મારી મા – એક માતા એનું પૂરું જીવન દિકરાની પાછળ ખર્ચી નાખે અને જયારે એ દિકરો કરે આવું…

વાત છે અમારા નાનકડા ગામની જેમાં એક વાલજી કાકા નું કુટુંબ રહે એમને 4 દીકરા અને એક દીકરી દીકરા બધા મોટા અને દીકરી નાની અને દીકરી બધાની વાહલી અને જેવી એ 5 વર્ષની થઇ ત્યાંજ તેને તાવ આવ્યો એક દિવસ અને અચાનક તાવ અને ચાલવાનું બંધ થયું એટલે બધા ગભરાયા અને ગામડે થી મોટા શહેર માં બતાવા લઇ ગયા જ્યાં ડૉક્ટરે કહ્યું એને પોલિયો ની અસર લાગે છે.અને એના પગ ઘૂંટણ થી ઉંચા જતા નથી અને આ નાનકડી રૂપાળી રૂપા ના પગ કાયમ માટે ચાલતા બંધ થયા.

બધા ભાઈઓ એ ખુબ લાડકોડ માંજ એને રાખવાની એવો નિર્ણય કર્યા અમારી બેનને કોઈ દુઃખ નહી પડે અમે એના પગ બનીશું અને વાલજી કાકા એ રૂપાળી રૂપાને જોવે અને આંખના આશું રોકી ના શકે અને લીલા કાકી એ રૂપાની માં એના તો જાણે હાથ અને પગ બંને જતા રહ્યા હોય એવું લાગ્યું એને એકજ વાત નું દુઃખ કે આવી છોકરી ને જિંદગી ભર કોણ રાખશે અને કોણ એની સેવા કરશે અને કાકા અને કાકી એકાંતમાં આશું સારતા અને દીકરી ની ચિંતા કરતા હવે રૂપા ધીરે ધીરે મોટી થઇ એને ગામની સ્કૂલમાં મુકવામાં આવી એ પેહલા ધોરણ માં ગઇ ભાઈઓ ના સહારે સાઇકલ પાર બેસાડી લઇ જાય અને પાછી લાવે ભણવામાં હોશિયાર અને ગામમાં 8 ધોરણ શુધીની શાળા એટલે તે 8 ધોરણ ભણી.

ભાઈઓના ધીરે ધીરે લગ્ન થવા માંડ્યા બધા પોત પોતાના સંસાર માં રેહતા હવે રૂપા અને કાકા અને કાકી 3 અલગ રેહતા પણ કાકાની ચિંતા વધવા માડી આ રૂપાળી છોકરી એકલી કેવું જીવન કાઢસે અને એ દુઃખી રેહતા અને એક દિવસ કાકા ચિંતા મા અને ચિંતા માં ભગવાનની ઘરે જતા રહ્યા આ બાજુ માં અને દીકરી બે એકલા પડ્યા ભાઈઓ કયારેક આવી જોઈ જતા અને માં ખેતી કામ કરતી અને બંનેનું ગુજરાન ચાલતું હવે રૂપા 20 વર્ષની થઇ એટલે માં ની ચિંતા વધી અને એણે રૂપા માટે એના જેવો વિકલાંગ કોઈ છોકરો હોય શોધવા નું ભાઈ ઓ ને કહ્યું અને રૂપા માટે મુરતિયો શોધવાનું કામ ચાલુ થયું રૂપા ઘર નું બધું કામ કરે બેઠા બેઠા કરે અને હાથના સહારાથી ઉભી થયા અને લાકડીના ટેકે ચાલે ભરાવદાર ઘાટીલું શરીર બસ એકજ વાતનું દુઃખ કે એ પોતાના પગ પર ના ચાલે બાકી બધુજ એને આવડે.

એણે ઘરે રહી 10 માંની બોર્ડ ની પરીક્ષા આપી અને એ સારા ટકા એ પાસ થઇ એટલે એક સંસ્થા દ્વારા તેને ત્રણ પૈડાં વાળી સાઇકલ આપવામાં આવી હવે એ ક્યાં પણ જવું આવવું હોય તો એકલી એ સાઇકલ ના સહારે જવા લાગી ગામમાં માં બાપ ખેતી કરે એટલે એમને પોતાના બાળકોને ભણાવાનો ટાઈમ ના હોય એટલે રૂપાએ નાના બાળકોને ટયુશન આપવાનું નક્કી કર્યું જેથી તેનું ગુજરાન ચાલે અને બાળકોને ગામ માં જ ભણવાનો લાભ મળે અને પોતે કોઈની ઓશિયાળી ના રહે અને જે પૈસા આવે તેનાથી તેનું ગુજરાન ચાલે અને પોતાનો ખર્ચ જાતે કાઢે.

એમ કરતા કરતા એને 26 વર્ષ થયા અને માં એજ ચિંતા માં ભગવાનને ઘરે જતી રહી હવે રૂપા એકલી હવે ભાઈઓની ચિંતા વધી એટલે નાનો ભાઈ જે ભાડે રેહતો હતો એ એને પટાવી એના ઘરમાં રેહવા આવી ગયો અને ભાભી કોઈજ કામ નહિ કરતી બધું રૂપા પાસે કરાવે હવે તે ભાઈને રૂપા વિષે ચડવી ઝઘડા કરવા અને રૂપાંને ઘરની બાહર મોકલવા ના. પેતરા રચવા માડી અને રૂપાના ભાઈને એની માટે એના જેવોજ કોઈ મુરતિયો શોધવાનુ કેહવા લાગી અને એને કોઈ મુરતિયો શોધો તો એનું લગ્ન થાય એમ કહી બધા ભાઈઓને રોજ ભેગા કરવા માંડી અને ગમે તેમ કરી રૂપાને અહીથી બહાર કરવાના બહાના શોધવા માંડી અને એક દિવસ બન્યું એવું કે રૂપાં ને કોઈ સંસ્થા માંથી છોકરો બતાવ્યો અને એના ભાઈઓ કશુપણ જોયા વગર હા કરી દીધી અને રૂપાં નું લગન નક્કી કરી દીધું.

રૂપા અહીંથી જાય તો અમારા માથે થી જવાબદારી ઓછી એમ સમજી એનું લગ્ન એના કરતા 12 વર્ષ મોટા અને એક હાથ અને એક પગે અપંગ એવા માણસ શાથે એનું લગ્ન થયું અને રૂપા સાદાઈ થી લગ્ન કરી શહેર માં આવી એને લાગ્યું મારા ભાગ્યનું પાંદડું ખુલી ગયુ અને એ જેવી ઘરમાં આવી ત્યાંજ એને કંઇક અજુગતું લાગવા માંડ્યું પણ એ ત્યાં રેહવાનીજ છે એવા મક્કમ મનોબળ શાથે ત્યાં રેહવા લાગી એનો વર મજૂરી કરે ખાનગી નોકરીમાં જાય અને જે પૈસા આવે તે એની સાસુને આપે રૂપાને નો ફક્ત કામ કરવા માટેજ લાવ્યા છે એવું કહે.

રૂપા કશું પણ બોલ્યા વગર કામ કરતી રહે અને બધાનો પડતો બોલ ઝીલે અને આમને આમ એક વર્ષ થયું અને રૂપા ને સારા દિવસ રહ્યા ઘરે ભાઈઓને જાણ કરી અને બધા ખુશ થયા પણ ભાભીયોને ના ગમ્યું પણ મોટા ભાઈ સારા નીકળ્યા તેમને રૂપાને બોલવી અને એની ડીલેવરી કરાવી રૂપાને બાબો આવ્યો એટલો સરસ તંદુરસ્ત કે બધાને જોતાંજ ગમી જાય ગામમાં કાકા બાપા ના છોકરાંવો પણ ખુશ થયા અને રૂપાને કોઈ જરુર હોય તો કેજે એવું કહી બધા જતા.

હવે રૂપાને 4 માસ નો દીકરો થયો પણ કોઈ એના સાસરે થી આવતું નથી કે એને તેડવાના કોઈ સમાચાર નથી એટલે બધી ભાભીયો મોટા ભાઈને કહે આનું કૈક કરો એને મોકલી આપો અને મોટા ભાઈ શહેર માં એની સાસરીમાં જાય છે ત્યારે એના સાસુ કહે છે અમારે નથી તેડવાની તમારે ત્યાં રાખો !!!!એના છોકરાં ના ઢસરડા કોણ કરે !!અરે એ તમારા છોકરાં નું છોકરું છે તમે એમ કેમ બોલો છો????મારો છોકરો એટલું કમાતો નથી કે એ બે જનનું પૂરું કરે ???? મારા છોકરાં થીજ કામ નથી થતું એટલે એજ સંસ્થા માં પાછો જવાનો છે રેહવા તો તમે લગ્ન કેમ કરાવ્યા???? મારી બેનની જિંદગી બગાડી ???હવે એને છોકરા શાથે કોણ લઈ જાય?

અને એના સાસુ એકના બે ના થયા અને છુટા છેડા ના કાગળ મોકલી આપ્યા આબાજુ રૂપાં પોતાના દીકરાને જોઈ હરખ ઘેલી રેહતી અને ભગવાનનો આભાર માનતી કે પ્રભુ તે મને પગ ભલે ના આપ્યા પણ મને દીકરો આપી તે મારા ઉપર કૃપા કરી છે હું એના સહારે જીવી લઈશ અને છુટા છેડા ના કાગળ પર એને સહી કરી દીધી અને ભાઈને કહે ભાઈ ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે આ દીકરો અમને આપવાનો હશે મારા પાછલી જિંદગીમાં સહારા માટે માટેજ મારુ લગ્ન થયું અને દીકરો આવ્યા પછી તૂટી ગયું કઈ નહી ભાઈ હું ત્યાં પણ અપમાનના ઘૂંટડા ભરી જીવતી હતી.

અહીં હું એકલી રહી સ્વમાનથી મારા દીકરાને મોટો કરીશ અને તમને કોઈને પણ એની ચિંતા કરવાની જરૂર નથી અને રૂપા મક્કમ મનોબળ કરી થોડો વખત ભાભી સાથે રહી પછી એને કહ્યું આ ઘરમાં 5 ભાગ કરો અને 5 મો ભાગ મને રેહવા આપો હું મારા દીકરા શાથે એકલી રહું અને બધા સંમત થયા અને એને આગળ ઓસરીનો ભાગ આપ્યો ત્યાં એણે ઝુંપડા જેવું બનાવી પોતાના દીકરા શાથે રેહવા લાગી એને આજીવિકા માટે ફરી ટયુશન ચાલુ કર્યા અને છોકરા ભણાવી પોતાનો ખર્ચ કાઢતી.

દીકરો ધીરે ધીરે મોટો થયો તેને ગામની સ્કૂલમાં ભણવા મુક્યો અને દીકરાને ખુબ સાચવતી એની જરૂયાત પુરી કરવા લોકોના ઘરના કામ પણ કરતી અને દીકરો નાનપણ થીજ માને આવી જોઈ કુદરતી રીતેજ સમજુ અને ઉમર કરતા વધારે જલ્દી મોટો થઇ ગયો એ 8 માં ધોરણ માં આવ્યો ત્યાં શુધી બધી પરિસ્થિતી થી વાકેફ થયો અને ગામની બાજુની સ્કૂલમાં ભણવા ગયો 10 માં બોર્ડમાં વગર ટયુશન ને 70 ટકા લાવ્યો અને 12 માં માં 65 આવ્યા રૂપા પોતાના દીકરાની પ્રગતિ જોઈ ખુશ થઇ જતી.

દીકરાને કહે તું ભણ બેટા બધું એકદિવસ સારુંજ થશે અને દીકરો મન લગાવી ભણ્યો રૂપાએ દીકરાને એક સારો હેલ્થ નો કોર્ષ કરાવ્યો અને દીકરાને 2 વર્ષમાંજ નોકરી મળી ગઇ રૂપાં ભગવાનનો આભાર માને છે અને કહે છે પ્રભુ મારા જેવી અપંગ ને તે બે પગ વાળો દીકરો આપી મારી અપગતાં તે દૂર કરી પ્રભુ મારા દીકરાનું રક્ષણ કરજે અને હવે રૂપાં નો દીકરો કહે માં લેઆ પગાર પુરા દસ હજાર આવ્યો અને રૂપા દીકરાને માથે હાથ ફેરવી કહે દીકરા આ તારી કમાણી તારી પાસે રાખ ત્યાંજ દીકરો કહે ના માં આ પૈસા તું રાખ આપણે પાકું ઘર બનાવી દઈએ અને દીકરો માને હવે કોઈ જગ્યાએ કામ પર જવા દેતો નથી.

રૂપા દીકરાનું ટિફિન બનાવી એને રોજ એના હાથનું જમાડે છે અને ખુશ થયા છે હવે દીકરો ઘર બનાવવા લૉન લે છે અને પાક્કું મોટું ઘર બનાવે છે ગામમાં રૂપાની વાહ વાહ થાય છે કે દીકરાને ખુબ સારું ભણાવ્યો અને આજે નોકરી કરતો કર્યો અને ઘર પણ બનાવ્યું બધી ભાભી ઓ હવે રૂપા થોડી બે પાંદડે થઇ એટલે એને ઘરે રૂપા બેન રૂપા બેન કરતી આટા મારે છે.હવે રૂપાના દીકરાના માગા આવે છે અને કોઈને રૂપાની વિકલાંગતા નડતી નથી કારણ દીકરો દસ હજાર કમાય છે.

એકદિવસ રૂપા દીકરાને કહે છે બેટા હવે તું કોઈ છોકરી પસંદ કરી લગ્ન કરી લે ??? ત્યાંજ દીકરો કહે છે માં મારે જેની સાથે લગ્ન કરવાના હોય એ મને નહિ તને સમજીને આવે તેની સાથે લગ્ન કરવાના અરે બેટા એવું ના હોય !!!!તું સમજ તારી જિંદગી તું જીવ બેટા મારી ચિંતા ના કર !!!અને ત્યાંજ દીકરો કહે છે માં તે મારી ચિંતા ના કરી હોત તો હું અહીં સુધી થોડો આવત?? બેટા હું માં છું મને તો તારી ચિંતા હોય ને????

તો માં હું તારો દીકરો છું મેં તને જોઈ છે દુઃખ વેઠતા હું તને હવે વધારે દુઃખી નહિ થવા દવ માં તે મને માં અને બાપ બેનો પ્રેમ આપ્યો છે એટલે માં મારે પણ તને બેનો પ્રેમ આપવાનો મારો અને મારી આવનાર પત્ની નો અને રૂપાં ની આંખ માંથી દળ દળ આશું નિકળે છે અને દીકરાનું માથું ચૂમી કહે છે દીકરા તું મારો રામ છે આ જમાનામાં આવો દીકરો મળવો એ મારા ઉપર ભગવાનની કૃપા છે મારા બધા દુઃખ તે કીધું એમાજ પુરા થયા મારા લાલ..અને એક દિવસ એના દીકરાની વાત આવે છે ગામડાની છોકરી છે ઓછું ભણેલી છે અને ઘરકામ માં હોશિયાર છે અને રૂપનો દીકરો જોવા જાયછે અને કહે છે મને નહિ સાચવો તો ચાલશે પણ મારી અપંગ માને સાચવી લેજો બસ આજ કેહવું છે.

બાકી મારે કઈ પૂછવું નથી અને છોકરી હા પાડે છે કારણ એનું ભણતર ઓછું છે અને ભણેલા છોકરા એને પસંદ નથી કરતા ને આ તો ભણેલો અને નોકરી કરતો છે અને ગમી જાય તેવો રૂપાળો છે તો હું એને માટે પણ એની માને સાચવીશ …અને બંનેના લગ્ન થાય છે અને રૂપા વહુનું સ્વાગત કરેછે અને વહુ પણ બા ને પગે લાગી આર્શિવાદ લે છે અને બીજા જ દિવસથી બા પાસેથી બધું કામ લઇ લે છે અને બાને આરામ કરવાનું કહે છે અને રૂપા સંસ્કારી વહુ મેળવી ખુશ છે.

આજે રૂપાં ના દીકરાને લગ્નને બે વર્ષ થયા છે બનને સાસુ વહુ સરસ રીતે રહે છે અને દીકરો માને જોઈ ખુશ થાય છે કે માં ખુશ છે અને માં દીકરાને જોઈ ખુશ થાય છે કે દીકરો ને વહુ ખુશ છે….

આપણે એવું માનીએ છે કે દિકરાવો માં બાપને રાખતા નથી પણ આપણે જ એમને એમની જવાબદારી જાતે લેવાનું શિખવાડતા નથી તો એ માં બાપ ની ક્યાંથી લે એને માટે આપણે આપણી પરિસ્થિતી નો પૂરો ખ્યાલ બાળકને આપવો પડે છે અને ખુબજ સમજદારી પૂર્વક એની સાથે રેહવું પડે છે અને પોતાના બાળક પર પૂરો ભરોશો મુકવો પડે છે. બધા દીકરા ખરાબ હોય એવું નથી હોતું દીકરા બધાજ સારા છે બસ આપણી અને એમની સમજણ નો જ ફર્ક છે જો એ સમજાય જાય તો હું નથી માનતી કે કોઈ દીકરો માં બાપ થી અલગ રહેવાની ઈચ્છા કરે.. તમે તમરા દીકરાને ખુશ રાખવા માંગો છો તો એની વહું ને ખુશ રાખો દીકરો આપો આપ ખુશ અને આખું વાતાવરણ આંનદ મય..

લેખક : નયના નરેશ પટેલ.

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ