કોસોવો દેશ વિશેની આ રસપ્રદ માહિતી જાણીને તમને પણ લાગશે નવાઇ, ખરેખર છે જાણવા જેવી

કોસોવો બાલ્કન ક્ષેત્રમાં સ્થિત અને વૈશ્વિક સ્તરે ઓછો જાણીતો દેશ છે. આમ તો આ દેશ પોતે સ્વઘોષિત પ્રજાતંત્ર દેશ કહેવાય છે અને તેને દુનિયાના અન્ય 100 થી વધુ દેશોની માન્યતા પણ પ્રાપ્ત છે. આ દેશોમાં અમેરિકાથી માંડીને બ્રિટન અને યુરોપ પણ શામેલ છે.

image source

પરંતુ નવાઈની વાત એ છે કે અમુક દેશો એવા પણ છે જેણે કોસોવો દેશને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા નથી આપી અને આ દેશોમાં સર્બિયા, રશિયા, ચીન, સ્પેન, ગ્રીસ અને બોસ્નિયા જેવા દેશો શામેલ છે. આ દેશની માન્યતાનો કેસ હેગ ખાતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. અને કોર્ટે કોસોવોના પક્ષમાં નિર્ણય આપતા જણાવ્યું હતું કે કોસોવો દેશની સર્બિયાથી આઝાદી મેળવવાની જાહેરાત આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન નથી.

image source

કોસોવો વિષે જાણવા જેવી એક બાબત એ પણ છે કે આ દેશ ચારેબાજુએથી લેન્ડલોક દેશ છે. એટલે કે આ દેશની ચારે દિશાએ ભૂમિ છે અને તેની કોઈ સરહદ દરિયાઈ સીમાને સ્પર્શતી નથી. કોસોવોના ઉત્તર પૂર્વમાં સર્બિયા દેશ છે જેમાંથી અલગ થઈને તે એક સ્વતંત્ર દેશ બન્યો હતો. એક સમય એવો પણ હતો જયારે કોસોવો સર્બિયાઈ સામ્રાજ્યનું કેન્દ્ર હતું. પર્નાતું વર્ષ 1398 માં ઓટોમૈન દ્વારા હાર મળવાથી સર્બિયાએ આ વિસ્તાર ગુમાવવો પડ્યો. જો કે 20 મી સદીમાં સર્બિયાએ ફરી કોસોવો પર કબ્જો કરી લીધો હતો.

image source

10887 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા કોસોવો સમગ્ર બાલ્કન વિસ્તારમાં આવેલા તમામ દેશોમાં સૌથી નાના આકારનો દેશ છે અને ત્યારબાદ અનુક્રમે જમૈકા અને લેબનોન દેશનો નંબર આવે છે. આ દેશની મોટાભાગની વસ્તી મુસ્લિમોની છે અને તેની આર્થિક પરીસ્તીથી પણ નબળી છે.

image source

વળી, કોસોવોનો લગભગ 40 ટકા વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે અને આ જંગલોમાં મોટેભાગે ઓક અને ચીડના વૃક્ષો આવેલા છે. ઓક એક એવું વૃક્ષ છે જેને બાંજ તથા બલુત અથવા શાહબલુત નામથી પણ ઓળખવામાં આવે છે અને તેનો વિકાસ પણ ધીમે ધીમે થાય છે પરંતુ આયુષ્ય 200 – 300 વર્ષનું માનવામાં આવે છે. જયારે ચીડ એક એવું વૃક્ષ છે જે જમીનમાં સીધા ઉગે છે અને તેની લંબાઈ 3 મીટરથી 80 મીટર સુધી હોઈ શકે છે. દુનિયાભરમાં ચીડ વૃક્ષોની 100 થી વધુ જાતો જોવા મળે છે.

image source

કોસોવો દેશની એક વાત એ પણ છે કે જેમ આપણે કોઈ અન્ય દેશમાં જઈને ત્યાંનું નાગરિકત્વ મેળવી શકીએ તે કોસોવોમાં શક્ય નથી. જો તમે આ દેશના નાગરિક નથી તો તમારા બાળકને પણ આ દેશનો નાગરિક માનવામા નથી આવતો. અહીં જન્મ લેતા બાળકોને ત્યારે જ કોસોવોના નાગરિક માનવામાં આવે છે જયારે તેના માતાપિતામાંથી કોઈ એક કોસોવોનો નાગરિક હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ