અમે આપને પ્રસ્તુત લેખમાં જણાવીશું જે જેન્તીલાલ ડોટ કોમના માનવંત જિજ્ઞાસુ વાંચકો માટે અચૂક રસપ્રદ રહેશે.

ઝાંગજીયાજી બ્રિજ, ચીન

image source

દુનિયાના સૌથી ખતરનાક બ્રિજની વાત આવે તો ચીનના ઝાંગજીયાજી પ્રાંતમાં આવેલા બ્રિજનું નામ સૌપ્રથમ આવે. ઊંચા ઊંચા પહાડોવાળા વિસ્તાર વચ્ચે બનાવાયેલા આ બ્રિજની ખાસિયત એ છે કે તેને પારદર્શક કાંચ વડે બનાવવામાં આવ્યો છે.

image source

આ બ્રિજ પર પગપાળા ચાલનારા લોકોને પોતાના પગ નીચે જ 300 મીટર ઊંડી ખાઈ સ્પષ્ટ દેખાય છે જેને જોતા ભલભલા બહાદુરો આગળ ચાલવાનું સાહસ નથી કરી શકતા. આ બ્રિજની લંબાઈ લગભગ 100 મીટર છે.

એશિમા ઓહાશી બ્રિજ

image source

જાપાનમાં આવેલા બે મુખ્ય શહેરો મૈત્સ્યુ અને કાસાઈમેનિટોને જોડતા એશિમા ઓહાશી બ્રિજ જાપાનનો સૌથી ખતરનાક બ્રિજ હોવાની સાથે સાથે તેનો સમાવેશ વિશ્વના સૌથી ખતરનાક બ્રિજમાં પણ કરવામાં આવે છે. એશિમા ઓહાશી બ્રિજ વિશે એવું કહેવાય છે કે આ બ્રિજ પર પસાર થતા વાહનો જો બ્રેક લગાવી દે તો દુર્ઘટના ઘટવી એ સ્પષ્ટ ભવિષ્ય છે.

મિલાઉ વિયાડક્ટ બ્રિજ, ફ્રાન્સ

image source

ફ્રાન્સમાં બનેલા આ મિલાઉ વિયાડક્ટ બ્રિજ વિશે તો તમે કદાચ જાણતા જ હશો. આ બ્રિજની ગણના વિશ્વના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા બ્રિજ પૈકી બીજા ક્રમના બ્રિજ તરીકે કરવામાં આવે છે. જમીનની સપાટીથી 270 મીટરની ઊંચાઈએ બનેલા આ બ્રિજને જોતા આખો બ્રિજ હવામાં ઝૂલતો હોય તેવી પ્રતીતિ થાય છે.

રોયલ જ્યોર્જ સસ્પેન્સન બ્રિજ, કોલોરાડો

image source

અમેરિકાના કોલોરાડોમાં સ્થિત રોયલ જ્યોર્જ સસ્પેન્સન બ્રિજ અમેરિકાનો સૌથી ઊંચો સસ્પેન્સન બ્રિજ કહેવાય છે. આ બ્રિજની ઊંચાઈ જમીનથી 1053 ફૂટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ