વિશ્વની પાંચ રહસ્યમયી જગ્યાઓ જેના રહસ્યો આજના સમયમાં પણ છે વણઉકેલ્યા

વિશ્વમાં હજુ પણ એવા અનેક રહસ્યયમયી સ્થાનો છે જેના વિષે પુરેપુરી માહિતી બહાર આવી જ નથી.

image source

તેના વિષે સંશોધનો કરવા છતાં પણ અમુક રહસ્યો હજુ પણ રહસ્ય જ બનેલા છે. અને આવા રહસ્યમયી સ્થળો કોઈ એક કે બે નહિ અસંખ્ય છે. ત્યારે આજે અમે તમને વિશ્વના આવા જ પાંચ રહસ્યમયી સ્થાનો વિષે માહિતી આપવાના છીએ. તો ચાલો જાણીએ…

અજરક ઓએસિસ વ્હિલ

image source

આ રહસ્યમયી આકૃતિઓ સીરિયાથી લઈને જોર્ડન અને સઉદી અરબ સુધી ફેલાયેલી છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ આકૃતિઓ 8500 વર્ષ પહેલાની છે, જો કે આ એક અંદાજ માત્ર છે. આ આકૃતિઓ તરફ વર્ષ 1927 માં સૌપ્રથમ ધ્યાન ખેંચાયું જયારે બ્રિટિશ એરફોર્સનું એક વિમાન આ વિસ્તાર ઉપરથી પસાર થઇ રહ્યું હતું. પરંતુ આ મોટી મોટી આકૃતિઓ અને આટલી મોટી સંખ્યામાં કોણે અને શા માટે બનાવેલી છે એ આજ દિન સુધી રહસ્ય બનેલું છે.

” સી ઓફ ગેલેલી ” અંદર વિશાળ શીલા

image source

ઇઝરાયેલમાં આવેલા ” સી ઓફ ગેલેલી ” વિસ્તારમાં હજારો નાના નાના પથ્થરો વડે એક વિશાળ આકૃતિ બનેલી છે. મોટી શીલા જેવી આ આકૃતિ 32 ફૂટ ઊંચી અને 230 ફૂટનો વ્યાસ ધરાવે છે અને તેનો વજન પણ લગભગ 60 હજાર ટન હોવાનું મનાય છે. નવાઈની વાત એ છે કે આ આકૃતિ કુદરતી રીતે નિર્માણ નથી પામી પરંતુ તેને બનાવવામાં આવી છે અને તે લગભગ 4000 વર્ષ જૂની હોવાનો અંદાજ છે પરંતુ તેનો કોઈ ખાસ પુરાવો નથી. પાણીની અંદર આ આકૃતિઓ કોણે અને શા માટે બનાવી છે એ હજુ પણ કોયડો બનેલું છે.

નૈન મડોલ

image source

ઓસ્ટ્રેલિયાના ટેમવેન ટાપુ પાસે હજારો વર્ષ જૂની એક ખંડહર જેવો વિસ્તાર છે જેની ચારે બાજુએ પાણી જ પાણી છે. આ સ્થાનને ” નૈન મડોલ ” ના નામથી ઓળખવામાં આવે છે. અહીં મોટા મોટા પથ્થરોને એવી રીતે ગોઠવીને રાખવામાં આવ્યા છે જાણે અહીં કોઈ રહેતું હોય. આ પથ્થરોને અહીં કોણ લાવ્યું અને કેટલા વર્ષોથી તે અહીં છે એ વિષે કોઈ માહિતી બહાર નથી આવી. રહસ્યમયી સ્થાન તરીકે ઓળખાતી આ જગ્યાને અમુક લોકો કુદરતી શહેર પણ કહે છે.

ગોસેક સર્કલ

image source

જર્મનીના એક નાનકડા શહેર ગોસેકમાં આ અજબ ગજબ પ્રકારની ગોળાકાર આકૃતિ છે. આ સ્થાનને ” જર્મન સ્ટોનહેન્જ ” તથા સૌથી જૂની સૂર્ય પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે. આ ગોળાકાર આકૃતિ લગભગ 250 ફૂટની છે. કાર્બન ડેટિંગ દ્વારા થયેલા સંશોધન મુજબ આ જગ્યા લગભગ 4900 વર્ષ પહેલા નિર્માણ પામી હોવાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ આકૃતિ કોણે બનાવી તે હજુ સુધી એક રહસ્ય જ બનેલું છે. હાલ પણ તેના અંગે વિવિધ સંશોધનો કરવાનું કામ ચાલુ છે.

ટીયાટીહુઆકન શહેર

image source

મેક્સિકોમાં એક અજબ ગજબ શહેર છે જેણે ટીયાટીહુઆકન શહેર કહેવામાં આવે છે. આ શહેરની શોધ 24 મી સદીમાં એજટૅક્સ દ્વારા કરવામાં આવી હતી. આ સ્થાન વિષે કોઈ લેખિત સાબિતી હજુ સુધી નથી મળી કે આ શહેર કોણે વસાવ્યું શા માટે વસાવ્યું અને અહીં કોણ વસવાટ કરતુ હતું. આ બાબતો હજુ પણ એક રહસ્ય બનેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ