વાળને લાંબા સમય સુધી વાંકડિયા રાખવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ

તમારા વાળને લાંબા સમય સુધી કર્લ(વાંકડિયા) રાખવા માટે આપનાવો આ 4 ટિપ્સ

જો હેર સ્ટાઈલની વાત કરવામાં આવે તો દરેકની પસંદ અલગ અલગ હોય છે. જેના વાળ સીધા હોય છે એને વાંકડિયા વાળ બહુ ગમે છે, અને જેને વાળ વાંકડિયા હોય છે એને સીધા.

image source

પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ કર્લી(વાંકડિયા) વાળની જેને દરેક પસંદ કરે છે, પરંતુ સૌથી મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે વાળ કર્લી કર્યા પછી થોડા જ સમયમાં સીધા થઈ જાય છે અને તમારી કેટલાય કલાકોની મહેનત બેકાર જાય છે.

image source

પરંતુ આજે અમે તમને બતાવીશુ કે વાળને લાંબા સમય સુધી કર્લી રાખવાના ઉપાય અને એની ખાસ ટિપ્સ.

1.ભીના વાળને જ કરો કર્લ

image source

મોટા ભાગે તમે જોયું જ હશે કે જ્યારે તમારા વાળ ભીના હોય છે ત્યારે વાળવામાં આવે તો સરળતાથી વળી જાય છે જે પછી ખાસ લૂક આપે છે એટલે જ જ્યારે તમારા વાળ ભીના હોય ત્યારે જ પાણી નિતરી જાય પછી રોલર કે રેગ્સ ની મદદથી બાંધી લો અને વાળ ના સુકાઈ જાય ત્યાં સુધી એને બાંધેલા જ રાખો. તમારા વાળ કર્લી થઈ જશે. જે લાંબા સમય સુધી એવ જ રહેશે.

2.પહેલા અને પછી હિટ પ્રોટેક્ટરનો ઉપયોગ અવશ્ય કરો.

image source

જો તમે તમારા વાળને કર્લ કરવા માટે કોઈ પણ પ્રકારના હેર કર્લર કે અન્ય કોઈ હિટ સ્ટાયલિંગ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છો તો એનો ઉપયોગ કરતાં પહેલા વાળમાં હિટ પ્રોટેક્ટિંગ ક્રીમ જરૂરથી લગાવો.

અને હા જો તમે હિટ સ્ટાયલરનો ઉપયોગ નથી કરી રહ્યા તો તમે સિરમ કે જેલ પણ તમને વાળ કર્લ કરવામાં મદદ કરશે. આના સિવાય તમે વાળમાં મનપસંદ લૂક આપવા માટે તમે હેર સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારા વાળને લાંબા સમય સુધી કર્લી બનાવી રાખવામા તમારી મદદ કરશે.

3.હમેશા યોગ્ય ઉપકરણનો જ ઉપયોગ કરો.

image source

ઘણી વાર લોકો વાળ કર્લ કરવાના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારની પૂરતી જાણકારી વગર જ ટૂલ્સ ખરીદે છે. એ લોકો નથી જાણતા કે આ એમના પર સૂટ કરશે કે નહીં. તમને એ વાતની જરૂરી જાણકારી હોવી જોઈએ કે જો તમે મજબૂત કર્લ કરવા માંગો છો તો નાની બેરલ વાળી આયરન તમારા માટે બેસ્ટ છે.

image source

પણ જો તમે મોટા કર્લ કરવા માંગો છો તો મોટા બેરલ વાળું કર્લર વાળું બેસ્ટ છે. આના સિવાય પણ એક વાત ખાસ ધ્યાન રાખવી કે જે પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી રહ્યા છો એ સારી બ્રાન્ડના હોવા જોઇયે અને એનું તાપમાન વધુ રહેવું જોઇયે નહીં.

4.હમેશા તમારા કર્લ સેટ કરો

image source

સુકાયેલા વાળ પર હેર કર્લરનો ઉપયોગ કરતી વખતે વાળને બે ભાગમાં વહેંચી દો અને પછી જ કર્લ કરવાની શરૂઆત કરો. આના થી વાળ સરળતાથી વાળ કર્લ થશે અને લાંબા સમય સુધી કર્લ પણ રહેશે. વાળને બે ભાગમાં વહેંચ્યા પછી ઉપરના વાળને ક્લિપ કે પિનની મદદથી બાંધી લો. જેમ જેમ વાળ કર્લી થતાં જાય એમ ધીરે ધીરે થોડા થોડા વાળ ખોલતા જાવ. આ સરળ ટિપ્સની મદદથી તમે લાંબા સમય સુધી વાળને કર્લી રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ