ધાર્યા કરતા વધારે વજન ઘટાડવા માટે રોજ રાત્રે ઊંધતા પહેલા પીવો આ ડ્રિંક

ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે આ 6 બેડ ટાઈમ ડ્રિંકસ.

આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે આપણે સૂતા પહેલા હળવો આહાર લેવો જોઈએ. સૂતાં પહેલાં થોડું હળવું ખાવાથી તમારા શરીરમાં વધારાની કેલરીનું પ્રમાણ વધી જાય છે, જેનાથી વજન વધવાની સાથે હૃદયરોગ અને ડાયાબિટીઝનું જોખમ પણ વધી જાય છે.

સામાન્ય રીતે તો, સૂવાનો સમય પહેલાં ત્રણ કલાક પહેલાં રાત્રિભોજન લેવાનું અને સૂવાનો સમય પહેલાં કંઈપણ ન ખાવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક સંશોધનકારોનો મત જુદો છે. તેઓ કહે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય, તો સૂતા પહેલા કેટલીક વસ્તુઓ ખાવાથી શરીર પર સકારાત્મક અસર થઈ શકે છે.

image source

આ સંશોધનકારોના જણાવ્યા મુજબ સૂતાં પહેલાં સ્મુધી પીવાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી પરંતુ વજન પણ ઓછું થાય છે. ચાલો જાણીએ કે એ કઈ 6 બેડ ટાઈમ ડ્રિંકસ છે જે આપણે સુવાના સમયે પી શકીએ છીએ.

1. યોગર્ટ પ્રોટીન શેક

image source

પ્રોટીન શેક તમારા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. જો તમે સાંજે જિમ પર જતા હોવ , તો પછી રાત્રે સુતા પહેલા ચોક્કસપણે યોગર્ટ પ્રોટીન શેક લો. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. સ્નાયુઓ જેટલા મજબૂત હોય છે, તેટલી જ સરળતથી કેલરી ઓછી થાય છે.

2. કેમોમાઈલ ચા

image source

કેમોમાઈલ ચા એ સૌથી આરોગ્યપ્રદ પીણાંમાંનું એક છે. કેમોમાઈલ મેટાબોલિઝ્મને પણ (ચયાપચય) વધારે છે. કેમોમાઈલ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડે છે. કેમોમાઈલ કાર્બોહાઈડ્રેટ અને ખાંડને સરળતાથી પચાવે છે.

3. રેડ વાઇન

image source

જો કે વાઇન પીવું આમ તો સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી, પરંતુ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પીવાથી કેટલાક ફાયદા પણ થાય છે. રેડ વાઇનમાં જોવા મળતા એન્ટીઓકિસડન્ટ વધારાની ચરબીને ઊર્જા ચરબીમાં (એનર્જી ફેટ) ફેરવે છે. ઊર્જા ચરબી શરીરમાં સ્થૂળતાને વધવાથી અટકાવે છે.

4. કેફિર

image source

કેફિર એ એક આરોગ્યપ્રદ પ્રોબાયોટિક પ્રવાહી આહાર છે. તે દૂધમાંથી બનાવવામાં આવે છે અને કેલ્શિયમનો એક સારો સ્રોત છે. સ્વાદ કેફિર દહીં જેવો જ હોય છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, કેફિરમાં મળેલ પ્રોબાયોટિક્સ માઇક્રોબાયોટામાં સુધારો કરે છે. તેનાથી શરીરમાં ફેટી એસિડ્સ વધતા નથી અને વજન પણ ઓછું થાય છે.

5. સોયા આધારિત પ્રોટીન શેક

image source

સોયા આધારિત પ્રોટીન શેક તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારે છે અને સાથે સાથે વજન પણ ઘટાડે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે સોયા પ્રોટીન શેક વજન ઘટાડવાના કાર્યક્રમમાં પ્રોટીનના અન્ય સ્રોત જેટલું જ ફાયદાકારક છે. સોયામાં પુષ્કળ પ્રમાણમાં એમિનો એસિડ જોવા મળે છે, જે સારી રીતે સૂવામાં મદદ કરે છે.

6. પાણી

image source

અત્યાર સુધીમાં ઉલ્લેખિત તમામ પીણાંમાં થોડી ઘણી તો કેલરી હોય જ છે, જ્યારે પાણીમાં શૂન્ય કેલરી હોય છે. પુષ્કળ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. આ મેટાબોલિઝ્મ (ચયાપચયને) યોગ્ય રાખે છે અને ત્વચા પણ સારી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ