અમેરિકાના આ ચમત્કારિક પુરુષ સાથે ઘટી હતી એક એવી ઘટના જે આજે પણ છે રહસ્ય

માણસના જીવન સાથે ચમત્કાર પહેલાથી જ જોડાયેલો શબ્દ છે. અને ચમત્કાર કુદરત થકી જ હોય છે એ પણ આપણે સૌ જાણીએ છીએ.

image source

ઇતિહાસમાં એક માણસ એવો પણ નોંધાયેલો છે જેને કુદરતે ચમત્કારિક શક્તિઓ આપી હોવાનું મનાય છે. આ ઘટના અમેરિકામાં આજથી 143 વર્ષ પહેલાની છે અને તે વ્યક્તિ વિષે સંશોધન કરવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ ગયા હતા.

18 માર્ચ 1877 માં અમેરિકાના કેન્ટુકી શહેરમાં એ શહેરમાં જન્મેલા એડગર કાયસે નામના વ્યક્તિની આ વાત છે. એડગર જયારે 25 વર્ષના હતા ત્યારે તેની સાથે એક અજબ ગજબ અને રહસ્યમયી કહી શકાય તેવી ઘટના ઘટી હતી. અસલમાં તેઓ પડી જવાથી કોમામાં ચાલ્યા ગયા હતા તથા ડોક્ટરોના અનેક પ્રયત્નો છતાં તેને કોમમાંથી બહાર ન લાવી શકાયા.

image source

પરંતુ અચાનક જ એક દિવસે તે બોલવા લાગ્યા. નવાઈની વાત તો એ હતી કે જયારે તે બોલી રહ્યા હતા ત્યારે પણ તેઓ કોમાની સ્થિતિમાં જ હતા. જયારે કોમા એક એવી સ્થિતિ છે જેમાં રહેનાર વ્યક્તિ હલન-ચલણ કે બોલચાલ નથી કરી શકતો અને તે એક જીવિત લાશની જેમ જ રહે છે.

image source

આશ્ચર્યજનક રીતે એડગરએ કોમાની સ્થિતિમાં જ ડોક્ટરોને કહ્યું હતું કે, ઝાડ પરથી પડી જવાના કારણે તેના હાડકાઓ અને મગજમાં ગંભીર ઘા લાગ્યો છે અને જો બે દિવસમાં તેનો ઈલાજ નહિ થઇ શકે તો તેનું મૃત્યુ થઇ જશે. એટલું જ નહિ તેણે ડોક્ટરોને અમુક જડી-બુટ્ટીના નામ પણ આપ્યા અને કહ્યું કે જો તેઓ આ જડી-બુટ્ટી લઇ આવે અને બે દિવસની અંદર ઇન્જેક્શન દ્વારા તેનો રસ શરીરમાં નાખી આપે તો તે જીવી જશે. આટલું કહ્યા બાદ એડગર ફરી કોમાની એ સ્થિતિમાં ચાલ્યા ગયા જેમાં તે પહેલા હતા.

image source

એડગરનું આ રીતે કોમાની સ્થિતિ વચ્ચે આ રીતે બોલવું ડોકટરો માટે એક ચમત્કાર જ હતો. પરંતુ એથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે એડગર પોતે ડોક્ટર ન હોવા છતાં તેણે વિજ્ઞાન જગતની જડી-બુટ્ટીનું જ્ઞાન કેવી રીતે થયું જે તેને ઠીક કરી શકે તેમ હતી.

image source

પરંતુ અસલી ચમત્કાર તો હવે થવાનો હતો. એડગરની વાત માની ડોકટરોએ એ જડી-બુટ્ટી શોધી અને બે દિવસની અંદર જ તેનો રસ ઇન્જેક્શન દ્વારા એડગરના શરીરમાં નાખી આપ્યો. અને ચમત્કારિક રીતે જે રીતે એડગરએ કહ્યું હતું એવું જ થયું અને તે ફરીથી કોમાની સ્થિતિમાંથી બહાર આવી ગયા અને સામાન્ય થઇ ગયા.

આ ઘટનાએ એડગરના જીવનને સંપૂર્ણ બદલી નાખ્યું. તેના વિષે એવું કહેવાતું કે તેઓ જયારે પોતાની આંખો બંધ કરતા ત્યારે કોઈ રોગના ઈલાજ વિષે જ વિચારતા અને તેને જે – તે રોગનો ઈલાજ પણ મળી જતો. અને આ રીતે તેઓએ લગભગ 30000 લોકોના જીવ બચાવ્યા હતા.

image source

એડગર કાયસેને ઇતિહાસમાં ” ચમત્કારિક પુરુષ ” તરીકે ઓળખવામાં આવે છે. અને તેના પર અનેક પુસ્તકો પણ લખાઈ ચુક્યા છે. 3 જાન્યુઆરી 1945 માં વર્જિનિયા ખાતે 67 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થઇ ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ