માની ગરજ કોઈથી ન સરે..જ્યારે માતાનુ મૃત્યુ થયુ ત્યારે..એકદમ કરુણ ઘટના વાંચીને તમારી આંખમાં પણ આવી જશે આસું,PICS

લોકડાઉનના ફોટોઝ

આખી દુનિયામાં જ્યાં કોરોના વાયરસ સંક્રમણ સામે લડી રહી છે. ઉપરાંત કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને સામાન્ય વ્યક્તિથી દુર રાખવા માટે કેટલાક દેશોએ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.

જેમાંથી એક દેશ ભારત પણ છે. ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતાં ઘણીવાર પરિસ્થિતિઓ એટલી ગંભીર થઈ જાય છે કે, નાછૂટકે લોકડાઉનનો ભંગ કરવો પડે છે.

image source

આજે અમે આપને કેટલાક એવા જ ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ. ઝારખંડના રાંચી શહેરમાં કોમા હાઈટેન્શન કોલોનીમાં રહેતા જીતેન્દ્ર કુમાર નેશનલ પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરે છે. જીતેન્દ્ર ભાઈની દીકરી રાની છેલ્લા ઘણા સમયથી બીમાર હતી. રાનીનું સાસરું બીહાર રાજ્યમાં છે. બુધવારે રાતના સમયે રાનીનું સ્વાસ્થ્ય એકાએક બગડવા લાગે છે. રાની તેના પિતા જીતેન્દ્રભાઈને ફોન કરે છે.

ફોન રાની કહે છે કે, હવે તે નહી બચે એટલે માતાને છેલ્લીવાર જોવા ઈચ્છે છે. રાની માતા જણાવે છે કે, અધિકારીઓ પાસે મંજુરી માંગવામાં આવી પણ તેમણે કોઈ વાત સાંભળી નહી. ત્યારપછી રાનીનું મૃત્યુ થઈ જાય છે. રાનીને એક ચાર વર્ષની દીકરી હોય છે.

જે તેના મામાના ઘરે રહેતી હતી અને દીકરી તેની માતાને મળવા માટે રડતી રહી. પછી જયારે મંજુરી મળી ત્યારે બધા સભ્યોએ વિડીયો કોલ કરીને રાનીના અંતિમ દર્શન કર્યા. હવે આગળ જોઈશું લોકડાઉનના કેટલાક ફોટોઝ….

image source

આ ફોટો ભારતની રાજધાની નવી દિલ્લીની છે. જેમાં એક માતા પોતાના બાળકને નવડાવી રહી છે. કારણ કે બાળકને કોઈ વ્યક્તિની નજર લાગી ના જાય એટલે.

image source

આ ફોટો પણ નવી દિલ્લીનો જ છે. દેશમાં લોકડાઉન હોવાથી રીક્ષા, બસ બધું બંધ હોવાથી એક વૃદ્ધને પોતાની પત્નીને ઉપચાર કરાવવા માટે વ્હીલચેરમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે.

image source

નાના બાળકોને ક્યાં ખબર હતી કે પરિસ્થિતિ એવી આવશે કે, ઘરની બહાર ભોજન માટે હાથ લાંબો કરવા પડશે.

image source

ત્યારે કેટલીક સ્ત્રીઓ કે છોકરીઓએ વિચાર્યું પણ નહી હોય કે, ભોજન મેળવવા માટે આવી રીતે ઘરની બહાર આવવાનું થશે.

image source

આ ફોટો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની છે. જેમાં બે સ્ત્રીઓ ઘરની બારી માંથી બહાર જોતી દેખાઈ રહી છે. ઉપરાંત બન્ને સ્ત્રીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ