જૂન મહિનામાં આ તારીખોમાં ના જતા બેન્કમાં નહિં તો પડશે ધરમ ધક્કો, નોંધી લો રજાઓની આ તારીખો

જુન માસની શરુઆત થઈ ગઈ છે ત્યારે જો આપ જુન માસમાં બેન્કના કામ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આપે આ જુન માસની આ તારીખોને ધ્યાનમાં રાખવી જોઈએ નહી તો આપને બેંકના ધક્કા ખાવા પડી શકે છે.

image source

-જુન માસમાં આવતા આ દવસે બેંક બંધ રાખવામાં આવશે.

-તેમજ બેંકમાં ફક્ત કેટલીક સર્વિસ જ આપવામાં આવશે.

-જુન માસમાં બેંક ૯ દિવસ બંધ રાખવામાં આવશે.

image source

કોરોના સંક્રમણની મહામારીના લીધે જો આપ પણ આ મહિનામાં બેંકના કેટલાક ખાસ કાર્યો કરવા વિષે વિચારી રહ્યા છો તો તેની પહેલા આપે જાણી લેવું જોઈએ કે, આ માસમાં એટલે કે જુન મહિનામાં કુલ ૯ દિવસ બેંકમાં રજા રાખવામાં આવશે. તો હવે જાણીશું જુન માસ દરમિયાન આવતી બેન્કની રજાઓ વિષે ઉપરાંત ક્યાં કારણોના લીધે બેંકમાં રાખવામાં આવશે રજા.

રાજ્યો પ્રમાણે નક્કી કરવામાં આવે છે રજાઓ.

image source

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જુન માસમાં આવતા બેંક હોલિ ડેની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં રાજ્યો મુજબ દેશની તમામ બેંકોની રજાઓ નક્કી કરવામાં આવી છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલ રજાઓ પ્રમાણે, તેમાં અઠવાડિક રજાઓ અને બેંક હોલિ ડે મળીને આ જુન માસ દરમિયાન કુલ ૯ દિવસ બેંકો બંધ રાખવામાં આવશે. જો કે, આ વર્ષે જુન મહિનામાં કોઈ મહત્વનો તહેવાર આવી રહ્યો છે નહી જેથી કરીને અઠવાડિક રજા સહિત ફક્ત 3 સ્થાનિક તહેવારોની રજા આવે છે, આ રજાઓના દિવસે જે- તે રાજ્યોમાં બેંક બંધ રાખવામાં આવશે.

જુન માસમાં આવતા બેંક હોલિ ડેની લિસ્ટ આ પ્રમાણે છે. જેની આપે નોંધ લેવી જોઈએ.

  • -તા. ૬ જુન, ૨૦૨૧- રવિવાર.
  • -તા. ૧૨ જુન, ૨૦૨૧- બીજો શનિવાર.

    image source
  • -તા. ૧૩ જુન, ૨૦૨૧- રવિવાર અને મિથુન સંક્રાંતિ તથા રજ પર્વ (ઈઝ્વાલ- મિઝોરમ, ભુવનેશ્વરમાં આવેલ તમામ બેંકો બંધ રાખવામાં આવશે.)
  • -તા. ૨૦ જુન, ૨૦૨૧- રવિવાર.

    image source
  • -તા. ૨૫ જુન, ૨૦૨૧- શનિવાર. ગુરુ હરગોવિંદજીની જયંતી (જમ્મુ અને શ્રીનગરમાં આવેલ તમામ બેન્કોને બંધ રાખવામાં આવશે.)
  • -તા. ૨૬ જુન, ૨૦૨૧- ચોથો શનિવાર.
  • -તા. ૨૭ જુન, ૨૦૨૧- રવિવાર.
  • -તા. ૩૦ જુન, ૨૦૨૧- બુધવાર. રેમના (ફક્ત ઈઝાવલમાં આવેલ તમામ બેંકો બંધ રાખવામાં આવશે.)

(ખાસ નોંધ: ઉપરોક્ત બેંક હોલિ ડેની લિસ્ટ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પ્રમાણે તૈયાર કરી દેવામાં આવી છે.)

ઉપરોક્ત આપવામાં આવેલ રજાઓની યાદી આપને આ જુન મહિના દરમિયાન બેંકને સંબંધિત અગત્યના કાર્યો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!