આ છે દુનિયાના અજબ – ગજબ જીવ, જોઈને તમને પણ થશે આશ્ચર્ય

પૃથ્વી ઉપર ફક્ત માણસની જ નહીં પરંતુ એ સિવાય પણ એવા અનેક જીવો રહે છે.

image source

જે પૈકી અનેક જીવોને આપણે ઓળખીએ છીએ જેમાં કેટલાક જંગલી પશુ પ્રાણીઓ તથા કેટલાક પાલતુ પશુ પંખીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ એ સિવાય કેટલાક જીવો એવા પણ છે જે આપણા પરિચયમાં હજુ સુધી નથી આવ્યા.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણી અજબ ગજબ જીવો વિશે જાણીશું.

નેકેડ મોલ રેટ

image source

નેકેડ મોલ રેટ નામનું આ જીવ પૂર્વીય આફ્રિકામાં જોવા મળે છે. દેખાવમાં આ જીવ સામાન્ય ઉંદર જેવું જ જણાય છે પણ તેની ત્વચા સામાન્ય ઉંદર કરતા બિલકુલ અલગ હોય છે. જો તમે તેને ધ્યાનથી જોશો તો એવું જણાશે કે તેના શરીરની ચામડી છે જ નહીં. આ નેકેડ રેટની બીજી ખાસિયત એ પણ છે કે તેના શરીર પર કોઈ વાળ નથી હોતા અને ત્વચા ઢીલી અને લચી પડેલી હોય છે.

સેગા એન્ટીલોપ

image source

સેગા એન્ટીલોપ નામનું આ પ્રાણી પ્રથમ દ્રષ્ટિએ આપણે ત્યાં જોવા મળતા સામાન્ય હરણ જેવું જ દેખાય છે પરંતુ વાસ્તવમાં તે હરણ નથી. રશિયા અને કઝાકિસ્તાન દેશમાં જોવા મળતા આ પ્રાણીને પોતાનું લાબું નાક તેને સૌથી અલગ પ્રાણી બનાવે છે.

પિંક ફેયરી આર્માડીલો

image source

પિંક ફેયરી આર્માડીલો નામનું આ જીવ પણ નેકેડ મોલ રેટની જેમ ઉંદર જેવો જ દેખાવ ધરાવે છે. તેના શરીરના બાહ્ય ભાગને જોતા એવું લાગે કે જાણે તેના શરીર ઉપર કોઈ અન્ય ત્વચા ચડાવેલી ન હોય. એ સિવાય આ જીવ સસલાની જેમ માટી ખોદી નાખવામાં પણ ઉસ્તાદ છે.તે એટલી ઝડપથી અને એ રીતે માટી ખોદે છે જાણે પાણીમાં તરતું હોય.

લેમ્પ્રે માછલી

image source

આર્કટિક મહાસાગરમાં જોવા મળતું લેમ્પ્રે નામક આ જીવ આમ તો સમુદ્રની માછલી જ કહેવાય છે પણ તેનો દેખાવ એવો હોય છે કે ભલભલા લોકો વિસામણમાં મુકાઈ જાય કે આ પૃથ્વી પરનું જ જીવ છે કે અન્ય કોઈ ગ્રહનું.

image source

આ લેમ્પ્રે માછલી વિશે એવું કહેવાય છે કે તેના દાંત ધારદાર અને જીભ લાંબી હોય છે અને તેના જડબામાં એક વખત શિકાર આવી જાય ત્યારબાદ તેનું છૂંટવું લગભગ અસંભવ છે. આ લેમ્પ્રે માછલીની અન્ય એક ખાસિયત એ છે કે તે પોતાના શિકારને તરત ખાઈ જતી નથી પણ તેને પોતાના દાંત વડે કેટલાય દિવસો સુધી દબાવી રાખે છે ત્યાં સુધી કે તેનું મૃત્યુ થઈ જાય.

સ્ટાર નોજ મોલ

image source

સ્ટાર નોજ મોલ નામના આ જીવનાં મોં પર વિચિત્ર પ્રકારનું નાક હોય છે જેનો આકાર સ્ટાર એટલે કે તારા જેવો હોય છે અને આ કારણે જ તેને સ્ટાર નોજ મોલ નામથી ઓળખવામાં આવે છે. એ સિવાયની ખાસિયત એ કે તેનું નાક આ જીવને ઓછા ઓક્સિજન વાળા વાતાવરણમાં પણ જીવિત રહેવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં ખોરાક શોધવામાં પણ તેનું આ નાક મહત્વનો ભાગ ભજવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ