વિચિત્ર પરંપરા! અહિ દહેજમાં આપવા પડે છે ઝેરી સાંપ,નહિતર છોકરી રહે છે કુંવારી…

વિવાહ ઘર-ગૃહસ્થીનો સામાન આપવાનાં ચલણ વિશે તો તમે સાંભળેલું જ હશે.પણ ઝેરી સાંપ આપવાની પરંપરા વિશે તો કોઈ ભાગ્યે જ માહિતગાર હશે. તમને સાંભળીને જરા નવાઈ લાગશે પણ એક કે બે નહિ પૂરા ૨૧ સાંપ દહેજમાં આપવાની પરંપરા છે.જ્યાં સુધી છોકરીવાળા સાંપની વ્યવસ્થા ન કરી શકે ત્યાં સુધી છોકરી કુંવારી રહે છે.વિવાહની આ અનોખી પ્રથા છત્તીસગઢનાં મહાસમુંદ જિલ્લામાં આવેલા તુમગાંવની બસ્તીમાં રહેતા મદારી જાતીનાં લોકોની પરંપરા છે.છોકરીનાં પરિવારજનો જો ૨૧ પ્રજાતિનાં ઝેરી સાંપ ન આપી શકે તો આ કસબાની છોકરીઓ કુંવારી જ રહે છે. અસલમાં મદારી જાતીનાં લોકિ માટે ધંધા રોજગારથી માંડીને મૂડી પણ આ ઝેરી સાંપ જ છે.આ જ ઝેરી સાંપ બતાવીને જે પૈસા મળે છે તેનાથી જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે.આ જ કારણે અહીનાં દૂધ પીતા બાળકો પણ ઝેરી સાંપ સાથે એવા હળી મળી ગયા છે કે જાણે કે આ ઝેરી સાંપ તેમના પરિવારનો જ ભાગ છે.અહીના બાળકોને સાંપથી ભય નથી લાગતો.ઉલ્ટાનાં તેમને જોઈને તેઓ રોમાંચિત થઈ ઉઠે છે. અહીં વિવાહ માટે તૈયાર વરરાજા કૈલાશને દુલ્હન માટે બે વર્ષ સુધી રાહ જોવી પડી હતી.તેની પાછળનું કારણ આ હતુ કે છોકરીવાળાઓ પાસે દહેજમાં આપવા માટે ૨૧ ઝેરી સાપ નહોતા.તેના વગર વિવાહ ન થઈ શકે.કૈલાશે જણાવ્યું દહેજમાં મળેલા સાપો બતાવવા માટે પોતાની પાસે રાખે છે અને બાકીનાં સાપને ધન સમજીને કુંટુંબનાં સભ્યો વચ્ચે વહેચી દેવામાં આવે છે.સાંપનાં લીધે જ તેમનું ઘર ચાલે છે. તેમની જાતિમાં સાંપને સુરક્ષીત રાખવાનો નિયમ પણ છે.જો સાંપ પટારાની અંદર મરી જાય તો આખા પરિવારને મુંડન કરાવવું પડે છે.ચાલીસ પરિવારની મૂડી આ સાંપ જ છે. આજુબાજુમાં વિસ્તારમાંથી પકડેલા સાંપને તેઓ અમુક મહિના સુધી પોતાની પાસે રાખે છે.સાંપનાં ખેલ બતાવી તેમાંથી કમાણી કરે છે.બાદમાં સાંપને જંગલની અંદર છોડી દે છે.સાંપથી તેમનું ભરણપોષણ થાય છે અને આ તેમનો પરંપરાગત વેપાર છે.