કંઇક આવા દિવસો હતા રાખી સાંવતના, માત્ર 50 રૂ.માં અનિલ અંબાણીના ઘરે ખાવાનુ પીરસવાનુ કામ કરતી હતી રાખી સાંવત, જોઇ લો તસવીરોમાં

રાખી સાવંત

રાખી સાવંત મોટાભાગે પોતાના અભિપ્રાયોના કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ દુનિયાની આઈટમ ગર્લ કહેવાતી રાખી સાવંતનો જન્મ ૨૫ નવેમ્બર, ૧૯૭૮માં મુંબઈ શહેરમાં થયો હતો. રાખી સાવંતનું અસલી નામ રાખી સાવંત નથી પણ નીરુ ભેદ છે.

image source

રાખી સાવંત મોટાભાગે પોતાના વિચારો અને વર્તનના લીધે હમેશા ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. રાખી સાવંત ૧૧ વર્ષની હતી તે સમયે ટીના અંબાણી અને અનીલ અંબાણીના લગ્ન સમારંભમાં ભોજન પીરસતા જોવામાં આવી હતી.

image source

જયારે હવે આ જ રાખી સાવંત આજે મુંબઈના સૌથી પોશ એરિયામાં પોતાના વૈભવી બંગલામાં રહે છે. આજે અમે આપને આ લેખ દ્વારા રાખી સાવંતના જીવન સાથે જોડાયેલ કેટલીક બાબતો વિષે જણાવા જઈ રહ્યા છીએ.

રાખી સાવંત જયારે ૧૧ વર્ષની હતી ત્યારે તેણે પોતાની માતા પાસે દાંડિયા ડાન્સમાં જવા માટે આગ્રહ કર્યો હતો. ત્યાર પછી રાખી સાવંતની માતા અને મામા ગુસ્સે થઈ ગયા અને તેઓએ રાખી સાવંતના લાંબા વાળને કાપી નાખ્યા અને એકદમ નાના કરી દીધા હતા. આ કાપેલા વાળને જોઇને રાખીને એવું લાગ્યું કે જાણે તેના વાળ બાળી નાખવામાં આવ્યા હોય.

image source

રાખી સાવંતના વાળ કાપી નાખવાના લીધે રાખી આખો દિવસ અરીસામાં જોઇને રડતી રહી હતી. રાખી સાવંતે ત્યારે નક્કી કરી લીધું હતું કે, તે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને બધા જ કામ કરશે. રાખી સાવંત પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે એક એવી ફેમીલી માંથી આવે છે જ્યાં મહિલાઓને કોઇપણ પ્રકારની આઝાદી આપવામાં નથી આવતી. તેની ફેમિલીમાં મહિલાઓને માત્ર પગના જોડા સમજવામાં આવે છે.

રાખી સાવંત એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેની ફેમિલીમાં કોઇપણ મહિલાને પુરુષો સાથે નજર મીલાવાની રજામંદી નથી હોતી. તેના ઘરની મહિલાઓને ઘરની છત કે બાલ્કનીમાં ઉભા રહેવાની પણ મંજુરી હોતી નથી. આગળ જણાવતા રાખી સાવંત કહે છે કે મારી ફેમિલીમાં મહિલાઓ પર આટલા બધા પ્રતિબંધ તો છે જ તેમ છતાં પરિવારની આવક માટે તેઓ છોકરીઓ પાસે કઈપણ કામ કરાવી શકે છે.

image source

રાખી સાવંતને ફક્ત ૧૦ વર્ષની ઉમરમાં તેના પરિવારે અનીલ અંબાણી અને ટીના અંબાણીના મેરેજમાં ભોજન પીરસવા માટે મોકલવામાં આવી હતી. તે સમયે રાખી સાવંતને કેટરિંગના આ કામના રોજના ૫૦ રૂપિયા આપવામાં આવતા હતા.

એક ઇન્ટરવ્યુમાં રાખી જણાવે છે કે જયારે તેણે બોલીવુડમાં કામની શોધવા માટે જતી હતી ત્યારે તેની પાસે સારા કપડા પણ હતા નહી. તેની પાસે જે પણ કપડા હતા તે પહેરીને જ તે મળવા પહોચી જતી હતી. એટલે રાખી એવું માને છે કે કામ મેળવવા માટે કપડા વધારે મહત્વના હોતા નથી. આગળ જણાવતા રાખી કહે છે કે પોતાને સાબિત કરવા માટે તેણે રાજકારણની સાથે સાથે અભિનય અને નૃત્યુમાં પણ કામ કર્યું હતું.

image source

રાખી સાવંત અને અભિષેક અવસ્થી સાથેની પહેલી મુલાકાત પછી જ બન્ને પ્રેમમાં પડ્યા અને બન્નેએ એકબીજા સાથે મેરેજ કરવાનું નક્કી કર્યું. જો કે, થોડાક સમયમાં જ બન્ને અલગ થઈ ગયા હતા. અભિષેક અવસ્થી વિષે આગળ જણાવતા રાખી કહે છે કે અભિષેક અવસ્થી ખુબ સારા ડાન્સર છે પણ તેમના જેવું ડાન્સર થવું ઘણું મુશ્કેલ છે. પણ જયારે તેઓ બન્ને સાથે હતા ત્યારે અભિષેકએ મારી ઘણી કાળજી લીધી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે મારો ઘણો સાથ આપ્યો છે. હું હતાશ હતી ત્યારે મારા માથા પર મારી માતાની જેમ હાથ ફેરવ્યો નહી.

image source

રાખી સાવંતે ટીવી પર પોતાનો સ્વયંવર કર્યો હતો. પણ અસલી જીંદગીમાં રાખી સાવંત ક્યારેય મેરેજ કરવા ઈચ્છતી જ ના હતી. ઉપરાંત રાખી બાળકોને પણ પસંદ નથી રાખી સાવંત હંમેશા લોકોની સેવા કરવા ઈચ્છે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે રાખી સાવંત આજે લગભગ ૧૫ કરોડની સંપતિ ધરાવે છે.

રાખી સાવંત સાથે જોડાયેલ કેટલાક વિવાદો:

image source

-રાખી સાવંત પહેલીવાર ચર્ચામાં ત્યારે આવી જયારે વર્ષ ૨૦૦૬માં તેના પૂર્વ પ્રેમી એવા મીકા સિંહે રાખી સાવંતને બધાની સામે કિસ કરી દીધી હતી. ત્યાર પછી રાખી સાવંતએ હોબાળો પણ કર્યો હતો.

-રાખી સાવંતનું નામ નીરુ સાવંત છે, પરંતુ ત્યાર પછી તેણે પોતાનું નામ બદલીને રાખી સાવંત કરી લીધું.

-તાજેતરમાં જ પોતાના એક વિડીયોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે રાખી સાવંતનું કહેવું છે કે, તેમણે સપનામાં જોયું છે કે પીએમ મોદી તેને કેબીનેટ મીનીસ્ટર બનાવવા ઈચ્છે છે.

image source

-રાખી સાવંત મોટાભાગે પોતાના પ્રેમીઓના લીધે પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે.

-રાખી સાવંત પોતાની મોં ફાટ અને બેકાબુ બોલવાના કારણે પ્રસિદ્ધ છે. રાખી સાવંતને કોફી વિથ કરણમાં જયારે કરણ જોહરે તેને તેની બ્રેસ્ટ સર્જરી વિષે સવાલ કરવામાં આવ્યો તો તેણે કઈ પણ વિચાર્યા વગર તેનો જવાબ આપતા કહ્યું છે કે, જે ભગવાન નથી આપી શક્યા, તે ડોક્ટર આપી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ