લીલી ચટણી : બહુ સરળ અને ચટપટી આ ચટણી તમારી અનેક વાનગીઓનો સ્વાદ વધારી દેશે…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું એક સામાન્ય છતાં પણ એક મહત્વની વાનગી એટલે કે લીલી ચટણી ની રેસીપી, સામાન્ય એટલા માટે કહું છું કે દરેકના ઘરોમાં આ લીલી ચટણી બનતી જ હોય છે અને મહત્વની એટલા માટે કહું છું જેટલું મહત્વ તમારા બનાવેલા ફરસાણ કે સેન્ડવીચ નું છે એટલું જ મહત્વ આ ચટણીના સ્વાદનું છે જો કોઈપણ ફરસાણ કે સેન્ડવીચ તમે ગમે તેટલા સ્વાદિષ્ટ બનાવો પરંતુ તેની જોડીદાર આ લીલી ચટણી જો સ્વાદિષ્ટ ના હોય તો તે ફરસાણ કે સેન્ડવીચ નો સ્વાદ ચડિયાતો ના આવે લીલી ચટણી આમતો બધાના ઘરોમાં બનતી જ હોય છે પરંતુ બધાની પોતાની અલગ અલગ રીત હોય છે આપણે બજારમાં મળતી સેન્ડવીચ ખાઈએ છીએ અને તેના સાથે પીરસાતી ગ્રીન ચટણી ખૂબ જ સરસ હોય છે અને આપણે કહીએ છીએ કે સેન્ડવીચ ખુબ સરસ છે.
પરંતુ જો લીલી ચટણી સ્વાદિષ્ટ ના બને તો સેન્ડવીચ નો સ્વાદ પણ સારો નથી લાગતો બજારમાં મળતી સેન્ડવીચ ની લીલી ચટણી ટેસ્ટમાં અને કલરમાં પણ ખુબ સરસ લાગે છે આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ કે કોથમીર ફુદીનાની ચટણી બજારમાં મળતી ચટણી જેવી કેમ નથી બનતી કેમ તે બનાવ્યા પછી કાળી પડી જાય છે અથવા તો તેનું ટેકસચર પણ અલગ-અલગ બને છે કોઈ વખત ઘાટી કે કોઈ વખત પાતળી બની જાય છે ચટણી બનાવવા માટે એક સામગ્રી એવી ઉમેરવાથી ચટણી ખૂબ જ સરસ બને છે જે છે પાલકની ભાજી .કોથમીર અને ફૂદીના સાથે જો પાલકની ભાજી ઉમેરવામાં આવે તો ચટણી સ્વાદમાં અને રંગમાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે સાથે-સાથે તે હેલ્ધી પણ બની જાય છે જે બાળકો પાલકની ભાજી નથી ખાતા તે બાળકોને આ ગ્રીન ચટણી સેન્ડવીચ, ઢોકળા,મુઠીયા,પરાઠા, કે બીજા કોઈ ફરસાણ સાથે આપી શકો છો તો ચાલો આજે આ પાલક ફુદીનો અને કોથમીરની ચટણી બનાવતા શીખીએ.
* સામગ્રી

2- કપ ઝીણી સમારેલી પાલક

1- કપ ફુદીનો

2- કપ કોથમીર

1/2- કપ સીંગદાણા શેકેલા

1/2-કપ દાળિયા ની દાળ

6 થી 7 નંગ લીલા તીખા મરચાં આદુ ,
7-8 કળી લસણની

સ્વાદ અનુસાર મીઠું

3 થી 4 ટેબલસ્પૂન લીંબુનો રસ

* રીત —

1-સૌપ્રથમ મિક્સરના જારમાં સીંગદાણા દાળિયા ની દાળ આદુ મરચાં અને લસણ ને કોરું જ પીસી લો તમે જો લસણ ના ખાતા હો તો લસણ ના નાખવું ચટણીની તીખાસ તમારા સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો છો.

2-ત્યારબાદ તેમાં ફુદીનો બારીક સમારેલી કોથમીર બારીક સમારેલી પાલક સ્વાદ અનુસાર મીઠું અને અડધો કપ અથવા જરૂર મુજબ પાણી ઉમેરી પીસી લો.

3- ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરીને ફરી એક વખત પીસી લો લીંબુનો રસ તમારી ચટણીને કાળી પડતા અટકાવશે લીંબુના રસને બદલે તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો જો કાચી કેરી મળે તો તેનો ઉપયોગ પણ કરી શકો છો કાચી કેરી નાખવાથી પણ ચટણી નો સ્વાદ ખુબ સરસ આવે છે.નોંધ – મેં આ ચટણીમાં ખાંડ કે સાકર નો ઉપયોગ નથી કર્યો કારણકે બજારમાં મળતી સેન્ડવીચ ની ચટણી માં ગળપણ નથી હોતું તમે જો ઈચ્છો તો તમે સાકર અથવા ખાંડ ઉમેરી શકો છો આ ચટણીને એરટાઇટ ડીપ ફ્રીઝર ના ડબ્બામાં પેક કરીને ફ્રીઝરમાં મૂકવામાં આવે તો 15 થી 20 દિવસ સુધી આ ચટણી તાજી રહે છે ઉપયોગ કરતા પહેલા તેને અડધો કલાક પહેલા બહાર કાઢી લેવી જરૂર પૂરતી ચટણી બાઉલમાં લઈ બાકીની ચટણીને તુરંત ફ્રીઝર માં મૂકી દેવી.* આ ચટણી તમે ખાટા ઢોકળા ખમણ ઢોકળા ભજીયા ખાંડવી મુઠીયા પરાઠા સેન્ડવીચ એમ ઘણા બધા ફરસાણની સાથે પીરસી શકો છો.

* ટિપ્સ – આ ચટણી મા તમે, સિંગદાણા અને દાળિયા ની દાળ ને બદલે ચણા ના લોટ ની સેવ પણ નાંખી શકો છો. સેન્ડવીચ બનાવવા માટે આપણે બ્રેડ ના પેકેટ ની પહેલી અને છેલ્લી સ્લાઈસ હંમેશ ફેકી દઇએ છીએ, પરંતુ આ સ્લાઈસ ને લીલી ચટણી બનાવતી વખતે તેમા ઉમેરવા થી ચટણી એકદમ સરસ બને છે. તો ચાલો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રેસીપી ગમી હશે અને અને તમે પણ આ બધાં જેવી લીલી ચટણી બનાવી અને બજાર જેવી સેન્ડવીચ નો સ્વાદ ઘરે માણી શકશો, તો ચાલો ફ્રેન્ડ તમે બનાવો આ હેલ્ધી લીલી ચટણી અને હું કરું બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનું ભૂલતા નહીં ત્યાં સુધી હેપી કુકીંગ from Mumma’s kitchen
રસોઈની રાણી : અલ્કા જોશી