દેશની સુરક્ષા ખાતર જીવ જોખમમાં મૂકતા વિરની આવી દશા જોઈ આંસુ આવી જશે…

આપણાં સમાજમાં એવું જ પ્રચલિત છે કે કોઈના બેસણાંમાં એના વખાણ થાય જ્યારે વ્યક્તિ જીવતો હોય અને તે માંદો સાજો હોય ત્યારે તેની કોઈ પૂછા પણ કરતું નથી.

આજે અમે આપને એક એવી વ્યક્તિ વિશે વાત કરીશું જેણે સન ૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં પોતાની ફરજ બજાવી હતી. પરંતુ આજે બે દાયકા બાદ આ વીર જવાનનું શું થયું અને તેની આજે કેવી હાલત છે એ જાણીને આપને નવાઈ લાગશે અને દુઃખ પણ થશે.

26 જુલાઈના દિવસે પુરા દેશમાં કારગિલ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં ઘણા જવાન શહીદ થયા અને ઘણા ઘાયલ થયા પરંતુ બધાને યાદ કરવા કદાચ દેશવાસીઓને માટે બહુ મુશ્કેલ હોય એવું લાગે છે. આપણે તેમની શહાદતને ભૂલી જઈએ તે કેમ ચાલે?
લોકો એ કેપ્ટન વિક્રમ બત્રાના પત્રને પણ ભરપૂર શેયર કર્યા; અભિનંદનને ખૂબ પોંખ્યો પરંતુ એજ સમયે સરહદ પર શહિદ થયેલા સૈનિકો વિશે આપણને કંઈ ખ્યાલ પણ નથી હોતો. આપણે ઘેર બેઠાં તે માણસોને ભૂલી જઈએ છીએ જેઓ તે લડાઈ બાદનું દર્દ સહન કરી રહ્યા છે.

અમે આજે અપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ જેન લોકોના એઠાં વાસણ ધોવા પર મજબુર છે. કારગિલ યુદ્ધનો આ જવાનની હાલત જોઈ તમારાં રૂવાડાં ખડાં થઈ જશે.

આજનો યુવાન એન્જિનિયર બનવા માંગે છે, ડોક્ટર અથવા એક્ટર પણ બનવા માંગે છે પરંતુ સૈનિક નથી બનવા માંગતા કેમ? તેના પાછળ કારણ છે કે જો કોઈ સૈનિક બની પણ જાય તો તેના પછી જોતે પોતે તેના પરિવારનો એક માત્ર આધાર હોય તો તેની દેખરેખ થોડા મહિના બરાબર થઈ શકતી નથી તો હંમેશા કેવી રીતે કરશે. પરંતુ એવું દરેક સિપાહી એ નથી વિચારતા. કારગિલ યુદ્ધમાં તેને જીતની સાથે પોતાનું માનસમ્માન તો મળ્યું પરંતુ એક પગ ખોઈ બેઠા એવા યુદ્ધમાં ઘાયલ થયેલા લાંસ નાયક સતવીર સિંહની કરી રહ્યા છીએ. આવો એમની દાસ્તાં એમના અનુભવો જાણીએ,

મુખમેલપૂર ગામમાં રહેવાવાળા સતવીર સિંહ એ જણાવ્યું કે 13 જૂન, 1999 ની સવારે કારગિલની તોલાલિંગ પહાડી પર દુશ્મન ઘાત પહોંચાડવા આવ્યા હતા અને તક મળતા જ તેમણે હુમલો કરી દીધો. આશરે 15 મીટર જેટલી દૂરી પર દુશ્મન અને 9 જવાનોની ટિમ લઈને સતવીર તેમના કેપ્ટન તરીકે રવાના થયા. હેન્ડ ગ્રેનેડ ફેંકીને 7 દુશ્મન સૈનિકોને માર્યા. સતવીર અને તેમના કેટલાક સાથી ઘાયલ થઇ ગયા હતા, જો કે દેશના 7 જવાન પણ શહીદ થઇ ગયા હતા. લગભગ 17 કલાક સુધી ત્યાં તેઓ ઘાયલ થઈને પડ્યા રહ્યા, હેલિકોપ્ટર પણ ત્યાં દુશ્મનોની ફાયરીંગના કારણે લેન્ડ નહોતું થઇ રહ્યું પછી જેમ તેમ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. લગભગ 9 દિવસ તેમને સિમલાની હોસ્પિટલમાં રાકખ્યા પછી દિલ્લી મોકલાયા. એક વર્ષ સુધી તેમનો ઈલાજ ચાલ્યો.

તેમને બદલમાં પેટ્રોલ પંપની પ્રક્રિયા માંડ પૂરી થઈ અને 5 વિધા જમીન જ મળી. તેમ છતાં હાર ન માની અને તેમણે તેના પર ફળોનો બગીચો લગાવ્યો પરંતુ 3 વર્ષ પછી તે પણ છીનવાઈ ગઈ. તેમને બે દીકરાઓના અભ્યાસ પણ રોકી દેવાયા. ત્યાર બાદ એક જ્યુસની દુકાન ખોલી લીધી અને હવે તે પોતાના પરિવારનો ગુજારો દુકાન અને પેન્શનના આધાર પર કરી રહ્યા છે. આટલા વર્ષોમાં ન તેમને કોઈ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા ન જ તેમની કોઈએ ખબર લીધી.

આંકડાઓ મુજબ કારગિલ યુદ્ધ સમયે 527 જવાન શહીદ અને 1300 ઘાયલ થયા હતા અને આ સતવીર સિંહનું નામ પણ તે ઘાયલોમાં સામેલ છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.