કોરોનાને લઇને મોદી સરકારે કરી પહેલ, એક લાખ રૂપિયા જો જીતવા હોય તમારે તો કરો જલદી આ કામ

કોરોના વાયરસને ડામવા સરકારે લોકો પાસે માંગી મદદ – સૂચનો આપી તમે જીતી શકો છો 1 લાખનું ઇનામ

કોરોના વાયરસનું એપિસેન્ટર ગણાતું ચીન ભલે ધીમેધીમે કોરોના વાયરસની લપેટમાંથી બહાર નીકળી રહ્યું છે, પણ દુનિયાના બાકીના દેશોની સ્થિતિ હાલ પણ બગડતી જઈ રહી છે. ભારતમાં અન્ય દેશોની સરખામણીએ વાયરસનો ફેલાવો ઘણો ઓછો અને અંકુશમાં છે પણ તેમ છતાં જોખમ ટળ્યું નથી.

image source

અને તેનો ફેલાવો ન થાય તે માટે રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકાર મહત્ત્વના પગલાં લઈ રહી છે. તેમ છતાં સરકાર લોકો પાસે પણ મદદ માગી રહી છે અને લોકો પાસેથી કોરોનાને ડામવા માટેના સૂચનો મંગાવી રહી છે. અને તેના માટે સરકાર તમને ઇનામ પણ આપશે.

image source

આ પહેલની શરુઆત COVID 19 Solution challenge નામથી કરવામાં આવી છે. જેમાં ભારતના નાગરીકોને આહવાન આપવામાં આવ્યું છે કે તેઓ વાયરસને નાથવા માટે પોતાના ઉત્તમોત્તમ સૂચનો સરકાર સામે રજુ કરે અને તેના માટે ઇનામોની ઘોષણા પણ કરવામા આવી છે. જેમા પ્રથમ ઇનામ જીતનાર વ્યક્તિને 1 લાખનું ઇનામ બીજું ઇનામ જીતનાર વ્યક્તિને 50,000નું ઇનામ અને ત્રીજું ઇનામ જીતનારને 25000 રૂપિયા આપવામા આવશે.

આ જાહેરાત વડાપ્રધાન મોદીના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પરથી જાહેર કરવામાં આવી છે. તેમણે પોતાના ટ્વીટર પર લખ્યું છે.

તંદુરસ્ત ગ્રહ (પૃથ્વી) માટે નવીનતાનો ઉપયોગ કરવો.

ઘણા બધા લોકો COVID-19 માટે ટેક્નોલોજી-આધારિત ઉપાયો જણાવી રહ્યા છે.

હું તેમને અરજ કરું છું કે તેઓ તે ઉપાયોને @mygovindia. પર શેર કરે. આ પ્રયાસો ઘણાબધાને મદદ કરી શકે છે.#IndiaFightsCorona Innovaste. Mygov.in/covid19/

આ રીતે તમારા વિચારો મોદી સરકાર સુધી પહોંચાડો

image source

લગભગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને ડામવા માટે વિવિધ પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. ભારત સરકાર પણ તેમાંથી બાકાત નથી અને ઘણા અંશે ભારત સરકાર COVID-19 ને બહોળા પ્રમાણમાં દેશમાં ફેલાવા નહીં દેવા માટે સફળ પણ થઈ રહી છે. તેમ છતાં તેના પર સંપુર્ણ કાબુ મળે તેવા ઉપાયો હજું સુધી શોધી શકાયા નથી અને તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

જોકે તેની રસ્સી શોધાઈ હોવાના કેટલાક અહેવાલ મળ્યા છે પણ તેમાં કેટલી સફળતા મળી છે તે વિષે કોઈ જ સત્તાવાર માહિતી મળી શકી નથી. માટે ત્યાં સુધી લોકોમાં વિવિધ પ્રકારની જાગૃતિ ફેલાવીને જ આ વાયરસને સ્વસ્થ શરીરથી દૂર રાખવાના પ્રયાસો કરવા જ એક ઉપાય છે. અને તે વિષેની માહિતી પ્રજા સુધી પહોંચે અને તેઓ તેનો ચુસ્તપણે અમલ કરે તે માટેના પગલા લેવામાં આવે.

image source

અને આ કામ વધારે સારી તેમજ ઝડપી રીતે થાય તે માટે સરકાર લોકો તેમજ વિવિધ કંપનીઓ પાસે અનોખા આઈડીયા મંગાવી રહી છે જેથી કરીને બાયોઇન્ફોર્મેટીક્સ, ડેટાસેટ, એપ્લીકેશન વિગેરે હાઇટેક સંસાધનો દ્વારા કોરોના વાયરસ સામેની સુરક્ષાને ચુસ્ત બનાવી શકાય. જો તમારી પાસે તેવો કોઈ આઈડિયા હોય તો તમે તેને @mygovindia પર મોકલી શકો છો.

ઉત્તમોત્તમ ખ્યાલને મળશે ઇનામ

image source

લોકોને આ ઉપાયો શોધવામાં ઉત્સાહ પૂરો પાડવાના હેતુથી સરકારે બેસ્ટ ક્રીએટીવ આઇડિયાઝ માટે ઇનામોની પણ જાહેરાત કરી છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે ત્રણ બેસ્ટ આઇડિયા પસંદ કરવામાં આવશે જેમાંથી પ્રથમને 1 લાખ, દ્વિતિયને 50,000 રૂપિયાનું ઇનામ, અને તૃતિયને 25,000નું ઇનામ આપવામાં આવશે.

તમારા વિચારો તમે https://innovate.mygov.in/covid19 16 માર્ચથી 31 માર્ચ સુધીમાં આ વેબસાઇટ પર સબમીટ કરાવી શકો છો. અને આ આઇડિયા કોઈ પણ વ્યક્તિ અથવા તો રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ કરાવી શકે છે.

આ રીતે મોકલો તમારો વિચાર

image source

ઉપર તમને વેબસાઇટનું એડ્રેસ આપી દેવામાં આવ્યું છે. પણ તમારે તમારા વિચારો એરિયલ ફોન્ટમાં 12ની સાઇઝમાં લખવાના રહેશે. વધારેમાં વધારે તમે 3 A4 સાઇઝ પાના ભરાય તેટલું લખાણ લખી શકો છો. અને તેને તમારે PDFમાં સબમીટ કરવાનું રહેશે અને ઉપર જણાવેલી લીંક પર શેર કરવાનું રહેશે આ સિવાય તમે યુટ્યુબ પર વધારેમાં વધારે 3 મિનિટની વિડિયો બનાવીને તેને અપલોડ કરીને પણ શેર કરી શકો છો.

image source

તમે સરહદ પર જઈને દેશની રક્ષા કરો તે સિવાય પણ દેશને રક્ષા કરવાનો આ એક અનોખો રસ્તો છે. માટે જો તમારી પાસે કોરોના વિષે જાગૃતિ ફેલાવવાનો તેને ડામવાનો કોઈ જ આઇડિયા હોય તો તમે પોતાના તે આડિયાને સરકાર સાથે શેર કરીને દેશની રક્ષા કરીને તમારી દેશભક્તિ દર્શાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ