સલમાનના ફાર્મ હાઉસની અંદર જતા ડરી રહ્યા છે લોકો, કારણકે બહાર ગેટ પર લખ્યુ છે કંઇક એવુ કે…

લોકડાઉન દરમિયાન સલમાન સમય પસાર કરી રહ્યો છે પોતાના વિશાળ ફાર્મ હાઉસમાં – જુઓ તસ્વીરો

image source

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને અટકાવવાના હેતુથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય જનતા તો ઘરમાં રહેવા મજબુર બની જ છે પણ સાથે સાથે બોલીવૂડ સ્ટાર્સ પણ ઘરમાં પુરાઈ રહ્યા છે. જો કે એ વાત અલગ છે કે તેમના ઘરો લક્ઝરીયસ હોય છે અને અક્ષય કુમાર કે ઋતીક રોશન જેવાના ઘર તો એટલા વિશાળ છે અને સમુદ્ર કીનારે આવેલા છે કે તેમને તો ઘરની બહાર નીકળવાની પણ જરૂર ન પડે.

image source

સલમાન ખાન પણ હાલ પોતાના મુંબઈથી થોડે દૂર આવેલા પનવેલ ખાતેના પોતાના લક્ઝરીયસ ફાર્મ હાઉસમાં બહેન અને જમાઈ તેમજ તેમના સંતાનો સાથે શાંતિમાં સમય પસાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી જ એટલે કે છેલ્લા 12 દિવસથી સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં છે. અહીંજ સલમાનની બહેન અર્પિતાએ પોતાના મોટા દીકરા આહિલનો જ્ન્મ દિવસ ઉજવ્યો હતો. અને અહીંનીજ કેટલીક તસ્વીરો જેક્લીન ફર્નાન્ડીઝે શેર કરી હતી.

image source

આ દરમિયાન પહેલીવાર સલમાનના ફાર્મહાઉસને અંદરથી જોવાનો તેના ફેન્સને મોકો મળ્યો છે. સલમાનના પનવેલ ખાતેના આ ફાર્મહાઉસમાં લક્ઝરીની કોઈ જ કમી નથી. અહીં પ્રાઇવેટ જીમ પણ છે અને પ્રાઇવેટ પૂલ પણ છે અને નાનકડું જંગલ કહી શકાય તેવું પણ છે જ્યાં સલમાન ખાન પોતાની બહેનના બાળકોને રમવા માટે તેમજ ફ્રૂટ તોડવા માટે લઈ જતો હોય છે.

સલમાનનું આ ફાર્મ હાઉસ રળિયામણી ટેકરીઓ વચ્ચે આવેલું છે. અને આજુ બાજુ ફરવા માટે સલમાન ખાન પોતાના આંગણામાં ક્વોડ બાઈક પણ રાખે છે જેથી કરીને તે આજુબાજુના ઉબડખાબડ રસ્તાઓ પર આંટો મારી શકે. તમને જણાવી દઈ કે સલમાનની ફીલ્મ બજરંગી ભાઈજાનના કેટલાક સીન્સનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું.

image source

સલમાનના આ ફાર્મ હાઉસનું નામ અર્પિતા રાખવામાં આવ્યું છે જે તેની સૌથી નાની લાડકી બહેનના નામ પર છે. અહીંના સ્વિમિંગ પુલની પણ તસ્વીરો ઘણીવાર સલમાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સલમાને પોતાનો 50મો બર્થડે પણ આ જ ફાર્મ હાઉસપર ઉજવ્યો હતો. આ ઉપરાંત તે કેટલીકવાર બીગબોસની આફ્ટર પાર્ટી પણ અહીં આપી ચૂક્યો છે. આ ફાર્મહાઉસ 150 એકરની જમીન પર ફેલાયેલું છે. સલમાનનું આ ફાર્મ હાઉસ હરિયાળા વૃક્ષોથી ઘેરાયેલું છે.

image source

આ વિશાળ ફાર્મ હાઉસમાં સલમાનખાન હોર્સ રાઇડીંગ તેમજ બાઈકીંગનો શોખ પણ પુરો કરે છે. આપણે બધા સારી રીતે જાણીએ છે કે સલમાનને પેટ્સ ખૂબ પસંદ છે અને ખાસ કરીને ડોગ્સ. અને માટે જ પોતાના પ્રાણી પ્રેમને દર્શાવતા તેણે આ ફાર્મ હાઉસમાં મોટી જગ્યા પેટ્સ માટે પણ ફાળવી છે.

સલમાન એક ફીટનેસ ફ્રીક છે એવું કહેવામાં આવે છે કે બોલીવૂડમાં બોડી બીલ્ડીંગનો ટ્રેન્ડ સલમાન અને સંજય દત્તે શરૂ કર્યો હતો. અને આજે 50 વર્ષ વટાવ્યા બાદ પણ તેનો આ શોખ ચાલુ જ છે. તમે અવારનવાર તેના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેની વર્કાઉટ વિડિયો જોતા હશો. અને માટે જ આ ફાર્મ હાઉસમાં સલમાન પોતાનું અલાયદુ જીમ પણ ધરાવે છે.

image source

મુંબઈથી માત્ર બે કલાકના અંતરે સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ આવેલું છે, જો કે એકાદ બે દિવસ પહેલાં સલમાને પોતાનું દુઃખ અને તકલીફ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે છેલ્લા 12 દિવસથી પોતાના માતાપિતાને નથી મળી શક્યો.

સામાન્ય રીતે રજાઓ ગાળવા અથવા કામમાંથી બ્રેક લેવા માટે સલમાન વિદેશ જવા કરતાં પોતાના આ વિશાળ ફાર્મ હાઉસમાં જ સમય વિતાવવાનું પસંદ છે. તેને ખાસ કરીને પોતાના કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરવો ગમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ