નેહા કક્કડે ખરીદ્યો મોટો બંગલો, અંદરની લેટેસ્ટ તસવીરો જોઇ લો તમે પણ એક ક્લિકે

નેહા કક્કડ

image source

નેહા કક્કડ, જેનો અવાજ સાંભળીને લોકો નાચવા માટે મજબુર થઈ જાય છે. એ જ નેહા કક્કડની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના લીધે લોકોને ખુબ ઈમોશનલ કરી દીધા છે. નેહા કક્કડ (Neha Kakkar)એ પોતાના ખુબસુરત બંગલાના ફોટોઝ ફેંસની વચ્ચે શેર કરી છે.

આ સાથે સાથે નેહા કક્કડએ પોતાના જુના ઘરની ફોટો પણ શેર કરી છે. નેહા કક્કડે પોતાના જીવન સંઘર્ષની એક એવી હકીકત થી ફેંસને રૂબરૂ કરાવ્યા છે જેના વિષે કદાચ જ કોઈને ખબર નહી હોય મહિલા દિવસના અવસર પર આ પોસ્ટ વધારે પ્રાસંગિક બની ગઈ છે.

image source

બોલીવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કડ(Neha Kakkar)હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. નેહાએ એક એવી જાણકારી આપી છે કે જેના પછી તે ફરીથી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ખરેખરમાં, નેહા કક્કડ(Neha Kakkar)એ ઋષિકેશમાં એક ખુબ જ શાનદાર બંગલો ખરીદ્યો છે, જેના ફોટોઝ નેહાએ પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

ઋષિકેશ બંગલાની ખુબસુરત ફોટોઝ શેર કરવાની સાથે સાથે તેમણે એક પ્રેરણાદાયી સ્ટોરી પણ જણાવી છે. નેહા કક્કડના બંગલોની ફોટોઝને અત્યાર સુધી ૧૭ લાખથી વધારે વાર જોવાઈ ગયા છે.

image source

ઋષિકેશમાં જન્મેલ અને ભણી-ગણીને નેહા આજે પોતાની મહેનતના દમ પર જે બુલંદી પણ છે. પરંતુ, નેહા અને તેના પરિવારે આ શહેરમાં મુશ્કેલીના દિવસો પણ જોયા છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના જુના ઘરની ફોટો શેર કરી છે. ઘરની આગળ નેહાને ઉભેલી જોઈ શકાય છે. આ સાથે જ નેહાએ બીજા ફોટોમાં પોતાના ગંગાનગર હનુમંતપૂરમ સ્થિત નવા બંગલાની ફોટો શેર કરી છે. આ બંગલામાં લગભગ એક વર્ષ પહેલા નેહા કક્કડે ગૃહ પ્રવેશ કર્યો હતો. ત્યારે રાજ્યપાલ બેબી રાની મૌર્ય પણ નેહા કક્કડને શુભકામનાઓ આપવા પહોચી હતી.

સફળતાના શિખર પર પહોચ્યા પછી મોટાભાગે સેલેબ્રીટી પોતાના ભૂતકાળને યાદ નથી કરતા. પરંતુ નેહા કક્કડે પોતાના ભૂતકાળને સુંદર શબ્દો વર્ણવીને લોકો સુધી પોતાની વાત પહોચાડી છે.

image source

નેહા કક્કડ (Neha Kakkar)પોતાના બંગલાની ફોટોઝ શેર કરવાની સાથે જુના ઘરની ફોટોઝ પણ શેર કરી છે. નેહા કક્કડ ફોટોઝ શેર કરવાની સાથે કેપ્શન લખે છે કે, “આ બંગલો અમે ઋષિકેશમાં ખરીદ્યો છે અને તેની આગળ મારા જુના ઘરની ફોટો છે, જ્યાં મારો જન્મ થયો અને અમારો આખો પરિવાર એક રૂમમાં રહેતા હતા. આ રૂમમાં મમ્મીએ એક ટેબલ રાખ્યું હતું, જે અમારું કિચન હતું અને આ રૂમ પણ અમારો નાહતો, ઉપરાંત ભાડાનો હતો. હવે એ જ શહેરમાં પોતાનો બંગલો જોવું છું તો ઈમોશનલ થઈ જવ છું.” નેહા કક્કડએ આ રીતે પોતાની પ્રેરણાદાયી સ્ટોરી ફેંસ સાથે શેર કરી છે.

image source

નેહા કક્કડની આ પોસ્ટ જોઇને કેટલાક લોકોએ કમેન્ટમાં લખ્યું છે કે, ‘મહેનત રંગ લાવી છે.’ જયારે નેહાના ભાઈ ટોની કક્ક્ડ કહે છે કે ‘રુલા દિયા.’

જસ્સી ગીલ લખે છે કે, ‘પ્રાઉડ ઓફ યુ.’ , તો કોઈ મહેનતનું ફળ કહી રહ્યા છે.

image source

નેહા કક્કડે સેલ્ફ મેડ નેહા કક્કડ હેશટેગનો ઉપયોગ કરતા પોતાના પરિવાર સોનું કક્કડ, ટોની કક્કડ, મમ્મી-પપ્પા, ભગવાન, ફેંસ અને વેલ વિશર્સને ધન્યવાદ કહે છે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં નેહા કક્કડ(Neha Kakkar)અને આદિત્ય નારાયણ (Aditya Narayan)ના મેરેજની ખબરો પણ ખુબ વાઈરલ થઈ હતી. ઉદિત નારાયણ (Udit Narayan)એ પોતાના પહેલા ઇન્ટરવ્યુમાં નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ના મેરેજ વિષે વાત કરતા કહ્યું હતું કે, “આદિત્ય અમારો એકનો એક જ દીકરો છે, જો તેના અને નેહાના મેરેજની અફવાઓ સાચી હોત તો હું અને મારી પત્ની ખુબ જ ખુશ થાત. નેહા ખુબ જ પ્રેમાળ છોકરી છે અને અમે તેને પોતાની પુત્રવધુ બનવાનું પસંદ કરીશું.”

image source

આપને જણાવીએ કે જ્યાં નેહા કક્કડ ઇન્ડીયન આઈડીયલ શો જજ કરી રહી હતી તો ત્યાંજ આદિત્ય નારાયણ શોને હોસ્ટ કરી રહ્યા હતા. આના સિવાય નેહા અને આદિત્ય એકસાથે હાલમાં જ આવેલ ગોવા બીચ સોંગમાં પણ જોવા મળ્યા છે.

image source

નેહા કક્કડની આ ભાવુક કરી દેનાર પોસ્ટ તેમના ફેંસને ખુબ પસંદ આવી રહી છે. તેઓ આ પોસ્ટને શેર પણ કરી રહ્યા છે. લગભગ ૨૪ કલાકમાં જ નેહા કક્કડની આ પોસ્ટને ૧૮.૨૮ લાખ લાઇક મળી ગયા છે. નેહા કક્કડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગભગ ૩ કરોડથી પણ વધારે લોકો ફોલો કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ