ખરવસ -બળી – નાનપણમાં દૂધવાળા કાકા આપી જતા હતા એ બળી હવે તમે ઘરે જ બનાવી શકશો…

હેલો ફ્રેન્ડઝ આજ હું એક એવી રેસીપી લાવી છું જે આપણે ગાય ના ચીક માથી જ બને છે, જેને ગુજરાતી મા બળી મરાઠી ભાષા મા ખરવસ કહેવાય છે, કોઇ લોકો મિલ્ક હલવો પણ કહે છે. એ સ્વાદ મા એટલો સરસ અને સોફ્ટ હોય છે કે મોઢા મા મુકતા જ ઓગળી જાય એવુ લાગે છે.

આ ખરવસ કે બળી ગાય વીયાંય ત્યારપછી જે દુધ આપે છે તેને ચીક કહેવાય છે અને તેમા ખાંડ અને થોડું દૂધ અને એલચી નો ભૂકો નાંખી ને ઢોકળા ની જેમ થાળી મા વરાળ થી બાફવા આવે છે આ ચીક ગામડા મા તો ગોવાળિયા ઓ મફત આપી જાય છે પરંતુ શહેર ના લોકો ને નથી મળી રહેતુ. તો ચાલો આજ એ ગાય ના ચીક વગર જ અદ્દલ એવી ખરવસ અથવા બળી ફકત 4 સામગ્રી થી કેવી રીતે અને કેટલી સહેલાઈથી ઘરે બની શકે છે તે શીખવાડીશ. તો નોંધી લો સામગ્રી —

@ સામગ્રી —

*1 કપ દુધ

*1 કપ ઘટૃ દહીં

*1/2 કપ મિલ્ક મેડ

*1/2 કપ મિલ્ક પાઉડર

* એલચી નો પાઉડર

@રીત —


1– સૌ પ્રથમ એક વાસણ મા એક કપ દૂધ લો, તેમા 1/2 કપ મિલ્ક પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરી લો તેમા જરા પણ કણી ના રહી જાય તેવી મિકસ કરી લો.


2–ત્યાર બાદ તેમાં તાજુ ઘટૃ દહીં નાખીને તેને પણ એકદમ ફેટી લો, જો દહી મા પાણી નો ભાગ બિલકુલ ના હોવો જોઈએ જો પાણી હોય તો તેને કપડા મા બાંધી ને તેનુ પાણી નિતારી લો અને પછી જ વાપરવુ.


3– ત્યાર બાદ આ બેટર મા 1/2 કપ મિલ્કમેડ ઉમેરી ફરી એકવાર ફેટી લો તમને જો વધારે ગળપણ ભાવતુ હોય તો 1કપ નાખવુ.


4– હવે આ તૈયાર થયેલા બેટર ને એક ટીન અથવા કુકર ના ડબા મા લઇ લો અને તેની ઉપર એલચી નો પાઉડર ભભરાવી લો. તમને પસંદ હોય તો કાજુ બદામ પિસ્તા ની કતરણ પણ નાંખી શકો છો.


5– તેને એલ્યુમિનિયમ ફોઇલ થી કવર કરી લો તેને સાઇડ થી પણ બરાબર કવર કરવુ જેથી તેમા વરાળ નુ પાણી ના પડે.


6– આ ટીન હવે ઢોકળીયા મા અથવા એક કડાઈ મા નીચે પાણી અને ઉપર કાઠો મુકી તેની ઉપર આ ટીન મુકી ઉપર ઢાકણ ઢાકી દેવુ. લગભગ 30-35 મિનિટ સુધી તેને તૈયાર થતા લાગે છે.


7– 30-35 મિનીટ પછી તેને ખોલી એક ચપુ વડે જેમ ઢોકળા ચેક કરીએ તેમ ચેક કરો જો ચપુ ક્લીન બહાર આવે તો સમજવું ખરવસ તૈયાર છે, અને ગેસ બંધ કરી દો.


અને તે ઠંડી થઈ જાય એટલે ફ્રિજ મા વધારે ઠંડી થવા 1-2 કલાક માટે મુકી દો.

8– ત્યાર બાદ તે સાઈડ થી ચપુ ફેરવવુ જેથી તે સહેલાઈથી નીકળી જશે, ત્યારબાદ ટીન ને એક પ્લેટ મા ઉંધુ કરી ને ખરવસ ને કાઢી લો અને તેના નાના નાના પીસ કરી લો. તૈયાર છે તમારી ઠંડી ઠંડી સોફટ અને સ્વાદિષ્ટ ખરવસ અથવા બળી. ખાઓ અને ખવડાવો તમારા ઘર ના સભ્યો ને અને સરપ્રાઈઝ આપો કે ચીક વગર પણ તમે ઘરમાં કેટલી સરળતા થી અદલ ઓરજીનલ બરી બનાવી શકો છો.


@ ધ્યાનમાં રાખવા ની બાબત —

*દુધ ફેટ વાળુ જ લેવુ .

*દહીં પણ એકદમ મોળુ લેવુ. જરાપણ ખટાશ હશે તો તેનો સ્વાદ બગડી શકે છે.

* બળી મા પાણી નીકળે તો ગભરાવૂ નહીં, તે વાસણ ને સાઈડ થી નમાવી રાખશો એટલે બધુ પાણી એક સાઈડ આવી જશે તો તેને નિતારી લઈ ને પછી જ બહાર કાઢવી.

તો ચાલો મે તો આ ઈનસ્ટંટ બળી અથવા ખરવસ બનાવી ને મારા પરિવાર ને સરપ્રાઈઝ આપી દીધી છે અને હવે તમે પણ જરૂર બનાવજો અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી, નવી રેસીપી લાવુ ત્યાં સુધી બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)