10 વર્ષ મોટી ભાભી સાથે 15 વર્ષના છોકરાના થયા લગ્ન, અને પછી સુહાગરાતના બીજા દિવસે..શું છે પૂરી ધટના વાંચો તમે પણ એક ક્લિકે

મોટી ભાભી સાથે લગ્ન

ભારત દેશ પ્રથાઓ અને રિવાજોનો દેશ માનવામાં આવે છે તેમ છતાં ભારતમાં સમયે સમયે ઘણા સુધારાઓ પણ થયા છે. આવો જ એક કુરિવાજ હતો બાળવિવાહ. જો કે અત્યારના સમયમાં આ કુરિવાજ ભારતના કોઈ રાજ્યમાં જોવા નથી મળતો.

image source

ઉપરાંત બાળવિવાહને ગેરકાનૂની જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ આજે અમે આપને ભારતના બિહાર રાજ્યમાં બનેલ એક ઘટના વિષે જણાવીશું જેમાં એક ૧૫ વર્ષના છોકરાના લગ્ન તેનાથી ૧૦ વર્ષ મોટી છોકરી સાથે કરાવી દેવામાં આવ્યા છે. ચાલો આખી વાત શું છે? તેના વિષે હવે જાણીશું.

image source

આ ઘટના બિહાર રાજ્યના પટના શહેરમાં વસવાટ કરી રહેલ એક પરિવારમાં બની હતી. આ પરિવારે પોતાના જ પરિવારના નાના દીકરાના લગ્ન બળજબરીથી તેના મોટાભાઈની પત્ની સાથે કે જેઓ કેટલાક સમય પહેલા જ વિધવા થયા હતા તેમની સાથે લગ્ન કરાવી દેવાયા હતા. આ છોકરા અને તેની ભાભી વચ્ચે દસ વર્ષની ઉમરનો તફાવત ધરાવે છે. ઉપરાંત છોકરાની ઉમર હજી ૧૫ વર્ષની જ છે.

આમ ભાભી અને દિયરની ઉમરમાં દસ વર્ષનો તફાવત છે. લગ્ન થઈ ગયા પછી આ ૧૫ વર્ષના બાળકને ખરેખર એક આઘાત લાગ્યો અને તે ઘરેથી ભાગી ગયો. આ છોકરાના ભાગી ગયાના થોડાક સમયમાં જ આ છોકરાએ ફાંસી પર લટકીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું.

image source

જે છોકરાના જબરદસ્તી લગ્ન કરાવવામાં આવ્યા તેનું નામ મહાદેવ હતું. જયારે તેના પરાણે લગ્ન કરાવવામાં આવ્યા ત્યારે મહાદેવ નવમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતો. મહાદેવના મોટાભાઈ એવા સંતોષ દાસનું મૃત્યુ એક અકસ્માતમાં થઈ ગયું હતું. મહાદેવના મોટાભાઈ સંતોષ દાસનું મૃત્યુ થઈ જવાથી તેમના પત્ની રૂબી દેવી વિધવા થયા અને રૂબી દેવીના બીજા લગ્ન તેમના જ દિયર સાથે એટલે કે મહાદેવ સાથે કરાવાનું પરિવારના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

મહાદેવ આ લગ્ન માટે રાજી ના હતો તેમ છતાં પરિવારના સભ્યોએ મહાદેવની વાત સાંભળ્યા વગર જ તેના વિધવા ભાભી રૂબી દેવી સાથે જબરદસ્તી કરાવી દેવામાં આવ્યા.

image source

મહાદેવના તેના ભાભી સાથે લગ્ન થયાના બીજા જ દિવસે મહાદેવને એટલો બધો આઘાત લાગ્યો હતો કે મહાદેવ ઘર છોડીને ભાગી ગયો હતો. જયારે વાતની જાણ પરિવારના સભ્યોને થઈ ત્યારે પરિવારના સભ્યોએ મહાદેવને બે ત્રણ દિવસ સુધી શોધવાના પ્રયાસો કર્યા. પરંતુ બે દિવસ પછી જ મહાદેવ જે પરિસ્થિતિમાં મળ્યો તેને જોઇને પરિવારના દરેક સભ્યોના હોશ ઉડી ગયા હતા.

આપને જણાવી દઈએ કે મહાદેવએ ઘર છોડી દીધા પછી દોરડુ બાંધીને તેના પર લટકીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. મહાદેવે પરિવાર દ્વારા બળજબરીપૂર્વક કરાવેલ લગ્નના પ્રેશરમાં આવીને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લીધું હતું. મહાદેવના મોત માટે જવાબદાર બીજું કોઈ નહી તેના જ પરિવારના સભ્યો હતા. મહાદેવના પરિવારે મહાદેવના લગ્ન તેની મરજીથી કરાવામાં આવ્યા હોત તો કદાચ આજે પણ મહાદેવ જીવિત હોત.

image source

હવે જાણીશું મહાદેવના પરિવારે મહાદેવના લગ્ન બળજબરી પૂર્વક તેની ભાભી રૂબી દેવી સાથે કેમ કરાવ્યા તેનું કારણ કઈક આવું રહ્યું હતું કે મોટાભાઈ સંતોષની અક્માતમાં મોત થવાથી મહાદેવના પિતાને વીમા પોલીસીના રૂ. ૮૦ લાખ મળ્યા હતા. આ ૮૦ લાખ રૂપિયા રૂબી દેવીના પિયર પક્ષવાળા પડાવી લેવાની ઈચ્છા રાખતા હતા. મહાદેવના પિતાને મળેલ આ નાણા ઘરમાં જ રહે અને અન્ય કોઈને આપવા ના પડે એટલા માટે મહાદેવના લગ્ન બળજબરી પૂર્વક તેની ભાભી રૂબી દેવી સાથે કરાવવામાં આવ્યા હતા.

આથી બધાને સંતોષકારક આવો રસ્તો કાઢવામાં આવ્યો કે જો આપણે વિધવા થયેલ રૂબી દેવીના લગ્ન નાના દીકરા મહાદેવ સાથે કરાવી દેવામાં આવે તો સંતોષની વીમા પોલીસીના નાણા ઘરમાં જ રહેશે. પણ પરિવાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયના લીધે મોટો દીકરો તો પહેલો જ ગુમાવી દીધો હતો અને હવે નાના દીકરાએ પણ પરિવારના આ નિર્ણયના કારણે જીવ આપી દીધો હતો.

image source

આ સમાચાર જયારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે લોકોએ મહાદેવના મોત માટે પરિવારના સભ્યોને જ જવાબદાર ઠેરવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી તેમના વિસ્તારમાં રહેતા લોકોએ પણ પોતાની નારાજગી જાહેર કરી હતી. દરેક માતાપિતાએ પોતાના બાળકને પૂછ્યા વગર તેના લગ્ન કરાવવા જોઈએ નહી. ઉપરાંત યોગ્ય ઉમરનો પણ ધ્યાન રાખવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આ સ્ટોરી 3-4 વર્ષ જૂની છે, પણ આ ઘટના આપણા સમાજના લોકોને વિચારતા કરી મુકે એવી છે. આ માટે દરેક પેરેન્ટ્સે ધ્યાન રાખવુ જોઇએ કે, બાળકોને ક્યારે પણ કોઇ વાતની જબરજસ્તી કરવી જોઇએ નહિં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ