પાવભાજી – નાના મોટા દરેકની ઓલ ટાઈમ ફેવરીટ એવી આ પાવભાજી બનાવો આ સરળ રીતે…

હેલો ફ્રેન્ડઝ, શુ તમારા બાળકો પણ શાક નથી ખાતા? મારા બાળકો પણ ઘણાખરા શાક નથી ખાતા. બાળકો ને શાક ખવડાવવું એ દરેક માતાઓ માટે એક કઠિન કાયૅ હોય છે, દુધી, ગાજર, બીટરૂટ, ફલાવર,રીંગણાં..આ બધા શાક ના નામ પડે ત્યાં તો તેમના નાક નુ ટેરવું ચઢી જાય.. આ બધા શાક ખવડાવવા તમે શું કરો છો? હું તો આ બધા શાક ની પાવભાજી બનાવુ છું, અને આ પાવ ભાજી મારા બાળકો ની તો ફેવરીટ છે પરંતુ એમના ફ્રેન્ડઝ ને પણ ખુબ જ ભાવે.

જનરલી આપણે, પાવભાજી મા ફકત બટાટા, વટાણા, અને ટામેટાં, કાંદા જ નાખી ને બનાવતા હોઈએ છીએ, પરંતુ હું તેમા સૌથી વધૂ પ્રમાણમા દુધી અને સૌથી ઓછા પ્રમાણમાં બટાટા વાપરૂ છું, સાથે તેનો કલર પણ એકદમ હોટલ જેવો આવે તેના માટે હું રંગ ની બદલે બીટરૂટ વાપરૂ છું, જેથી તે એકદમ હોટેલ જેવી જ દેખાય. તો ચાલો આજ હું તમને મારી આ હેલ્ધી પાવ ભાજી શીખવાડીશ. તો નોંધી લો સામગ્રી શુ જોઈશે એ.

* સામગ્રી —

* 500ગ્રામ દૂધી

* 3 નંગ નાના બટાટા

* 1 નંગ ગાજર

* કપ વટાણા

* 1/2 કપ ફ્લાવર

* 1 નંગ કેપ્સીકમ

* 1 નંગ નાનુ બીટરૂટ

* 2-3 નંગ કાંદા

* 4-5 નંગ મિડિયમ સાઈઝ ના ટામેટાં

* 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ

* 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો

* 2 લાલ મરચાંનો પાવડર

* 1 ટીસ્પૂન હળદર

* સ્વાદ અનુસાર મીઠું

*4-5 ટેબલસ્પૂન બટર

* ટેબલસ્પૂન લીંબુનો રસ

* બારિક સમારેલી કોથમીર

** રીત —

1–સૌ પ્રથમ કાંદા ,ટામેટાં, સિવાય ના બધા શાક ને ધોઈ ને સમારી ને પ્રેશરકુકર મા બાફી લો, બીટરૂટ ને છાલ સાથે જ આખુ એક વાટકી મા અલગ બાફવુ.ટુકડા કરી ને નહીં. કાંદા ટામેટાં ને અલગ અલગ બારિક ચોપ કરી લો, મે ચોપર મા ચોપ કયૉ છે. તમે ચપુ વડે કરી શકો છો.


2– ત્યાર બાદ એક પેનમાં બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાંખીને, કાંદા સાંતળો, 3-5 મિનીટ સુધી સાંતળી લો અને તેમા ક્રશ કરેલાં ટામેટાં નાખી અને બીટરૂટ ને પણ ખમણી લો.ત્યારબાદ બાદ તેને બરાબર મિક્સ કરી લો.


3– ત્યાર બાદ તેમાં લાલ મરચુ, હળદર અને પાવ ભાજી નો મસાલો ઉમેરી ને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.


4– હવે તેમા બધા બાફેલા અને સ્મેશ કરેલા શાક ઉમેરો અને તેને પણ બરાબર મિક્સ કરી લો. અને તેને મસાલા સાથે ચઢવા દો 10 મિનિટ સુધી તેને એકરસ થવા દો તેમા મસાલા ની સુગંધ અને સ્વાદ બરાબર ભળી જાય એટલે ગેસ બંધ કરીદો લીંબુ નો રસ ઉમેરી ને ગરમા ગરમ ભાજી ઉપર થોડું બટર નાખો અને પાવ અથવા પરાઠા સાથે પીરસી દો, સાથે કાંદા ની કચુંબર અને લીંબુ, લસણ ની ઢીલી ચટણી પણ પીરસો ભાજી ના સ્વાદ મા ચાર ચાંદ લગાવી દેશે.


* ધ્યાન મા રાખવા ની બાબત —

બાફેલા શાક ભાજી ને સરસ રીતે બ્લેન્ડ અથવા સ્મેશ કરી લેવા નહિ તો જો તેમા શાકભાજી ના ટુકડા રહી જશે તો બાળકો ખાશે નહીં, અને આપણુ સિક્રેટ ખુલી જશે😀

* તમે જો જૈન ભાજી બનાવવા માંગતા હો તો બટાકા, કાંદા લસણ, નો ઉપયોગ ના કરવો, બટાકા ના બદલે કાચા કેળા વાપરવા અને બાકી ના શાક ભાજી મા તમારી પસંદગી નો ઉપયોગ કરવો.

* બીટરૂટ ને પણ છાલ સાથે આખુ જ બાફવુ, શાક ભાજી ની સાથે જો ટુકડા કરી ને બાફશો તો તેનો કલર નીકળી જશે અને તે ફિકુ પડી જાય છે.
તો ચાલો મે તો મારા બાળકોને શાકભાજી ખવડાવવા નો ઉપાય શોધી કાઢયો, આશા છે કે હવે તમને પણ આ ઉપાય પસંદ આવશે. ફરી એકવાર એક નવી અને હેલ્ધી રેસીપી લાવુ ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ