અમદાવાદઃ ‘મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું’ કહીને આશાસ્પદ યુવાને મોત વહાલું કર્યુ

ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ

અમદાવાદના થલતેજમાં એક હોટેલ રૂમમાં આશાસ્પદ યુવાને આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. કહેવાય છે કે વ્યસન અને સટ્ટાની લતને કારણે યુવાને ભરજવાનીએ મોત વહાલું કર્યુ છે. ચિરાગ પટેલે થલતેજ વિસ્તારમાં આવેલ હોટલ મુકુંદના રૂમ નંબર 610માં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચિરાગ પટેલે થલતેજ વિસ્તારમાં આવેલ હોટલ મુકુંદના રૂમ નંબર 610માં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જો કે હોટેલના સંચાલકો અને સમગ્ર ઘટનાની જાણ થતા તે પોલીસને આ બાબતની જાણ કરી હતી.

image source

સટ્ટો રમવા ની ટેવના કારણે કર્યો આપઘાત

વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી. જે સુસાઇડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સટ્ટો રમવા ની ટેવના કારણે તે થાકી ગયો છે. તેનાથી કંટાળીને તે આ પગલું ભરી રહ્યો છે.

image source

શું લખ્યું છે સુસાઈડ

તેણે એ પણ લખ્યું છે કે પોતાને ખબર કેમ ના પડી તે આટલો હોશિયાર થઈને તેણે કેમ આવું પગલું ભર્યું. અમારી મોટી ભૂલ છે મેં જે પગલું ભર્યું મારી રમવાની ના કારણે ભરવું પડ્યું. તેણે સૂસાઇડ નોટમાં પરિવારજનોની માફી પણ માગી છે.અને લખ્યું છે કે મમ્મી રડતી નહીં અને મને કોઈ યાદ પણ ના કરતા સોરી મેં તમારા બધાનું નામ બગાડ્યું છે. મામાનો વિશ્વાસઘાત કર્યો છે. પપ્પા મારા બગડવા પાછળ કોઈનો હાથ નહીં. હું જવાબદાર છું. આજે નહીં તો કાલે મરવાનું જ છે. મારી પાછળ રડતા નહીં.

image source

પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી

પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચિરાગ પટેલનો જે સ્થળેથી સળગેલી અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો તે ઘટનાસ્થળનું ડિજિટલ પંચનામું કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એચડી વિઝ્યુલાઇઝરથી ઘટનાસ્થળના દ્રશ્યો કેદ કર્યા હતા. આ કામગીરી દરમિયાન ક્રાંઈમ બ્રાન્ચે એફએસએલના અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે, એચડી વિઝ્યુલાઇઝર પદ્ધતિનો ઉપયોગ વિશેષ અપરાધના કિસ્સામાં જ કરવામાં આવતો હોય છે. ચિરાગ પટેલના મોતને લઇને જે-જે શંકાસ્પદ સ્થળ હતા ત્યાં ત્યાં એક સર્કલ બનવામાં આવ્યા હતા. આ સાથે જે પરિસ્થિતિમાં ચિરાગનો મૃતદેહ મળ્યો હતો તે પ્રકારના દૃશ્યો ઊભા કરીને તેનું પણ ડિજિટલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ચિરાગ પટેલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ નોર્મલ આવ્યો છે. એટલે કે, મૃત્યુ પહેલા ચિરાગ દ્વારા કોઈ નશાકારક દ્રવ્ય પણ ગ્રહણ કરાયું નથી. પોલીસ હાલ તો આત્મહત્યાની થિયરી પર આગળ વધી રહી છે અને આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે વિવિધ કડીઓ જોડવાના પ્રયાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ