આ દીકરી દોડાવશે રેલવે ટ્રેક પર ટ્રેન, તમે પણ ભણાવો તમારી દીકરીઓને, અને બનાવો પગભર

કિરણ બાલા ટ્રેન ડ્રાઈવર

image source

મહિલાઓના સમ્માન અને સમાજમાં તેમના યોગદાન માટે દર વર્ષે ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન (international womens day ૨૦૨૦)મનાવવામાં આવે છે. મહિલાઓ આજે એ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી લીધી છે જ્યાં પુરુષોનો દબદબો કાયમથી હતો. મહિલાઓની હિમત અને જુનુન જ છે કે તે આજે લોખંડના પાટા પર રેલગાડી પણ દોડાવી શકે છે.

આવી જ એક છોકરીએ ભારતીય રેલ્વેમાં આસીસ્ટન્ટ લોકો પાયલટ બનીને ઈતિહાસ રચી દીધો છે. પાલમપુરમાં એક રીટાયર ડ્રાઈવરની દીકરી જલ્દી જ લોકો પાયલટ બનીને રેલ્વે ટ્રેક પર ટ્રેન દોડાવતી જોવા મળશે. ઊંચા ઈરાદાઓથી ટ્રેન ચાલક બનેલ આ છોકરીનું નામ કિરણ બાલા છે. આ મહિલા દિવસ ૨૦૨૦ના નિમિતે અમે આપને કિરણના સંઘર્ષની સફર વિષે જણાવીશું.

image source

સપનાઓને પગમાં જૂતા નથી પહેરાવી શકાતા. તે ઉઘાડા જ સારા હોય છે. કેમકે તે પોતાના હોય છે. એમાં કોઈ બનાવટ નથી હોતી. સાદગી હોય છે અને શીખ હોય છે.

હિમાચલ પ્રદેશના પાલમપુરની રહેનાર કિરણ બાલાએ જણાવી દીધું કે સપના કેટલા ખાસ હોય છે. તે પ્રદેશની પહેલી એવી છોકરી છે જે જલ્દી જ રેલગાડી દોડવાની છે. પિતા વ્યવસાયથી ડ્રાઈવર છે પરંતુ દીકરી કેટલાક ડગલા નીકળી ગઈ. રેલ્વેમાં કિરણની પોસ્ટીંગ આસિસ્ટન્ટ લોકો પાયલટના પદ પર નિયુક્તિ થઈ. કિરણ અત્યારે કાનપુર સ્થિત રેલ્વે ડીવીઝનમાં ટ્રેનીગ લઈ રહી છે.

image source

કિરણ બાલાની આ ઉપલબ્ધી પછી ગામ મસેરનામાં ખુશીની લહેર દોડી ગઈ. કિરણની આ ઉપલબ્ધી પર તેમના પિતા ખુશીથી ગદગદ થઈ ગયા. મહિલા દિવસ પર કિરણની આ સફરની વાત અચાનક સામે આવી છે. તે રેલગાડી ચલાવતા શીખી રહી છે. સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ છવાઈ રહી છે. બધા લોકો મહિલા પાયલટને દિલથી સલામ કરી રહ્યા છે.

ધ્યાન આપવા જેવી વાત છે કે કિરણ બાલાના પિતા રાજેન્દ્ર કુમાર પણ સરકારી વિભાગ માંથી ચાલક પદ પરથી રીટાયર થયા છે. કાનપુરમાં ચાલી રહેલ કિરણનું પ્રશિક્ષણ ૨૪ માર્ચ સુધીમાં પૂરું થઈ જશે. પ્રશિક્ષણ પૂરું કર્યા પછી કિરણ પ્રદેશની એવી પહેલી મહિલા ALP થશે, જે પૂર્ણ રીતે ટ્રેન ડ્રાઈવરના રૂપમાં પોતાની સેવાઓ આપશે.

image source

પિતા રાજેન્દ્ર કુમાર મુજબ, કિરણ નાનપણથી જ હોશિયાર રહી છે અને તે પોતાના ભવિષ્યમાં કઈક મોટું કરવા ઈચ્છતી હતી. ધ્યાન આપવા જેવું છે કે રેલ્વેમાં હવે મહિલા લોકો પાયલટની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, આ સાથે જ આ પદ માટે મોટી સંખ્યામાં છોકરીઓ આવેદન પણ કરી રહી છે.

કિરણના પિતા રાજેન્દ્ર કુમાર કહે છે કે, દીકરીએ પહેલા ડીપ્લોમા કર્યું પછી પંજાબ જઈને બી.ટેક કરીને પાછી ફરી. ઘરની પરિસ્થિતિ યોગ્ય ના હતી પરંતુ તેને મેં હંમેશા પ્રેરિત જ કરી છે. ત્યાર બાદ કિરણએ રેલ્વેની નોકરી માટે ફોર્મ ભર્યું. સિલેકશન થયું. ઇન્ટરવ્યુ પણ ક્લીઅર થયું.

image source

આપને જણાવીએ કે, પહાડોમાં ડ્રાઈવિંગને એક ખતરનાક વ્યવસાય માનવામાં આવે છે. આપને થઈ શકે છે કે, અહીની વાદિયો લલચાવતી હશે, પરંતુ ગાડી ચલાવનાર ડ્રાઈવરને પૂછો ખતરો પગલે પગલે છે અહિયાં. પણ કિરણ બાલાએ પાયલટ જ બનવાનું નક્કી કર્યું. કિરણ બાલાનું સિલેકશન હિમાચલની પહેલી આસિસ્ટન્ટ લોકો પાયલટ તરીકે થઈ એટલે કે કિરણ પ્રદેશની પહેલી એવી છોકરી છે જે રેલગાડી દોડવાની છે. કોઇપણ હાલમાં કિરણની ટ્રેનીંગ ૨૫ માર્ચના રોજ પૂરી થઈ જશે. ત્યાર બાદ કિરણ પાટા પર ટ્રેન દોડાવશે. દેશની આ હિમતવાન દીકરીને લોકો સલામ કરી રહ્યા છે.

image source

કિરણ બાલાને પુન્નર પંચાયત પ્રધાન શમા દેવી, ઉપપ્રધાન સીમા, વોર્ડ સભ્ય સુરેશ કુમાર, યશવંત, સ્વર્ણા દેવી, ગામવાસી વિનોદ, અજય, અમરજીત, બલવીર વગેરે કિરણ બાલાને શુભકામનાઓ આપી છે. કિરણના પિતા રાજેન્દ્ર કુમારનું કહેવું છે કે, તેમની છોકરી શરુઆતથી જ ભણવામાં હોશિયાર હતી અને તે કઈક સારું કરવાની ઈચ્છા રાખતી હતી. કિરણ પોતાની આ મહેનતનો શ્રેય ગુરુજનોને અને પરિવારના લોકોને આપી રહી છે.

અહિયાં સુધી કે ગામમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે. ગામના લોકો પોતાના દીકરા-દીકરીઓને કિરણનું ઉદાહરણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ