27 વર્ષના શિક્ષકને 13 વર્ષની વિદ્યાર્થીની સાથે થયો પ્રેમ, બન્ને પ્રેમમા પડ્યા અને લગ્ન કરવાનું કર્યુ નક્કી, પરંતુ થયું કંઇક એવું કે…

પ્રેમ એક એવી વસ્તુ છે જે કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ અને કોઈપણને કોઈપણ સાથે થઈ શકે છે. જે કોઈને પ્રેમ કરે છે તે તેનો રંગ, રૂપ અથવા ઉંમર જોતો નથી. બસ માત્ર થઈ જાય છે. પરંતુ જ્યારે આ પ્રેમ 13 વર્ષની એક છોકરી અને 27 વર્ષના છોકરા વચ્ચે થાય છે ત્યારે શું થાય એ નક્કી ન હોય. એક વાત સ્પષ્ટ છે કે આ પ્રેમ ઘણા લોકોને વિચિત્ર લાગશે અને આ વિશે સમાજમાં વિવાદ પણ થઈ શકે છે.

એર્વિન પંગાલીયા અને વિન્ડા વર્જિનિયાની પ્રેમ કહાની

image source

ખાસ કરીને જ્યારે આ બંને એક બીજા લગ્ન કરવા માંગતા હોય ત્યારે તો વધારે વાંધો આવે. કારણ કે લગ્ન માટે 13 વર્ષની ઉંમર કાયદેસર રીતે સ્વીકૃત નથી. આવું જ કંઇક થયું છે એર્વિન પંગાલીયા અને વિન્ડા વર્જિનિયા નામના દંપતી સાથે. રસપ્રદ વાત એ છે કે તેમાંથી એક શાળાનો શિક્ષક છે અને બીજો તેનો વિદ્યાર્થી છે. આવી સ્થિતિમાં, બંનેએ કાયદેસર રીતે લગ્ન કરવા માટે કંઈક એવું કર્યું હતું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો અમે તમને આ લવ સ્ટોરી વિશે વિગતવાર વાત કરીએ.

શિક્ષકને આકર્ષિત કરવા વિદ્યાર્થીની આવું કરતી

image source

આ વર્ષ 2011ની વાત છે. વિન્ડા વર્જિનિયા નામની 13 વર્ષીય યુવતીને તેના 27 વર્ષના શિક્ષિક એર્વિન પંગાલીયા સાથે પ્રેમ થઈ ગયો. આવી સ્થિતિમાં વિન્ડા તેના શિક્ષકનું ધ્યાન દોરવા માટે ક્લાસ પછી પણ તેની સાથે કોઈ પ્રશ્ન પૂછવાના બહાને રહેતી હતી. વિન્ડા તેના શિક્ષક ઈર્વિનને ખૂબ ગમતી હતી. આવી સ્થિતિમા તેણી તેની સાથે દરરોજ વધુ અને વધુ સમય પસાર કરવાનાં બહાના શોધવાનું શરૂ કરી દીધી. શરૂઆતમાં તેના શિક્ષકને તે વિચિત્ર લાગ્યું હતું, પરંતુ જ્યારે વિન્ડાએ તેને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અંતે શિક્ષકને પણ વિન્ડા સાથે પ્રેમ થયો અને બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા.

13 વર્ષની વિદ્યાર્થીનીના પ્રેમમાં પડ્યો 27 વર્ષની શિક્ષક

image source

આશ્ચર્યજનક વાત એ હતી કે વિન્ડા અને તેના શિક્ષકે કોઈથી પણ આ પ્રેમ છુપાવ્યો ન હતો. આ બંનેને ઘણીવાર એક સાથે જોવામાં આવતા હતા અને સોશિયલ મીડિયા પર પણ તેમના ફોટા શેર કર્યા હતા. જો કે, તેમની સામે સૌથી મોટી સમસ્યા વિન્ડાની વય 13 વર્ષની હતી. તે સમયે તે લગ્ન કરી શકવા માટે પુરતી ન હતી, તેથી વિન્ડાથી 14 વર્ષ મોટા શિક્ષકે એક નવો જુગાડ શરૂ કર્યો.

લગ્ન કરવા માટે 7 વર્ષ રાહ જોઈ

image source

13 વર્ષીય વિન્ડા અને 27 વર્ષીય એર્વિન એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા અને સાથે જીવવા તેમજ મરવા માગતાં હતા. તેથી બંનેએ વિન્ડાના પુખ્ત થવા સુધીની રાહ જોઈ. જો કે, આ પ્રતીક્ષા કરવી એ કોઈ નાનુ મોટું કાન ન હતું. તમને આશ્ચર્ય થશે કે શિક્ષકે તેના વિદ્યાર્થી સાથે લગ્ન માટે 7 વર્ષ રાહ જોઈ. આ બંનેની લવ સ્ટોરી વર્ષ 2011 માં શરૂ થઈ હતી, ત્યારબાદ બંનેએ તાજેતરમાં વર્ષ 2018માં લગ્ન કર્યાં હતાં. એટલે કે હાલમાં વિદ્યાર્થી વિન્ડા 20 વર્ષની થઈ ગઈ છે. આ યુલગ લગ્ન માટે કાયદેસર રીતે માન્ય છે. તે જ સમયે વિન્ડાના શિક્ષક એર્વિન 34 વર્ષના થયા છે. વિંન્ડા સાથે લગ્ન કરવા માટે તે 7 વર્ષ સુધી કુંવારો રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ