સૌંદર્યની ઓળખ સમા વાળનું દાન કરી આ યુવતીએ ચીંધી અનોખી રાહ

કોઈ પણ વ્યક્તિના શારિરીક દેખાવમાં વાળનું અનોખુ મહત્વ છે. વાળ પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે. ખાસ કરીને બહેનો વાળની ખુબ કાળજી લે છે. વિવિધ પ્રકારની હેર સ્ટાઈલ આજ કાલ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘણા બહેનો વાળ માટે ઘણી ટ્રીટમેન્ટ પણ કરાવે છે.

image source

બહેનો માટે વાળએ એક ઘરેણુ છે તેમ કહીએ તો પણ ખોટુ નથી, એવામાં જો કોઈ યુવતી પોતાના વાળનું દાન કરી દે તો! તમને જાણીને આશ્ચર્ય થશે કે આવુ કોઈ કેવી રીતે કરી શકે. પણ આવુ બન્યુ છે ભાવનગર ખાતે. આ અંગે વિગતે વાત કરીએ તો ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના આવેલા ભગવતી સર્કલ પાસે રહેતા ડો.સ્મિતાબેને કેન્સર ડે નિમિતે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું હતું. જેને લઈને આ હલામાં આ સમાચાર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.

સ્મિતાબેને આ વાળ બીજાને દાનમાં આપવા માટે કપાવ્યા છે

image source

નોંધનિય છે કે, ડો.સ્મિતાબેન વનરા લીલા સર્કલ પાસે આવેલા સલોન ખાતેથી પોતાના માથાના વાળ ઉતરાવ્યા હતા જેની તસવીરો હાલ સામે આવી છે. તમને સવાલ થશે કે બહેન લાંબા વાળ માટે કેટકેટલી માવજત કરતા હોય છે. એમાય આ સ્મિતબેન તો ડોક્ટર છે. આટલા પ્રોફેસનલ વ્યક્તિએ કેમ તેના વાળ કપાવ્યા. તો આનો જવાબ એ છે કે સ્મિતાબેને આ વાળ બીજાને દાનમાં આપવા માટે કપાવ્યા છે.

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ખાતે કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વિગ બનાવવા માટે સ્મિતાબેને વાળ કપાવ્યા છે. ડોક્ટર સ્મિતાબેને આ નિર્ણય કેન્સર ડે દિવસે લીધો હતો. નોંધનિય છે કે કેન્સરની સારવાર દરમિયાન લોકોના વાળ ખરી જાય છે. જેને લઈને કેન્સર પીડિત બહેનને વિગ બનાવવા માટે સ્મિતા બહેને પોતાના વાળ આપ્યા છે.

પિતાની રાહે લોકોની સેવા માટે વાળનું દાન કર્યું

image source

જ્યારે આ અંગે સ્મિતાબેને કહ્યું કે, મહિલાઓને પોતાના વાળ ખુબ જ પસંદ હોય છે. વાળ મહિલાઓના સૌંદર્યમાં વધારો કરે છે. પરંતુ બીજાના ચહેરા પર ખુશી લાવવી એ પણ એક મોટી વાત છે. તમને જણાવી દઈએ કે સ્મિતાબેનના પિતા નટવરલાલ પણ ડોક્ટર છે અને દેશ વિદેશ ખ્યાતિ ધરાવે છે. તેમણે અનેક લોકોના અસાધ્ય રોગોની સારવાર કરી નવુ જીવન આપ્યું છે. હવે નટવરલાલની પુત્રી એટલે કે ડો. સ્મિતાબેન પણ તેમના પિતાની રાહે લોકોની સેવા માટે વાળનું દાન કર્યું છે.

દર્દીઓની કયારેય પણ મજાક કરવી જોઈએ નહીં

image source

તો બીજી તરફ સ્મિતાબેન કહ્યું કે, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ વડોદરા ખાતે બી.અને વાય.એસ.ના છેલ્લા ચોથા વર્ષમાં નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરે છે. તેમણે આ અંગે કહ્યું કે કેન્સર પીડિત દર્દીને પોતાનું દર્દ મહેસુસ થાય તેવું દર્દ મારે પણ મહેસુસ કરવું છે. તેમણે આગળ કહ્યું કે તે દર્દીઓની કયારે પણ મજાક કરવી જોઈએ નહીં. સ્મિતાબેન 20 ડિસેમ્બરે વાળનું દાન કરવાના હતા પરંતુ તેમની પરિક્ષા હોવાને કારણે તેઓ આમ કરી શક્યા ન હતા અને બાદમાં કેન્સર ડે ના દિવસે દાન કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, વાળએ તમારું સૌંદર્ય નથી તમારા વિચાર એ જ સૌંદર્ય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ