લીલવા અને લીલા લસણ નો પુલાવ સાથે અને લીલા લસણ ની કઢી, નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું, શીખો બનાવતા…

હેલો ફ્રેન્ડઝ, આજે હું લાવી છું એક સીઝનલ વાનગી જેનુ નામ છે લીલવા અને લીલા લસણ નો પુલાવ અને લીલા લસણ ની કઢી. નામ સાંભળીને જ મોઢા મા પાણી આવી ગયું ને…

પુલાવ એક એવી વાનગી છે જેમા આપણે નિતનવા પ્રયોગો કરી શકીએ છીએ. બાળકો જો શાક ભાજી ના ખાતા હોય તો આપણે વિવિધ પ્રકારના શાક ભાજી ઉમેરી ને પુલાવ અને બિરયાની બનાવીએ જ છીએ,શિયાળામાં લીલવા એટલે કે લીલી તુવેર ના દાણા ખુબ જ સરસ મળે છે .. આ લીલવા ની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે લીલવા વટાણા ની જેમ દરેક વાનગી મા ભેળવી શકીએ છીએ અને તેની ઘણી બધી વાનગીઓ આપણે બનવતા જ હોય છે જેમકે , લીલવા ની કચોરી, પેટીસ, ઉંધીયુ, લીલવા મુઠડી નુ શાક વગેરે વગેરે… તો ચાલો આજ આ લીલવા અને લીલા લસણ નો પુલાવ કેવી રીતે બને તે નોંધી લો.

* સામગ્રી –

3 કપ રાંધેલા બાસમતી ચોખા

1 કપ લીલવા ( લીલી તુવેર ના દાણા)

1 કપ લીલા કાંદા બારિક સમારેલા

1/2 કપ લીલુ લસણ બારિક સમારેલુ

1 ટેબલસ્પૂન બારિક સમારેલા લીલા મરચાં અને સુકુ લસણ

3-4 ટેબલસ્પૂન ઘી

1 ટેબલસ્પૂન જીરૂ

1/4 ટીસ્પૂન હીંગ

સ્વાદ અનુસાર મીઠું

બારિક સમારેલી કોથમીર

પુલાવ બનાવવા ની રીત —

1- સૌ પ્રથમ એક કડાઈમાં માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરી દો અને બારિક સમારેલા લીલામરચા અને લસણ ઉમેરો
2- તેમા લીલવા ઉમેરો તેમા સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો 4-5 મિનીટ સુધી સીઝવા દો, લીલવા ને બહુ સમય નથી લાગતો ચઢવા માટે, એટલે વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતાં રહેવુ.
3- ત્યાર બાદ તેમાં બારિક સમારેલા લીલાકાંદા અને લીલુ લસણ ઝીણું સમારેલુ ઉમેરો તેને 2-3 મિનિટ સુધી સાંતળી લો લસણ અને કાંદા થોડા નરમ થવા દો.
4- લસણ કાંદા સંતળાઈ જાય એટલે તેમાં રાંધેલા બાસમતી ચોખા ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરી લો જો ચોખા ને રાંધતી વખતે મીઠુ ના ઉમેર્યુ હોય તો સ્વાદ અનુસાર મીઠું ફરીથી ઉમેરો 2-3 મિનિટ સુધી સાંતળી તેમા 1-2 ચમચી દેશી ઘી ઉમેરી ને તેને ઢાંકીને દો ને ગેસ પર થી ઉતારી લો પીરસતી વખતે તેના પર બારીક સમારેલુ લીલુ લસણ અને તળેલા કાજુ થી ગારનીશ કરી સવૅ કરો .

ટીપ — લીલવા ની સાથે તમે લીલા વટાણા અને લીલા ચણા પણ ઉમેરી શકો છો, તમારી પાસે ઓછો સમય હોય તો આ પુલાવ ને કુકર મા ડાયરેકટ પણ બનાવી શકો છો, ચોખા ના પ્રમાણ મા માપસર જ પાણી ઉમેરીને 3 વ્હીસલ વગાડી લો તમારો ઝટપટ લીલવા પુલાવ તૈયાર …

* કઢી બનાવવા ની સામગ્રી –

1 કપ ખાટુ દહીં

3 કપ પાણી

3-4 ટેબલસ્પૂન ચણાનો લોટ

2 ટેબલસ્પૂન ગોળ

સ્વાદ અનુસાર મીઠું

1/4 કપ બારીક સમારેલુ લીલુ લસણ

* વઘાર કરવા ની સામગ્રી –

3 ટેબલસ્પૂન ઘી

1 ટીસ્પૂન જીરૂ

ચપટી હીંગ

8-10 મીઠા લીમડાના પાન

1 ટેબલસ્પૂન લીલા મરચાં અને આદુ ને સુકુ લસણ ઝીણું સમારેલુ

બારિક સમારેલી કોથમીર

* રીત —

1-સૌ પ્રથમ દહીં ને વલોવી લો તેમા પાણી અને ચણા નો લોટ ઉમેરીને તેને ફરીથી વલોવી લો
2-ત્યારબાદ તેને ગેસ પર ઉકળવા મૂકો તેમા સ્વાદ અનુસાર મીઠું અને ગોળ નાખી 8-10 મિનીટ સુધી ઉકાળવુ.
3- કઢી ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે તેને ગેસ પર થી ઉતારી લો
4- એક વઘારીયા મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરૂ અને લીમડા ના પાન ઉમેરો, તથા લીલુ લસણ, સુકુ લસણ અને બારીક સમારેલા મરચાં ઉમેરી દો, તેને 2-3 મિનિટ સુધી સાંતળી લો અને તેને ઉકાળેલી કઢી ઉપર રેડી દો
તૈયાર છે તમારી ગરમા ગરમ લીલા લસણ ની કઢી તેને કોથમીર થી ગારનીશ કરી ને લીલવા ના પુલાવ અને પાપડ સાથે પીરસી દો .
આ લસણ ની કઢી જુવાર બાજરી ના રોટલા તથા ભાખરી સાથે પણ ખુબ જ સરસ લાગે છે, રોટલા સાથે ખાવા માટે આ કઢી થોડી વધારે ઘટૃ બનાવવી, તેના માટે તેમા 1-2 ચમચી ચણા નો લોટ વધારે ઉમેરવો.

ટીપ — શિયાળામાં મળતા લીલવા ને વટાણા ની જેમ તમે આખુ વર્ષ સુધી સ્ટોર કરી શકો છો
લીલા લસણ ને પણ બારીક સમારી ને એરટાઇટ ડબામાં પેક કરી ને ડીપ ફ્રીઝ મા સ્ટોર કરી શકો છો
જેથી તમે શિયાળા બાદ પણ તેની વિવિધ વાનગી બનાવી ને તેનો આનંદ માણી શકો છો
તો ચાલો તમે બનાવો આ સિઝન પુરી થઈ જાય એ પહેલા આ લીલવા અને લીલા લસણ નો પુલાવ અને કઢી અને ખવડાવો તમારા ઘર ના સભ્યો ને બાળકો ને..

હું કરુ બીજી રેસીપી ની તૈયારી, હા મારી રેસીપી ને સ્ટેપ બાય સ્ટેપ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ Mumma’s kitchen જરુર સબસક્રાઈબ કરજો.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

આ વાનગી કેવી લાગી કોમેન્ટમાં પ્રતિભાવ જરૂર આપજો.