આ સિતારાઓને છે રાજવી પરિવાર સાથે સંબંધ, જોઇ લો ખાસમખાસ તસવીરો

નવાબ ખાનદાન

image source

જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં સામેલ થવાના લીધે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સિંધિયા પરિવાર મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેરના શાહી પરિવારમાંથી આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદા જીવાજી રાવ સિંધિયા આ સિંધિયા શાહી પરિવારના છેલ્લા રાજા હતા.

image source

જ્યોતિરાદિત્ય સિંધિયાની ગણના દેશના સૌથી સમૃધ્ધ રાજકારણીઓમાં થાય છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને વારસામાં આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ મળેલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની ચર્ચાઓમાં હવે અમે આપને એવા જ કેટલાક રાજવી પરિવાર સાથે જોડાયેલ બોલીવુડ સિતારાઓ વિષે જણાવીશું.

ભાગ્ય શ્રી :

image source

૯૦ના દશકમાં ફક્ત એક જ સુપરહિટ ફિલ્મ કરીને બોલીવુડમાં પોતાનું નામ ક્માંવનાર ભાગ્ય શ્રી પણ રાજ ઘરાનાથી આવે છે. ભાગ્ય શ્રીના પિતા વિજય સિંહ રાવ માધવ રાવ પટવર્ધન એક રાજા હતા. ભાગ્ય શ્રીના પિતાને દીકરી ભાગ્ય શ્રીનું ફિલ્મોમાં કામ કરવાનું ખાસ પસંદ હતું નહી. ત્યારપછી ભાગ્ય શ્રીના નાની ઉમરમાં લગ્ન કરી લીધા હતા. ભાગ્ય શ્રીએ લગ્ન પછી બોલીવુડથી નિવૃત્તિ લઈ લીધી હતી. હવે ભાગ્ય શ્રીના દીકરાએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.

મોહેના કુમારી :

image source

ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી ફેમસ થયેલ એક્ટ્રેસ મોહેના કુમારી રેવાની રાજકુમારી છે. મોહેના મહારાજા પુષ્પરાજ સિંહ જુડોની દીકરી છે અને હાલમાં મોહેના કુમારી રાજવી જીવન જીવી રહી છે. એક્ટિંગ પહેલા મોહેના કુમારી રિયાલીટી શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’માં પણ જોવા મળી હતી. ઉપરાંત મોહેના કુમારી ઉત્તરાખંડના કેબીનેટ મંત્રી અને ધાર્મિક ગુરુ સતપાલ મહારાજની કુળવધુ પણ છે. મોહેના કુમારીના લગ્ન સુયશ રાવત સાથે મેરેજ કર્યા છે. સુયશ રાવત સતપાલ મહારાજના નાના પુત્ર છે.

સોનલ ચૌહાણ :

image source

ઈમરાન હાશમી સાથે ફિલ્મ ‘જન્ન્ત’માં મુખ્ય પાત્ર નિભાવનાર હિરોઈન તરીકે પ્રસિદ્ધિ પામેલ સોનલ ચૌહાણ હાલના દિવસોમાં લાઇમ લાઈટથી દુરી બનાવી રાખી છે. પરંતુ સોનલ ચૌહાણનો સોશિયલ મીડિયા પર ક્રેઝ આજે પણ એટલો જ અકબંધ છે. સોનલ ચૌહાણ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજપૂત શાહી પરિવાર સાથે રીલેશન ધરાવે છે.

અદિતિ રાવ હૈદરી :

image source

અદિતિ રાવ હૈદરીનો જન્મ હૈદરાબાદના રાજવી પરિવારમાં થયો હતો. અદિતિ રાવ હૈદરી આજે બોલીવુડની પ્રસિદ્ધ એક્ટ્રેસ બની ગઈ છે. અદિતિ રાવ હૈદરીના નાના રાજા જે.રામેશ્વરા રાવએ તેલંગણાના વનપર્થી પર શાસન કર્યું હતું.

સોહા અલી ખાન :

image source

સૈફ અલી ખાન અને સોહા અલી ખાન પટૌડી નવાબ પરિવારમાંથી આવે છે. સૈફ અલી ખાનને તેના મન્સુર અલી ખાન પટૌડીના અવસાન પછી વર્ષ ૨૦૧૧માં સૈફ અલી ખાનને ‘પટૌડી નવાબ’ બનાવવામાં આવ્યા હતા. સૈફ અલી ખાન અને સોહા અલી ખાન બંને ભાઈ-બહેન એકટર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ