લગ્ન માટે જાહેરાત આપનાર શખ્સને લોકોએ કહ્યું-તો તો તું આખી જિંદગી કુંવારો જ રહીશ, જાણો એવું શું લખ્યું હતું!

કોઈ પણ ધાર્મિક વિધિ અને પરંપરા અનુસાર લગ્નનું બંધન ખુબ જ મહત્વનું હોય છે. એક છોકરો અને છોકરી લગ્ન પછી આખી જિંદગી એક સાથે વિતાવે છે. હવે જ્યારે આખી જિંદગીનો પ્રશ્ન છે, ત્યારે છોકરો અથવા છોકરી તેમની પસંદગીના પાત્રને પસંદ કરવા માંગે છે. આવી સ્થિતિમાં તેમની સંગિનીમાં છોકરાઓ માટે કયા ગુણોની આવશ્યકતા છે તેના આધારે, છોકરીઓની શોધ કરવામાં આવે છે અને જો તે મળે નહીં, તો લોકો અખબારમાં જાહેરાતો આપે છે. એક વ્યક્તિએ પણ કંઈક આવું જ કર્યું, તેણે છોકરી માટે એક જાહેરાત છાપી અને તે પણ લખ્યું કે તે તેની પત્નીમાં કયા ગુણો જોઈએ છે.

image source

જો કે, તે વ્યક્તિએ છોકરી માટે એવા એવા ગુણો લખ્યા કે લોકો કહેવા લાગ્યા કે તું તો જીવનભર કુંવારો જ રહીશ. તે વ્યક્તિ માટેની અખબારની જાહેરાત હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આઈએએસ નીતિન સંગવાને પણ આ એડને વાયરલ કરી છે. નીતિન સાંગવાને આ જાહેરાત સોશિયલ મીડિયા પર શેર કરી, જેના આધારે યુઝર્સની પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો. નીતિન સાંગવાને ટ્વિટર પર જાહેરાતનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે, ભાવિ કન્યા / વરરાજા કૃપા કરીને ધ્યાન આપો. મેચમેકિંગના માપદંડ હવે બદલાય રહ્યા છે.

image source

તે જ સમયે જે વ્યક્તિએ અખબારમાં જાહેરાત છાપેલ હતી તે વ્યવસાયે વકીલ હતો અને લખ્યું હતું કે તે છોકરીમાં પત્ની માટે કયા ગુણો ઇચ્છે છે, વરરાજાને સુંદર, પાતળી અને ઉંચી દુલ્હન જોઈતી હતી. આ સિવાય કન્યાને સોશિયલ મીડિયાની લત ન હોવી જોઈએ. જેને આઈએએસ દ્વારા પ્રકાશિત કરીને શેર કરવામાં આવી હતી. આ વાંચતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ તેમનો પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. એક યુઝરે તો એમ પણ કહ્યું કે બિચારો કુંવારો મરી જશે, આજે આવી છોકરી શોધવી મુશ્કેલ છે. હવે આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે.

છોકરામાં આ ગુણ હોય તો છોકરી તરત હા પાડી દે છે

image source

દરેક છોકરી તેમના લાઇફ પાર્ટનર વિશે વિચારતી હોય છે. આ સાથે જ છોકરીઓ તેમના જીવનસાથી પાસેથી અનેક પ્રકારની આશાઓ પણ રાખતી હોય છે, જે તે ક્યારે પણ બીજાની સાથે શેર કરતી નથી. તો જાણો કે છોકરીઓના મનમાં તેમના પાર્ટનરને લઇને કેવા-કેવા વિચારો ચાલતા હોય છે.

image source

દરેક છોકરીઓ વિચારતી હોય છે કે તેને જે પતિ મળે તે ખૂબ જ પૈસાદાર હોય અને તેની બધી જ ઇચ્છાઓ પૂરી કરે. છોકરીઓ દરેક પ્રકારના સંબંધોને એક લાગણી સાથે જોડી દેતી હોય છે, જ્યારે છોકરાઓ કોઇ પણ સંબંધોમાં પહેલા નોર્મલ રહે છે અને પછી જ તે સંબંધોને લાગણી સાથે જોડતા હોય છે. આ માટે દરેક છોકરી ઇચ્છે છે કે તેનો પાર્ટનર તેની અનેક વાતોને તેમજ તેની ફિલીંગ્સને સારી રીતે સમજે.

image source

દરેક છોકરી તેના પાર્ટનરમાં આ ગુણ હોય તેમ ઇચ્છતી હોય છે. છોકરીઓ તેમના પાર્ટનર પાસેથી તેમને સ્પેસ મળે તેવુ પણ વિચારતી હોય છે. આ સાથે જ છોકરીઓને આશા હોય છે કે તેમને જે પાર્ટનર મળે તે તેને પૂરતો સમય આપે. જો કે લગ્ન જીવન પછી એકબીજાને સાથ, સહકાર તેમજ પોતાની વ્યક્તિ માટે સમય કાઢવો ખૂબ જરૂરી હોય છે. સગાઇ તેમજ લગ્ન પછી દરેક કપલ એવુ ઇચ્છે છે કે, તેમને કોઇને કોઇ પ્રકારે સરપ્રાઇઝ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ