જો ઘરના મુખ્ય દરવાજા પર કરશો આ ભૂલો, તો જીંદગી થઇ જશે બરબાદ, જાણો અને કરી દો આવા કામ કરવાના બંધ

ઘરના મુખ્ય દરવાજા કે પછી ચૌખટનો આપની જિંદગી પર પડે છે આવી અસર, ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ.

વાસ્તુ શાસ્ત્ર (Vastu) માં ઘર (Home) માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક નિયમો ઘરના નિર્માણ સાથે પણ જોડાયેલા છે. ઘરના નિર્માણ કરવા દરમિયાન કયો ઓરડો (Room) કઈ દિશામાં હોવો જોઈએ. દરવાજા- બારી કેવી વસ્તુ માંથી બનેલા હોવા જોઈએ અને તેના આકાર- પ્રકાર કેવા હોવા જોઈએ,

image source

આ તમામ બાબતોનો ઉલ્લેખ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે એટલું જ નહી, વાસ્તુના આધાર પર ઘરની બનાવટ ત્યાં સુધી અધુરી માનવામાં આવે છે જ્યાં સુધી ચૌખટ કે પછી મુખ્ય દરવાજો (Main Door) યોગ્ય આકાર- પ્રકારમાં ના હોય. આધુનિક યુગમાં ઘરની બનાવટમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે. હવે લોકો પોતાના ઘરોમાં ઉંબરો કે પછી ચૌખટ બનાવતા નથી પરંતુ આપને જણાવી દઈએ કે, ચૌખટ વગર ઘરના વાસ્તુને અધૂરું સમજવામાં આવે છે ચાલો જાણીએ છીએ કે, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરનો ઉંબરો અને મુખ્ય દરવાજાનું શું મહત્વ છે અને એને કેમ હોવું જોઈએ.

image source

લાકડાના ઉંબરાને શુભ માનવામાં આવે છે.

આજના સમયમાં ભલે આપ ઘરના દરવાજા પર ઉંબરો ના બનાવો પરંતુ ઘરના કિચન અને મુખ્ય દરવાજા પર ઉંબરો જરૂર હોવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં લાકડાના ઉંબરાને શુભ માનવામાં આવે છે પરંતુ આપ ઈચ્છો છો તો પોતાની લાઈફસ્ટાઈલ મુજબ માર્બલનો ઉંબરો પણ બનાવી શકો છો. ખરેખરમાં દરવાજાના ચોથા ભાગને ઉંબરો કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, ઉંબરો હોવાથી ઘરમાં ગંદકી અને નકારાત્મકતાનો પ્રવેશ થતો નથી. ઉંબરાને વધારે પવિત્ર બનાવવા માટે મુખ્ય દરવાજા પર ઓમ અને સ્વસ્તિક જેવા ધાર્મિક ચિન્હોને પણ લગાવવા જોઈએ. આ સાથે જ ઉંબરાની બહારની બાજુ રંગોળી બનાવીને આપ એને હજી વધારે સુંદર અને શુભ બનાવી શકો છો.

image source

પરિવારમાં કોઇપણ દરાર નાખી શકતું નથી ઉંબરો ઘરની સીમાઓને નિર્ધારિત કરે છે. એવી માન્યતા છે કે, ઉંબરો હોવાથી ઘરની સકારાત્મક ઉર્જા ઘરની બહાર જઈ નથી શકતી. વાસ્તુ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, જો ઘરનો ઉંબરો મજબુત હોય છે તો પરિવારમાં કોઇપણ દરાર પાડી શકતું નથી અને ના હી જ ઘરમાં દુશ્મનનો પ્રવેશ થઈ શકે છે. ઘરના અન્ય ખુનાઓની જેમ ઉંબરાની પણ સમય- સમય પર રીપેરીંગ કરાવતા રહેવું જોઈએ. તૂટી ગયેલ ઉંબરાને વાસ્તુ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.

image source

ચાંદીનો તાર:

મુખ્ય દરવાજો કે પછી મુખ્ય દરવાજાનો ઉંબરો બનાવતા સમયે એની નીચે એક ચાંદીનો તાર નખાવી દેવો જોઈએ. આમ કરવાનું વાસ્તુ શાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. ચાંદીનો તાર નખાવવા વિષે એવી માન્યતા છે કે, ચાંદીનો તાર નખાવવાથી ઘરના વાતાવરણમાં શાંતિ જળવાઈ રહે છે.

image source

બે બારણાનો દરવાજો શુભ:

આમ તો આજકાલ એક બારણાનો દરવાજાની ફેશન છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બે બારણાનો દરવાજો હંમેશા શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આપના ઘરના મુખ્ય દરવાજાના બે બારણા જ હોવા જોઈએ. ખરેખરમાં એક બારણાના દરવાજા માટે ઉંબરાની જરૂરીયાત સામાન્ય રીતે હોતી નથી, પરંતુ જો બે બારણાનો દરવાજો ઉંબરા વગર અધુરો હોય છે.

image source

ઉંબરા પર બેસીને કઈ ખાવું જોઈએ નહી.:

આપે પ્રયત્ન કરવો કે, જયારે પણ ઘરના ઉંબરાને પાર કરો કે પચી ઘરના ઉંબરાની અંદર જાવ તો તેને નમસ્કાર કરો. ક્યારેય પણ ઘરના ઉંબરાપર બેસીને કઈ ખાવું જોઈએ નહી અને ઉંબરા પર પગ પછાડવાને શુભ માનવામાં આવે છે. ઉંબરાની સામે ક્યારેય પણ કચરો કે પછી ગંદકીને પડ્યા રહેવા દેવા જોઈએ નહી. આમ થવાથી આપના ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ