વાંચી લો એવા માર્શલ આર્ટિસ્ટ વિશે કે જેમને કર્યા હતા 24 વાર લગ્ન, અને બાળકોનો તો સાચો આંકડો જાણીને તમને આવી જશે ચક્કર, જોઇ લો તસવીરોમાં

ચીનના લી ચિંગ યુએ નામક એક વ્યક્તિને હાલના વિશ્વમાં સૌથી લાંબુ જીવન જીવનારા વ્યક્તિ તરીકે માનવામાં આવે છે.

કહેવાય છે કે લી ચિંગ યુએનો જન્મ 3 મે 1677 ના રોજ ચીનના કિજીયાંગ ખાતે થયો હતો. જો કે જન્મના વર્ષ અંગે મતમતાંતર છે અમુક લોકો તેના જન્મનું વર્ષ 1736 પણ માને છે. જો કે લઈ ચિંગ યુએના મૃત્યુ અંગે એક મત છે અને તેના મૃત્યુની તારીખ 6 મે 1933 મનાય છે. જ્યારે તેની ઉંમર 256 વર્ષ માનવામાં આવે છે.

image source

1928 માં પ્રસિદ્ધ અખબાર ” ન્યુયોર્ક ટાઈમ્સ ” માં લી ચિંગ વિશે છપાયેલા એક લેખમાં સંવાદદાતાએ લખ્યું હતું કે તેના પડોશમાં રહેતા કેટલાય વયોવૃદ્ધ એવું કહેતા હતા કે તેઓના દાદા જ્યારે નાના બાળક હતા ત્યારથી તેઓ લી ચિંગને જોતા આવે છે અને એ સમયે લઈ ચિંગની ઉંમર આધેડ વયના વ્યક્તિ જેટલી હતી.

image source

વળી, 1930 માં ” ન્યુયોર્ક ટાઈમ્સ ” માં જ છપાયેલા અન્ય એક લેખમાં ચીનની ચેંગડુ યુનિવર્સીટીના પ્રોફેસર વુ ચૂંગ પીએહના અનુસાર તેઓએ 1827 માં લી ચિંગને 150 માં જન્મદિવસે અને 1877 માં 200 માં જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી હતી.

લી ચિંગ યુએ વિશે એવું પણ કહેવાય છે કે તે પ્રખ્યાત ચાઈનીઝ હર્બલીસ્ટ, માર્શલ આર્ટિસ્ટ અને સલાહકાર પણ હતા. તેણે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ હર્બલ મેડીસીનનો વ્યવસાય શરૂ કરી દીધો હતો અને એ સિવાય માર્શલ આર્ટમાં પણ એણે નિપુણતા મેળવી હતી.

image source

ખાસ વાત તો એ કે તેને 71 વર્ષની ઉંમરે ચીનની સેનામાં માર્શલ આર્ટના ટ્રેનર તરીકે પણ ભરતી કરવામાં આવ્યા હતા. એક વાયકા મુજબ લી ચિંગ યુએને 24 લગ્ન કર્યા હતા અને તેના 200 થી વધુ બાળકો પણ હતા.

લી ચિંગ યુએના જીવનના પ્રથમ 100 વર્ષ એણે લિંગ્ઝી, ગોજી બેરી, વુ અને ગોડુ કોલા જેવી જડીબુટ્ટીઓ શોધવામાં અને વેંચવામાં વિતાવ્યા હતા.

image source

ત્યારબાદના 40 વર્ષ તેણે એ જડીબુટ્ટીઓના સેવન કરીને વિતાવ્યા. એ અલગ અલગ કેટલીય પ્રકારની જડીબુટ્ટી સાથે ચોખાથી બનાવેલ શરાબને ભોજનના વિકલ્પ તરીકે લેતા રહ્યા.

image source

લી ચિંગ યુએની આટલી લાંબી ઉંમર પાછળનું કારણ તેની લાંબી ઉંઘ માનવામાં આવે છે. જો કે ફક્ત ઊંઘ જ નહીં પરંતુ ચી ચિંગની અમુક આદતો પણ જવાબદાર હોવાનું કહેવાય છે. ચી ચિંગનું કબૂતરની જેમ આળસ કર્યા વિના ચાલવું, કાચબાની જેમ બેસવું અને કસરત તથા ડાયટનું ખાસ ધ્યાન, હદયને શાંત રાખવું પણ લાંબી ઉંમર માટે મહત્વપૂર્ણ આદત હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ