કિંમતી ઘરેણા ક્યારે નહિં થાય ઝાંખા, જો આ રીતે કરશો તેની સંભાળ તો..

કીમતી આભૂષણ પર મહેનતની કમાણી ખર્ચ કર્યા પછી તેની યોગ્ય જાળવણી રાખવી અને સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આપ અસલી મોતીના આભૂષણ ખરીદો છો તો તેને મલમલના કાપડમાં વીટીને રાખવાનું ભૂલવું નહિ.

હૈદરાબાદના કિશનદાસ એન્ડ કંપનીની પ્રતિક્ષા કિશનદાસ અને આભૂષણ ડિઝાઇનર પૂજા વાસવાનીએ નાજુક આભૂષણોની સંભાળ કરવાને સંબંધિત કેટલાક સૂચનો આપ્યા છે.

image source

૧. ક્યારેય પણ આભૂષણો પર સિડજ જ પરફ્યુમ સ્પ્રે કરવો જોઈએ નહિ.

૨. કુંદન(અનકટ ડાયમંડ) આભૂષણને સ્પોન્જ કે કોટન લગાવેલ હોય તેવા પ્લાસ્ટિક બોક્સમાં રાખવાની જરૂરિયાત હોય છે, કેમકે અન્ય રસાયણોના સંપર્કમાં આવીને કુંદનના આભૂષણ કાળા પડી શકે છે.

image source

૩. પન્ના ખૂબ નરમ અને નાજુક પથ્થર હોય છે. પન્નાના આભૂષણ હમેશા બેસીને જ પહેરવા જોઈએ, જેથી તેના પડીને તૂટી જવાની સંભાવના ના રહે.

૪. બસરા(અસલી) મોતીને મલમલના કાપડમાં વીટીને રાખવા જોઈએ. ઉનાળામાં તેને પહેરવાથી બચવું, કેમકે પરસેવાના સંપર્કમાં આવીને તે પોતાની ચમક ખોઈ શકે છે.

image source

૫. આભૂષણોને મલ્ટિપલ ખાનાવાળા બોક્સમાં રાખો કે અલગ અલગ બોક્સમાં રાખો, કેમકે એકસાથે રાખવાથી સ્ક્રેચ પડી શકે છે કે આપસમાં ગુંચવાઈને તૂટવાની સંભાવના વધી જાય છે.

૬. હીરા સિવાય અન્ય કોઈ આભૂષણને સાબુ કે પાણીથી સાફ કરવા નહિ.

image source

૭. આભૂષણ પરથી દાગ-ધબ્બા હટાવવા માટે આપ ઇરેજરનો ઉપયોગ કરી શકો છો.

૮. નિયમિત સમયાંતરે આભૂષણોને સાફ કરતાં રહો. આ આભૂષણોને સાફ, ચમકદાર અને હમેશા નવા બનાવી રાખશે. બધા આભૂષણ કે પથ્થરને એક જ રીતે સાફ કરવા જોઈએ નહિ.

image source

૯. સોનુ એક નાજુક ધાતુ છે અને તેની ખરોચ સરળતાથી પડી શકે છે. તેને ખરોચ થી બચાવવાનો પ્રયત્ન કરો અને યોગ્ય પૉલિશીંગ અને દેખભાળ માટે પોતાના જ્વેલર પાસેથી સલાહ લેતા રહો.

૧૦. ખાવાનું બનાવો, વ્યાયામ કરો, સ્વિમિંગ કરો કે કોઈ ઘરેલુ કામ કરવા દરમિયાન કોમળ અને નાજુક આભૂષણો પહેરવાથી બચો. આ સાથે જ તેજ ગર્મી અને પ્રકાશમાં રતન પહેરવાથી બચવું, કેમકે તેજ ગર્મી અને વધારે પ્રકાશના કારણે રત્ન રંગહીન થઈ જાય છે.

image source

૧૧. આભૂષણને કોઈ પ્રકારનું નુકસાન પહોંચવાથી બચાવવા માટે મેકઅપ કરીને, લોશન, પરફ્યુમ લગાવી લીધા પછી જ આભૂષણ પહેરવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ