શું જમાનો આવ્યો છે ને કાંઈ!! – ગામડામાંથી આવેલ કાકાને આ ટચસ્ક્રીન ફોન વાપરતા લોકોને જોઈ અચરજ થયું…

પશોકાકો ને કાકી બે એકલાં સુખીને સંતોષી જીવ. છોકરો ને છોકરાની વહુ અમદાવાદ રહે. કોઈ કાપડના કારખાનામાં નોકરી કરે. પશોકાકો ક્યારેક છોકરાને મળવા અમદાવાદ જાયને હાથ ખર્ચી લેતા આવે. પણ એ અમદાવાદ જાય એટલીવાર એમને તો ફરવાની મજા પડી જાય. એતો ક્યારેક કાંકરિયા જાય તો ક્યારેક વળી સાબરમતીના રિવરફ્રન્ટ બાગની લટાર પણ મારી લે.

image source

પણ એમને એક વાતની નવાઈ લાગે જ્યાં જુઓ તો છોકરા છોકરી કે ઘણી-ધણીયાણી બસ મોબાઈલ મચેડવામાં પડયાં હોય. એમને થાતું કે , ‘મારાં બેટાં આ શેરવાળાં શું હોગતાં હશે આ મોબાઈલમાં’ શું જમાનો આવ્યો છે ને કાંઈ!’ જોકે મોબાઈલ તો એમની પાસે પણ હતો પણ સાદો વાત કરવા માટેનો એમના છોકરાએ આપ્યો હતો.

image source

ક્યારેક લેરમાં આવી જઇને કાકો પણ એમના સાદા મોબાઈલ પર આંગળીઓ ફેરવવાનો શોખડો મારી લેતા પણ એમાં એમને કાંઈ મજા આવે નહીં. એ થાકીને પાછા મોબાઈલ ખીસામાં મૂકી દે. ચારે બાજુ નજર ફેરવે તો વળી પાછું ઇ જ જોવા મળે. એમાં એક છોકરી એમની બાજુમાંથી પસાર થઈ.

image source

ચામડીના કલર જેવી ચપોચપ તંગડી પહેરેલી. કાકાને થયું , ‘લે!હાલે! કોઈને મળવાની ઉતાવળમાં જોને ચણીયો પહેરવાનું પણ ભૂલી ગઈ લાગે છે.’ ને કાનમાં કાંઈક ભરાવેલું,” હા બસ તું ત્યાં જ ઊભો રહેજે હું હવે પહોંચવામાં છું.” એને આવું બોલતી સાંભળી કાકાને થયું ‘ શું જમાનો આવ્યો છે ને કાંઈ! ‘આનુ એ અમારા ગામની કાંતાળીની જેમ ચત્તભમ થઇ ગયું લાગે છે બિચારીને એકલી એકલીને બકવાની ટેવ પડી ગઈ લાગે છે’ ‘ શું જમાનો આવ્યો છે ને કાંઈ! ‘

image source

કાકા તો સીટી બસસ્ટેન્ડ પર બેઠા બેઠા વિચારવા લાગ્યા,’ પણ આ મોબાઈલમાં એવું તે શું હશે તે બસ જે જુઓ તે આંગળીઓ ફેરવ્યા જ જાય છે?’ એવામાં એક કપલ એમની આગળના ભાગે આવીને બેઠું. બેન મોબાઈલ ચાલુ કરી ને એના ઘરવાળા સામે ધરતાં બોલી, ‘ લે જો તો આ મજાદાર વીડિયો.’ કાકાને થયું ‘લાવને હું પણ જોઉં કે આ લોકો શું જુએ છે.’

image source

કાકાતો પાછળથી ડોકું લાંબુ કરી એમના મોબાઈમાં જોવા લાગ્યા. ‘એક મોટો પાણીનો હોજ ચોખ્ખું ચણાક પાણી તે હોજનું તળિયું પણ દેખાય.’ એક ભાઈને એક બેન હોજ પર આવ્યાં. ભાઈ કપડાં ઉતારવા લાગ્યો. એણે તો શર્ટ ઉતાર્યું, ને પેન્ટ ઉતાર્યું. એકલા અંડરવેર સાથે એણે તેની સાથે આવેલી સ્ત્રીનો હાથ પકડી કપડાં ઉતારવાનું કહેવા લાગ્યો. થોડી આનાકાની કરતાં કરતાં એ તૈયાર થઈ ને બ્લાઉઝ ઉતારવા લાગી.

image source

એવામાં સીટીબસ આવી ગઈ ને કાકાની આગળ બેઠેલાં બંને જણ ભાગ્યાં. કાકા બબડયા,’ હત તારું જાય તારું! આ સિટિબસે એક થોડા હારુ રંગમાં ભંગ પાડ્યો! આ હવે ખબર પડી કે મારાં બેટાં આ આખો દિ’ મોબાઈલમાં શું હોગતાં હોય છે! *શું જમાનો આવ્યો છે ને કાંઈ* !!’

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ