કિચન ટીપ્સ – ભાગ ૨ દરેક કિચન ક્વીન અને કિંગ ને પણ મદદ કરશે આ ટીપ્સ, લિંક સેવ કરીને જરૂર રાખજો…

રસોડા માં જો થોડી નાની નાની વાત નું ધ્યાન રાખવા માં આવે તો તેના થી સમય પણ બચશે અને રસોઈ પણ સ્વાદિષ્ટ બનશે. તો ચાલો અહીં આપેલી થોડી ટિપ્સ જોઈએ લો. કદાચ તમને કામ આવી જાય અને તમારી સહેલીઓ સાથે પણ શેર કરો.જલ્દી બદામ ની છાલ ઉતારવા માટે બદામ ને અડધી કલાક ગરમ પાણી માં પલાળી દો, છાલ ફટાફટ નીકળશે. અડધા કાપેલું લીંબુ સુકાઈ ના જાય તેના માટે લીંબુ ના ફાડા પર મીઠું લગાવી ને ફ્રિજ માં રાખવું તેથી રસ સુકાઈ નઈ જાય. કોથમીર ફુદીના ની ચટણી બનાવતી વખતે તેમાં ચપટી હળદર અને લીંબુ મિક્ષ કરવું કલર સરસ આવશે. દાળ જલ્દી બફાઈ તેના માટે દાળ બાફતી વખતે ચમચી તેલ અને ચપટી હળદર નાખવી દાળ જલ્દી બફાશે.

પાસ્તા કે નૂડલ્સ બનાવતી વખતે જેટલા પાસ્તા કે નૂડલ્સ હોય તેના કરતા ડબલ પાણી માં ઉકાળવા જેનાથી ચીકણા નહિ થાય કે એક બીજા સાથે ચોંટશે નહિ. ટમેટા નું સૂપ ઘરે બનાવો ત્યારે , તેમાં ફુદીના અને તુલસી ના ૨-૪ પાન તેના થી સુગંધ અને સ્વાદ બને સરસ આવશે. ચિઝ ખામણો ત્યારે ખમણી ઉપર તેલ લગાવી ને ખમણવું જેથી ખમણી પર ચિઝ ચોંટશે નહિ. અડદ ના પાપડ ને તવા પાર તેલ લગાડી ને ધીમે ધીમે દબાવી ને શેકી લેવો , બહાર મળતા રોસ્ટેડ પાપડ જેવા જ લાગશે. પાલક પનીર બનાવતી વખતે પાલક ના પાન ઉકળી જાય એટલે તરત જ બરફ ના પાણી માં નાખી દેવા પછી ગ્રેવી બનાવવી જેના થી કલર સરસ આવશે. સીંગદાણા ને લાંબા સમય સુધી સાચવવા એર ટાઈટ ડબ્બો કે બોટલ માં ભરી તેમાં થોડી દીવાસળી ની સળીઓ નાખવી. ગુલાબજાંબુ ને ચાસણી માં પલાળતી વખતે પેહલા સોય થી કાણા પડી ને ચાસણી માં નાખવા જેથી ચાસણી સરસ ચડી જશે. પનીર નું શાક બનાવતી વખતે પનીર ને તેલ કે ઘી માં સેલોફ્રાય કરી હૂંફાળા પાણી માં થોડી વાર રહેવા દેવા જેથી વધારા નું તેલ નીકળી જશે અને પનીર પાન સોફ્ટ થઇ જશે. ઢોકળા બનાવતી વખતે ખીરા માં થોડું કાચું તેલ ઉમેરવું અને પછી ઢોકળા બનાવવા તેના થી ઢોકળા એકદમ સોફ્ટ થશે. વઘારેલી ખીચડી બનાવો ત્યારે તેમાં પાણી ના બદલે ખાટ્ટી છાશ નાખવું અથવા પાણી સાથે થોડું ખાટ્ટું દહીં પણ નાખવું ખીચડી ખુબજ સ્વાદિષ્ટ બનશે. દૂધી ચણાદાળ નું શાક બનાવો ત્યારે તેમાં તેલ માં ટામેટા સાથે જીણી સમારેલી ડુંગળી અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી વઘાર કરવો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. પાઉંભાજી માં કલર લાવવા માટે વધારે પડતા લાલ મરચા કે કોઈ પણ ફૂડ કલર નાખવા કરતા બીટ ખમણી ને નાખો અથવા તો બીટ નો રસ નાખો તેના થી પાવ ભાજી નો કલર ખુબ જ સરસ આવશે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

જે પણ મિત્રોને પહેલો ભાગ વાંચવાનો બાકી છે?