આ ગુફામાં પ્રવેશ કરવા લેવી પડે છે 6 મહિના ટ્રેનિંગ, ટિકિટ છે લાખોમાં

વિશ્વમાં અનેક પ્રકારની ગુફાઓ આવેલી છે અને દરેકની પોતાની એક વિશેષતા છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની સૌથી મોટી ગુફા કઇ છે અને તે ક્યાં સ્થિત છે? આ ગુફા એટલી મોટી છે, જેમાં ઘણી ઇમારતો બનાવી શકાય છે, તે પણ 40 માળની. ખરેખર, આ ગુફાનું નામ ‘સોન ડોંગ’ છે, જે મધ્ય વિયેટનામના જંગલોમાં સ્થિત છે. આ ગુફા વિયેતમાનની છેલ્લી સૌથી મોટી ગુફાથી 5 ગણી અને વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી ગુફા, મલેશિયાની ડિએર કેવથી પણ 2 ગણી મોટી છે.

ગુફાની કુલ લંબાઈ 9 કિલોમીટર

image source

સોન ડોંગ ગુફાની કુલ લંબાઈ 9 કિલોમીટર છે, અને તેમાં લગભગ 150 વિવિધ ગુફાઓ છે. ગુફામાં ઝાડથી લઈને વન, વાદળો અને નદીઓ સુધીની દરેક વસ્તુઓ છે. લાખો વર્ષ જુની આ ગુફા વર્ષ 2013 માં પ્રથમ વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે અહીં માત્ર 250-300 લોકોને જ જવાની મંજૂરી મળે છે. 1991 માં ‘હો ખાનહ’ નામના સ્થાનિક વ્યક્તિ દ્વારા આ ગુફાની શોધ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પાણીની ભયાનક ગર્જના અને ગુફામાં રહેલા અંધકારને કારણે કોઈ પણ અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.

200 મીટર ઉંચી દિવાલ શોધી કાઢી

image source

આ ગુફાને વર્ષ 2009 માં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી હતી, જ્યારે બ્રિટિશ રિસર્ચ એસોસિએશન દ્વારા વિશ્વને પ્રથમ આ ગુફાની ઝલક બતાવવામાં આવી હતી. પાછળથી 2010 માં, વૈજ્ઞાનિકોએ ગુફાની અંદરનો રસ્તો શોધવા માટે 200 મીટર ઉંચી દિવાલ શોધી કાઢી હતી આ દિવાલને ‘વિયેટનામ વોલ’ પણ કહેવામાં આવે છે. ગુફામાં બે સ્થળે છત તૂટી પડીને વિશાળ બાકોરા પડયા છે. તેમાંથી સૂર્યપ્રકાશ ગુફામાં આવે છે અને વૃક્ષો અને વનસ્પતિ ઊગે છે.

છ મહિનાની તાલીમ આપવામાં આવે છે

image soucre

દર વર્ષે, પ્રવાસીઓ ઓગસ્ટ પહેલા આ ગુફામાં જઈ પરત ફરી શકે છે, કારણ કે તે પછી ગુફાની અંદર નદીના પાણીનું સ્તર વધે છે. ગુફાની અંદર જવા માટે પ્રતિ વ્યક્તિ ટિકિટ આશરે બે લાખ રૂપિયા છે. ગુફામાં આવતા પ્રવાસીઓને પ્રથમ છ મહિનાની તાલીમ આપવામાં આવે છે. તેમને ઓછામાં ઓછા 10 કિ.મી. ચાલવાની અને છ વખત રોક ક્લાઈબિંગ શીખવવામાં આવે છે. તે પછી જ તેઓને ગુફામાં લઈ જવામાં આવે છે.

બારાબારની ગુફા

image source

જો ભારતની વાત કરીએ તો બારાબારની ગુફાઓને દેશની સૌથી જૂની ગુફા કહેવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે આ ગુફા ઇ.સ.પૂર્વે 322 માં બનેલી હોવાનું મનાય છે. બિહારના ગયાથી 24 કિલોમીટર દૂર પર્વતોમાં આવેલી છે. કોઈ પહાડને ચોકસાઈપૂર્વક કાપીને બનાવી હોય તેવી આ ગુફાઓ અદ્ભૂત છે. કમને જણાવી દઈએ કે બારાબાર ગુફા ત્રણ ગુફાનો સમૂહ છે. પહેલી લોમાસ ઋષિની ગુફા છે.

image source

જેમાં કમાન આકારના પ્રવેશદ્વાર અને હાથીનાં શિલ્પ જોવા મળે છે. તો બીજી સુદામા ગુફા કરીકે ઓળખાય છે. જેમાં ધનુષ્યાકાર પ્રવેશદ્વાર થઈ ગોળાકાર ખંડમાં જવાય છે. આ ત્રણે ગુફાઓના પ્રવેશદ્વાર સુંદર કોતરણી અને શિલ્પકળાથી શોભે છે. આ પ્રવેશદ્વાર ચોકસાઈપૂર્વકના માપ લઈને એક જ ખડકમાંથી કાપીને બનાવેલા છે. તે જોઈને આશ્ચર્ય થાય. તમને જણાવી દઈએ કે બિહારમાં આવતાં પ્રવાસીઓ આ ગુફા જોવા અચૂક આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ