વેજીટેબલ હાંડવા ઉત્પપા – વધેલા ઢોકળાના ખીરું માંથી બનાવી શકશો આ ટેસ્ટી અને લાજવાબ ઉત્પપા…

હેલો ફ્રેન્ડઝ, આપણા ગુજરાતી ઓ ના ઘરો મા ઢોકળાં અને હાંડવો બનતા હોય છે ઘણી વખત આ ઢોકળા કે હાંડવા નુ બેટર વધારે બની જાય છે તો તેને આપણે ફ્રિજ મા મુકી દઇએ છીએ, પરંતુ બીજા દિવસે ફરી વખત એ ઢોકળા કે હાંડવો ન બનાવતા, તેમા કંઇ વિવિધતા લાવી ને કોઈ નવી વાનગી બનાવીએ તો બાળકો હોંશે હોંશે ખાઇ લે છે તો એક તીર ને દો નિશાને જેવુ થઇ જાય.

વધેલુ ખીરૂ પણ વપરાય જાય છે અને નવી વાનગી જોઈને બાળકો અને ઘરના સભ્યો ખુશ થઈ જાય છે. મે પણ આજ આવુ જ કર્યુ છે હાંડવા નુ ખીરું વધ્યું હતું તો તેમા મારા બાળકો ની પસંદગી ના શાકભાજી ઉમેરી ઉત્પપા બનાવી આપ્યા, તો તમારે પણ ક્યારેક હાંડવા કે ઢોકળા નુ ખીરું વધે તો આ ઉત્પપા જરૂર બનાવજો. તો ચાલો નોંધી લો સામગ્રી

* સામગ્રી —


* 500g હાંડવા નુ ખીરું

* 1 નંગ કેપ્સીકમ બારિક સમારેલુ

* 2 નંગ કાંદા બારિક સમારેલા

* બારીક સમારેલી કોથમીર

* સંભાર પાઉડર

* 2 ટેબલસ્પૂન સફેદ તલ

* તેલ

* રીત —


1– સૌ પ્રથમ એક નોનસ્ટિક તવા ને ગેસ પર ગરમ કરવા મૂકો અને તે થોડો ગરમ થાય એટલે તેના પર અડધા ઈચ જેટલી જાડો ઉત્પપા પાથરો.


2– તેના ઉપર બારીક સમારેલા કાંદા ટામેટાં અને કેપ્સીકમ નાખી ને તેના ઉપર થોડું લાલ મરચુ અને સંભાર પાઉડર તથા સફેદ તલ ભભરાવો ને સાઈડ પર એક ચમચી જેટલૂ તેલ મૂકો અને ઉપર થી ઢાંકણ ઢાંકી ને સીઝવા દો.


3– નીચે ની બાજુ થી બ્રાઉન થઈ જાય એટલે તેને ઉલટાવી ને બીજી બાજુ ફેરવી ને ફરી એક ચમચી તેલ મૂકી સીઝવા દો, આ દરમિયાન ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી જેથી મસાલા બળે નહીં.

4– હવે બંને બાજુ થી બ્રાઉન થઈ જાય એટલે તેને કટ કરી લો અને ગરમા ગરમ ચટણી કે સોસ સાથે પીરસો, આવી રીતે બધા ઉત્પપા બનાવી લો.


* નોંધ —

* હાંડવા નુ ખીરું લીધુ છે તમે ઈડલી ઢોસા ના ખીરા માથી પણ બનાવી શકો છો, ચણા ના લોટ ના પુડલા કરીએ તેમાથી પણ બનાવી શકો છો.

* હાંડવા નુ બેટર બનાવવા માટે 21/2 કપ ચોખા, 1 કપ ચણા ની દાળ, 1/2 કપ અડદ ની દાળ ને કરકરુ પીસી ને તેનો લોટ તૈયાર કરવામાં આવે છે, અને તેમા દહીં અથવા ખાટી છાશ નાખી ને તેને 8-10 કલાક સુધી ઢાંકી ને રાખવુ જેથી તેમા આંથો આવી જાય. ત્યારબાદ તેમા આદુ મરચા ની પેસ્ટ કોથમીર, મીઠું, હળદર તથા 1/2 ટીસ્પૂન ઈનો સોડા અથવા ખાવા નો સોડા અને તેલ નાખી ને મિકસ કરી ને ખીરુ તૈયાર કરવામાં આવે છે.
મે કરકરો લોટ લીધો છે તમે ચોખા અને દાળ ને 8-10 કલાક પલાળી ને તેને પીસી ને પણ ખીરુ તૈયાર કરી શકો છો.

* મે આમા મારા બાળકો ની પસંદગી ના શાકભાજી લીધા છે, તમે તમારા બાળકો ની પસંદગી ના શાકભાજી ઉમેરી શકો છો જેવાકે ગાજર, કોબી, વટાણા પાલક વગેરે…

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ હાંડવા ઉત્પપા અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ