એવુ તો આ દેશમાં શું છે કે સરકાર સાયકલ ચલાવવાના રૂપિયા આપે છે, વાંચો રસપ્રદ માહિતી તમે પણ

આજે આપણી આસપાસ નજર કરીએ તો સાયકલનો ક્રેઝ બિલકુલ ઘટતો જોવા મળી રહ્યો છે.

એક સમયે સ્ટેટસ સિમ્બોલ ગણાતું વાહન સાયકલ હવે ગણ્યા ગાંઠ્યા લોકો જ ચલાવતા હોય છે. ખાસ કરીને ઈલેક્ટ્રીક બાઇક અને પેટ્રોલ બાઇક આવતા સાઈકલનું સ્થાન ઝુંટવાઈ ગયું હોય તેવું લાગે છે.

સાયકલ ચલાવવાથી જે સૌથી મોટો ફાયદો છે તે આર્થિક ફાયદો છે કારણ કે એક નવી બાઇકની કિંમતમાં એક સાથે અંદાજીત 10 સાયકલ ખરીદી શકાય એટલું જ નહીં પરંતુ તેમાં પેટ્રોલ કે ડિઝલનો ખર્ચ પણ નથી ઉપરાંત તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ સાવ નહિવત હોય છે.

image source

તેમ છતાં દુનિયામાં એવા કેટલાય દેશો છે જેને હવે સાઈકલનું મૂલ્ય ફરી સમજાવા લાગ્યું છે કે સાયકલ ફક્ત સવારીનું સાધન કે વાહન જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ એક હરતું ફરતું જીમ છે.

આવો જ એક દેશ છે નેધરલેન્ડ. નેધરલેન્ડની સરકાર સાયકલ લઈને ઓફિસે આવનાર કર્મચારીઓને સાયકલ ચલાવવા બદલ ઇનામ રૂપે પ્રોત્સાહક ઇનામ આપી અન્યોને પણ સાયકલ ચલાવવા માટે પ્રેરિત કરી રહી છે.

image source

સરકારે એવી જાહેરાત કરી હતી કે ઓફિસમાં કામ કરતા હોય તેવા કર્મચારીઓ જો અન્ય વાહનને બદલે સાઇકલ ચલાવીને ઓફિસે આવે તો તેને 0.22 ડોલર (એટલે કે લગભગ 15 ભારતીય રૂપિયા) પ્રતિ કિલોમીટરના હિસાબે પ્રોત્સાહક રકમ ચૂકવશે. આ માટે સરકારે પોતાના તમામ વિભાગોની ઓફિસોમાં આ આદેશનું કડક પાલન કરાવવાની પણ ભલામણ કરી છે.

image source

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે નેધરલેન્ડ એક એવો દેશ છે જ્યાં વસ્તીની સરખામણીએ સાયકલ વધુ છે. આ પેટર્ન પર હવે વિશ્વના અન્ય દેશો પણ “સાયકલ ટુ વર્ક સ્કીમ” લાગુ છે. નેધરલેન્ડ સિવાય ઇંગ્લેન્ડ અને બેલ્જિયમ પણ એવા દેશો છે જયાંની સડકો પર સાઈકલનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. એ સિવાય યુરોપના કેટલાક દેશોમાં સાયકલ ખરીદવા માટે ઉત્સુક લોકોને સાયકલની ખરીદી કરવા બદલ ટેક્સમાં ભારે છૂટ આપવામાં આવે છે.

image source

એવું મનાય છે કે સાયકલિંગનો વધુ પ્રચાર પ્રસાર કરવાથી પેટ્રોલ – ડીઝલ પર નિર્ભર આ દેશોને તેના પર વધુ નિર્ભર નહીં રહેવું પડે. નેધરલેન્ડમાં સાઇકલ ચાલકો માટે શહેરોમાં મુખ્ય રસ્તાથી અલગ અને સુરક્ષિત ટ્રેક તથા પાર્કિંગ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ