ઓટોરિક્ષા ચલાવતી મરાઠી યુવતીને રીયલ હીરો કહી અભિનેતા બોમન ઇરાનીએ. વીડિયો થઈ રહ્યો છે વાઈરલ…

ઓટોરિક્ષા ચલાવતી મરાઠી યુવતીને રીયલ હીરો કહી અભિનેતા બોમન ઇરાનીએ. વીડિયો થઈ રહ્યો છે વાઈરલ… આ છોકરી મરાઠી સિરિયલોમાં અભિનય પણ કરે છે. બોમન ઇરાનીએ રિક્ષાવાળી સાથે આગળની સીટ બેસીને બનાવ્યો છે વિડિયો. કહ્યું આ છોકરી પર મને ગર્વ છે. એક સામાન્ય રિક્ષા ચાલક છોકરી અને એ અભિનયનો શોખ ધરાતી હોય તેવી. બોલીવૂડના મેગા એક્ટર બોમન ઇરાનીએ તેની સરાહના કરતો વીડિયો વાઈરલ કર્યો….

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


બોલીવુડમાં હાલના સમયમાં સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક બોમન ઇરાનીનું નામ ચોક્કસથી લઈ શકાય છે. તેમની પોતાની એક આગવી સક્સેસ સ્ટોરી છે. ઉમરના ઉત્તરાર્ધ પછી તેમનો સફળતાનો સિતારો ચમક્યો છે. તેમને સામાન્ય લોકોની મુશ્કેલીઓ અને આજકાલ તેમનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં તેઓ રીક્ષા ચાલકની બાજુમાં આગળ બેસીને સફરની મજા માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


આ વીડિયો એટલે પણ ખૂબ પસંદ પડી રહ્યો છે લોકોને કે તેને એક નાની વયની છોકરી ચલાવી રહી છે. આ છોકરી દેખાવે એકદમ સામાન્ય પરિવારની લાગે છે. તે વીડિયોમાં કહેવાયું છે એ મુજબ તેણે કેટલીક મરાઠી સિરિયલોમાં પણ અભિનય કર્યો છે. પરંતુ રોજીરોટી કમાવવા તેણે રિક્ષાચાલકનું કામ સ્વીકાર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


બોમન ઇરાનીના વાઈરલ વીડિયોમાં જેમ જેમ તેઓ આગળ વધતા જાય છે તેમ તેમ લોકો તેમને રસ્તા પર પસાર થતાં જુએ છે અને ખુશ થતા બોમન ઇરાની વધુ ઉત્સાહિત થઈને પોતાની વાત આગળ કરતા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


આ વીડિયો સાથે તેઓએ સંદેશ આપ્યો છે કે તેમને આ છોકરી પર ગર્વ થઈ રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં બોમન ઇરાની એક રિક્ષામાં જઈ રહ્યા હોય છે અને બાજુમાંથી બીજી એક રિક્ષા પસાર થતી જુએ છે અને તેને ઊભાડીને તેમાં બેસી જાય છે. આ ઓટોરિક્ષા એક છોકરી ચલાવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


બોમન ઇરાની તેને તેનું નામ પૂછે છે અને તે પોતાનું નામ લક્ષ્મી કહે છે. આગળ વાત વધારતાં બોમન તેમનું નામ રીપિટ કરે છે અને કહ્યું કે તે એક મરાઠી સિરિયલોમાં અભિનય પણ કરે છે. મને તેમના પર ગર્વ છે.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


બોમને, આ વીડિઓને તેમના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કરીને લખ્યું, “સુપર લેડી લક્ષ્મીને મળો, તેઓ મરાઠી સિરિયલોમાં અભિનય કરે છે અને રક્ષા ડ્રાઇવરનું પણ કામ કરે છે. આ એક રિયલ હીરો છે. આશા છે કે તમને તેની રીક્ષા પર સવારી કરવાની પણ તક મળશે. તેમની પાસે ઊર્જાનો ભંડાર છે. તમને તેના પર ગર્વ અનુભવાશે.

બોમન ઇરાનીના હાલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાયોપિકમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં, તેમણે ભારતના સર્વોચ્ચ ઉદ્યોગપતિ રતન ટાટાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૨૪મી મેના રીલીઝ થઇ હતી. તે ફિલ્મમાં વિવેક ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે.

 

View this post on Instagram

 

A post shared by Boman Irani (@boman_irani) on


બોમન ઇરાની મુન્નાભાઈ એમ.બી.બી.એસ. અને ૩ ઇડિયટ્સના તેમના પાત્રો બાદ કોમીક અને પોઝિટિવ રોલ માટે ખૂબ જ પસંદ કરાય છે તેથી જ તેમનો સોશિયલ મીડિયા પર આવેલો આ વીડિયો દરેક સામાન્ય વર્ગના લોકોને પસંદ પડી રહ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ