જાણો શા માટે સામેવાળાને બગાસા ખાતા જોઈ આપણને આવે છે બગાસા, સંશોધનમાં થયો મોટો ખુલાસો

માણસને બગાસા આવવા એક નોર્મલ બાબત છે. ઘણા કારણોથી આપણને બગાસા આવે છેય જ્યારે પણ આપણને ઊંઘ આવે ત્યારે બગાસા આવવા લાગે છે, પરંતુ દરેક વખતે એવુ હોતુ નથી. એક સંશોધન પ્રમાણે બગાસાને લઇને અત્યારે બે થિયરી ફરે છે. એક થિયરી મુજબ એર કન્ડિશન્ડ અથવા ઠંડીના વાતાવરણમાં વધુ બગાસા આવે છે. તેમજ જ્યારે આપણે થાકી જઇએ છીએ કે કંટાળી જઇએ છીએ ત્યારે મગજનું તાપમાન ઘણું ઉંચુ જતુ રહે છે જેને ઠંડુ કરવા માટે બગાસા આવે છે.

image source

બગાસા થકી બહારની ઠંડી હવા અંદર જાય છે અને મગજ ઠંડુ થઇ ફરી કાર્યરત થવા લાગે છે. જ્યારે એક થિયરી મુજબ આ એક ગાડરિયો પ્રવાહ છે એટલે કે તે ચેપી છે. આપણા બ્રેઇનમાં મિરર ન્યુરો કોશિકાઓ આવેલી હોય છે જે અન્ય લોકોના હાવભાવ અને રીતભાતને કોપી કરતી હોય છે. જેને લીધે કોઇને બગાસા ખાતા જોઇને બગાસા આવવા લાગે છે. ઘણી વખત આ બગાસાનું કારણે કંઈક બીજુ પણ હોઈ શકે છે. જી હાં જો તમને વધારે બગાસા આવે છે તો આ ઊંઘ નહી, પણ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. ઘણા કારણોથી માણસને બગાસા આવે છે. તો ચાલો જાણીએ વધુ પડતા બગાસા આવવા પાછળનુ શું કારણ છે.

બગાસા આવવાના આ છે કારણ

image source

જો તમારા મગજમાં ઓક્સીજનનો પ્રવાહ ઓછો હોય અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય ત્યારે ફેફસા સંબંધિત બીમારી થઈ શકે છે. આ સમયમાં લોકોને બગાસા આવે છે. બગાસાને કારણે મગજમાં ઓક્સિજનનો પ્રવાહ ઝડપથી વધે છે અને ફેફસાંમાંથી ખરાબ હવાને દૂર કરવામાં મદદ કરે છે.

હ્યદય અને મગજ

image source

તો બીજી તરફ ઘણા લોકોના બગાસા ખાવાનું કારણ તેમના હ્યદય સાથે સંબંધિત હોય છે. શરીરમાં જ્યારે પણ ઓક્સિજનની ખામી હોય છે તો બ્લડ પંપ કરવા માટે વધારે મેહનત કરવી પડે છે અને એ સમયમાં હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. શ્વાસ મારફતે લીધેલા ઓક્સિજનનો લગભગ 15 ટકા હિસ્સો મગજ જ વાપરી નાખે છે એટલે શરીરમાં બીજા ભાગને ઘણી વખત ઓક્સિજનની અછત લાગે છે અને બગાસા આવે છે.

image source

બગાસાનો સીધો સંબંધ તમારા મગજની સાથે હોય છે. ઉંઘ, નર્વસ સિસ્ટમ, સ્ટ્રેસ તમારા મગજ સાથે જોડાયેલા હોય છે. બ્રેઇનમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જવાથી લંગ્સ પર સીધી અસર પડે છે તો બીજી તરફ શરીરમાં ઓક્સિજન ઘટી જાય તો બ્લડને પમ્પ કરવા માટે હ્રદયે વધારે મહેનત કરવી પડે છે. જેને લીધે હાર્ટ એટેકનુ જોખમ પણ વધી શકે છે. ઉંઘના લીધે બગાસા આવતા હોય તો થોડુ પાણી પી લેવું. થોડુ ચાલી લેવુ કે ચ્યુંઇગમ ચાવી લેવું. જો બગાસાનો સિલસિલો સતત ચાલુ રહે તો ડોક્ટરનો સંપર્ક કરવો.

ટેન્શન

image source

તે સિવાય ટેન્શન પણ બગાસાનું મોટુ કારણ બની શકે છે. કહેવામાં આવે છે કે, તણાવ વધવાથી મગજનું તાપમાન વધે છે એવામાં બગાસા આવે છે. આવુ કરવાથી આપણને ઓક્સિજનનું પર્યાપ્ત પ્રમાણ મળે છે. જેનાથી મગજને પણ શાંતિ મળે છે.

એનર્જી ઓછી હોય

ઘણી વખત સૂતા બાદ ઉઠવા પર અથવા બહારથી ઘરે આવવા પર શરીરમાં એનર્જી ઓછી હોય છે અને જ્યારે પણ આવુ થાય છે ત્યારે બગાસા આવવા લાજમી છે. તમને એનર્જી લેવલ વધારવા માટે ઓક્સીજનનું પ્રમાણ વધારે જરૂર પડે છે અને તેથી બગાસા આવે છે.

image source

બગાસાં પર પ્રયોગ

નોટિંગહામ યુનિવર્સિટીની એક ટીમે આના પર રિસર્ચ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે મગજમાં એવી તો કઇ પ્રક્રિયા થાય છે, જે બગાસું ખાવાની પ્રેરણા આપે છે. બગાસું આવતું હોય એ દરમિયાન મગજમાં શું થઈ રહ્યું છે તે ચકાસવા માટે, વૈજ્ઞાનિકોએ 36 વોલંટીઅર્સ પર અભ્યાસ કર્યો. પ્રયોગમાં કેટલાકને કહેવામાં આવ્યું કે તે ખુલ્લાં મો એ બગાસું ખાઈ શકે છે, જ્યારે કે કેટલાકને બગાસું મો બંધ કરીને દબાવવાનું કહેવામાં આવ્યું.

image source

પ્રયોગનું પરિણામ

એ વખતે જોવામાં આવ્યું કે દરેક માણસની બગાસું ખાવાની તીવ્રતા મગજની પ્રાથમિક મોટર કર્ટેક્સ મુજબ અલગઅલગ હતી. સંશોધકોએ અભ્યાસમાં ટ્રાન્સક્રૉનિયલ મૅગ્નેટિક સ્ટિમ્યુલૅશન (ચુંબકીય વિસ્તાર દ્વારા મગજને ઉત્તેજીત કરવું) ઉપયોગ કર્યો. ટીમ મુજબ બગાસું આવવા પાછળ મગજનું પ્રાથમિક મોટર કર્ટેક્સ જવાબદાર હોય છે. જે ટૌરેટ સિન્ડ્રોમમાં પણ આંશિક ભૂમિકા ભજવે છે.

image source

ગજના અન્ય માનસિક વિકારોને સમજવામાં પણ મદદ મળશે

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચેપી બગાસાંને સમજીશું એટલે મગજના અન્ય માનસિક વિકારોને સમજવામાં પણ મદદ મળશે. તેના આધારે દવા વગર જ અલગ અલગ વ્યક્તિ માટે તેના લક્ષ્ણોને અનુરૂપ સારવાર આપવામાં મદદ મળશે. બગાસાનો ચેપ લાગવો એટલે ઇકોફિનૉમિનાનો એક સામાન્ય પ્રકાર છે – એનો મતલબ છે કે કોઈ પણ ક્રિયાઓનું અનુકરણ કરવું. એટલે જ જ્યારે આપણે કોઈને બગાસું ખાતા જોઇએ છીએ, ત્યારે આપણું મગજ આપોઆપ તે ક્રિયાનું અનુકરણ કરવા લાગે છે.

image source

ટૌરેટ સિન્ડ્રોમ, વાઈ અને ઓટિઝમ જેવા રોગોમાં પણ આના ઇકોફિનૉમિના લક્ષણો જોવા મળે છે. ન્યુરોલોજિસ્ટ અને વિજ્ઞાનના પ્રોફેસર જ્યોર્જિઆ જેક્સનના જણાવ્યાં મુજબ, આ શોધનો વ્યાપક ઉપયોગ થઈ શકે છે.ટૌરેટ્સમાં, જો આપણે ઉત્તેજનક્ષમતાને ઘટાડી શકીએ તો વારંવાર થતી પ્રક્રિયાને પણ ઘટાડી શકીએ છીએ. જેના કારણે મગજમાં થતાં ફેરફારને બદલાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ