ચીઝ મેક્સીકન ક્રેકર્સ – આ વિકેન્ડ પર સાંજે નાસ્તામાં કઈક નવીન અને અલગ ખાવાનું મન છે? તો બનાવો આ સરળ રેસીપી…

હેલો ફ્રેન્ડ્સ આજે હું kids સ્પેશ્યલ વાનગી લાવી છું જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે તેમાં પણ બિસ્કીટ અને ચીઝ હોય એટલે બાળકો હોંશેહોંશે ખાય છે મારા બાળકો શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા શું તમારા બાળકો પણ શાકભાજી નથી ખાતા ઘણા બાળકોને અમુક શાકભાજી પસંદ નથી હોતા આવી ફરિયાદ દરેક મમ્મીઓને હોય છે બાળકોને શાકભાજી ખવડાવવા માટે કંઈ ને કંઈ ઇનોવેટિવ વાનગીઓ બનાવવી પડે છે.

હું પણ આવી વાનગીઓ બનાવો કે જેમાં વધારેમાં વધારે વેજીટેબલ ઉમેરીને બાળકોને ખવડાવી શકું બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે વેજીટેબલ ખૂબ જ જરૂરી હોય છે તેથી બાળકોને વેજિટેબલ્સ ખવડાવવા માટે આવી ઇનોવેટિવ વાનગીઓ ખૂબ ઉપયોગી થાય છે દરેક બાળકને ઇટાલિયન મેક્સીકન જેવા કે પીઝા પાસ્તા નાચોઝ tacos ખૂબ જ ભાવતા હોય છે.

આવી વાનગીઓમાં આપણે મનગમતા શાકભાજી ઉમેરીને બાળકોને ખવડાવી શકીએ છીએ તો આજે હું એક ફ્યુઝન વાનગી એટલે કે મેક્સીકન ક્રેકર્સ બનાવતા શીખવાડીશ જનરલી આપણે મેક્સીકન ટાકોસ બનાવતા હોઈએ છીએ પરંતુ આ જ હું આ વાનગી એક ચીઝ ક્રેકર્સ બિસ્કીટ પર બનાવતા શીખવાડીશ જે એક ઝટપટ બનતી સ્નેક્સ આઈટમ છે.

તમારા ઘરમાં બાળકોની બર્થ-ડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય અથવા તો કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે આ વાનગી એક સ્ટાર્ટર તરીકે પીરસી શકો છો તો ચાલો આજે આ મેક્સીકન ફ્યુઝન એટલે કે ચીઝ મેક્સીકન ક્રેકર્સ બનાવવા માટે શું સામગ્રી જોશે તે જોઈએ.

સામગ્રી —


એક પેકેટ ચીઝ ક્રેકર્સ બિસ્કીટ

૧ કપ બાફેલા રાજમાં

૧ કપ બારીક સમારેલા ગાજર

૧ કપ બારીક સમારેલા ટામેટા

૧ કપ બારીક સમારેલા કાંદા

૧ કપ બારીક સમારેલા કેપ્સીકમ

૧ કપ બારીક સમારેલી કોબી

2 થી 3 tbsp green chutney

2 થી 3 tbsp ટમેટો સોસ

2 થી 3 tbsp મેક્સીકન સાલસા સોસ

1 tbsp પાસ્તા સિઝલિંગ (mixe herbs)

૩ થી ૪ cube ચીઝ

બારીક સમારેલી કોથમીર


* રીત–


1- સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા રાજમાં કોબી ગાજર ટામેટા કેપ્સીકમ કાંદા ટામેટા સોસ મેક્સીકન સાલસા સોસ પાસ્તા સિઝલિંગ અને ગ્રીન ચટણી ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરી લો તૈયાર છે તમારુ મેક્સીકન ટોપિંગ


2- એક પ્લેટમાં જરૂર મુજબ ચીઝ ક્રેકર્સ બિસ્કીટ ગોઠવો તેના ઉપર તૈયાર કરેલ ટોપિંગ એક એક ચમચી જેટલું મૂકો.


3- ત્યારબાદ તેના ઉપર ખમણેલું ચીઝ ભભરાવો અને થોડું થોડું પાસ્તા સિઝલિંગ તથા કોથમીર ભભરાવો અને તેને તુરંત પીરસી દો


ચાલો તૈયાર છે તમારો ફ્યુઝન મેક્સીકન food એટલે કે ચીઝ મેક્સીકન ક્રેકર્સ બાળકો આ વાનગી હોંશે હોંશે ખાશે

* ધ્યાન માં રાખવાની બાબત- આ ક્રેકર્સ પીરસતી વખતે જ બનાવવા નહીં તો બિસ્કીટ સોફ્ટ થઈ જશે.

Tips —

* મેં આ બનાવવા માટે ચીઝ ક્રેકર્સ biscuits લીધા છે તમે તેને મોનૅકો બિસ્કીટ પર પણ કરી શકો છો

* સેવપુરી ની કડક પૂરી ઉપર પણ કરી શકો છો

*-સેમ સ્ટફિંગ તમે કે ના પીસ માં ભરીને પણ કરી શકો છો

*-કોઈ વખત સવારની રોટલી વધી હોય તો આ રોટલીને તળીને અથવા તેના ખાખરા શેકીને પણ એ ખાખરા ઉપર આ sem ટોપિંગ લગાવીને સર્વ કરી શકો છો.

*બ્રેડને ટોસ્ટ કરી ને પણ આવી જ રીતે શોપિંગ કરી સર્વ કરી શકો છો.

* શાકભાજીમાં તમે તમારા મનગમતા શાક ઉમેરી શકો છો તેની માત્રા પણ તમારી પસંદગી મુજબ ઓછી-વધતી કરી શકો છો.

તો જોયું બાળકોને શાક ભાજી ખવડાવવા માટે નું આ બેસ્ટ ઓપ્શન છે આશા છે તમને મારી આ કિડ્સ સ્પેશ્યલ વાનગી જરૂર પસંદ આવી હશે તો ચાલો તમે બનાવો અને ખવડાવો તમારા બાળકોને ખુશ કરો અને હું કરુ બીજી હેલ્ધી રેસિપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનું ભૂલશો નહીં બીજી હેલ્ધી રેસિપી લઈને આવું ત્યાં સુધી બાય

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.