દીકરીના લગ્નની હવે નહીં રહે ચિંતા, રોજ કરો 121 રૂપિયાની બચત, કન્યાદાન વખતે મળી જશે સીધા 27 લાખ રૂપિયા

દીકરીના લગ્નની હવે નહીં રહે ચિંતા – રોજ કરો 121 રૂપિયાની બચત – કન્યાદાન વખતે મળશે 27 લાખ રૂપિયા

દીકરીઓના ઉત્તમ ભવિષ્ય માટે માતા-પિતા તેમના જન્મ લેતા જ સારા ઇનવેસ્ટમેન્ટ પ્લાન વિગેરેનું પ્લાનિંગ કરતા હોય છે. આજે અમે તમને LICની એક એવી પોલીસી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને એલઆઈસીએ દીકરીના લગ્ન માટે જ બનાવી છે. એલઆઈસીએ આ પોલીસીનું નામ પણ કન્યાદાન યોજના રાખ્યું છે. આ યોજનામાં 121 રૂપિયા રોજના હિસાબે લગભઘ 3600 રૂપિયાના મંથલી પ્રિમિયમ પર આ પ્લાન મળી શકે છે. પણ જો કોઈ તેનાથી ઓછા પ્રિમિયમ કે વધારે પ્રિમિયમ પણ આપવા માગે તો પણ આ પ્લાનને ખરીદી શકે છે.

image source

એલઆઈસીની આ ખાસ પોલીસીમાં તમે રોજના હિસાબે જો 121 રૂપિયા જમા કરાવો તો 25 વર્ષમાં 27 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત જો પોલિસી લીધા બાદ જો મૃત્યુ થઈ જાય તો પરિવારે આ પોલિસીનું પ્રિમિયમ નહીં ભરવું પડે અને તેને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આ ઉપરાંત 25 વર્ષ પુરા થઈ જવા પર પોલિસીના નોમિનીને 27 રૂપિયા અલગથી મળશે.

image source

કઈ ઉંમરમાં મળશે પોલિસી

આ પોલિસી ખરીદવા માટે 30 વર્ષની ઓછામાં ઓછી ઉંમર હોવી જોઇશે, અને દીકરીની ઉંમર 1 વર્ષ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે, પણ પ્રિમિયમ 22 વર્ષ જ આપવું પડશે. પણ તમારી અને દીકરીની અલગ અલગ ઉંમરના હિસાબે પણ તમને પોલીસી મળે છે. દીકરીની ઉંમરના હિસાબથી આ પોલીસીની સમય સીમા ઘટી જશે.

image source

પોલિસી વિષે આ બાબતો જાણી લો

  • – આ પોલિસીને 25 વર્ષ માટે લઈ શકાશે.
  • – 22 વર્ષ સુધી આ પોલિસીનું પ્રિમિયમ ભરવાનું રહેશે.
  • – રોજ 121 રૂપિયા એટલે કે મહિનાના લગભગ 3600 રૂપિયા ભરવાના રહેશે. તેનાથી ઓછા અને તેનાથી વધારે પણ ભરી શકો છો. પછી તે પ્રમાણે તમને રીટર્ન મળશે.
  • – વચ્ચે જો વીમાધારકનું મૃત્યુ થઈ જાય તો પરિવારે કોઈ પ્રિમિયમ નહીં આપવું પડે.
  • – દીકરીને પોલિસીના વધેલા વર્ષો દરમિયાન દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.
  • – પોલિસી પુરી થઈ જવા પર નોમીનીને મળશે 27 લાખ રૂપિયા.
  • – આ પોલિસી ઓછા કે વધારે પ્રિમિયમથી પણ ખરીદી શકાય છે.
image source

જો તમે પણ તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માગતા હોવ અથવા તેના ભવિષ્યને ઉજવળ બનાવવા માગતા હોવ તો તમે પણ આ પોલિસીને લઈ શકો છો. ઉપર તમને જણાવી જ દીધું છે કે તે તમને કઈ કઈ રીતે લાભ પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ